Book Title: Sharda Parimal
Author(s): Shardabai Mahasati, Kamlabai Mahasati
Publisher: Jivanlal Padamshi Sanghvi

View full book text
Previous | Next

Page 7
________________ બાલ બ્રહ્મચારિણી પૂજ્ય શ્રી શારદાબાઈ મહાસતીજી સંવત ૨૦૨૬ ના ચાતુર્માસ માટે રાજકોટમાં પધાર્યા હતા. તેઓ ખંભાત સંપ્રદાયના પરમ શાંત અને વિદ્વાન સાધ્વીજી છે. તેઓશ્રીએ રાજકેટ ચાતુર્માસના સમયે કરેલાં પ્રવચને આ ગ્રંથમાં આપવામાં આવ્યાં છે. એમની વ્યાખ્યાન શૈલિ પરંપરાના આદર્શને જાળવી રાખે છે, એટલું જ નહિ પણ શ્રોતાઓના હૃદય પર જૈનદર્શનની એક ભવ્ય છાપ ઉભી કરે છે. સામાન્ય માનવી પણ સમજી શકે એવી પ્રવચનધારા તેઓશ્રી અખલિત વહાવી શકે છે અને આધુનિક ભૌતિક લાલસા પર આધ્યાત્મિક અને ધર્મતત્વની ઉત્તમ પ્રકારે છાપ ઉપસાવે છે. તેઓશ્રીએ પોતાના પ્રથમ પ્રવચનમાં તાવ માપવાના થર્મોમિટરનું સુંદર ઉદાહરણ આપી આ સંસાર દુઃખમય છે કે સુખમય છે તે માપવાની વાત કરી છે અને સંસારનું સ્વરૂપ માપવાનું થર્મોમિટર જ્ઞાનરૂપી ભાવનામાં પડેલું છે તે સચેટ રીતે સમજાવ્યું છે. કર્મબંધની મજબુત ગ્રંથીઓને ભેદવા માટે તેઓએ તપ, ત્યાગ, વ્રત, નિયમ, શ્રદ્ધા, જ્ઞાન આદિ તને ઉપગ કરી કર્મબંધનને લેવાની રીત પણ સરલતાથી સમજાવી છે. એમના દરેક વ્યાખ્યામાં ધર્મદ્રષ્ટિને જીવંત રાખનારાં અને પાપભીરતા પ્રગટાવનાશ અર્થાત્ પાપવૃત્તિથી દૂર રહેવાનાં નાનાં નાનાં દષ્ટાંતે પણ આપ્યાં છે. આ દષ્ટાંતે અર્થધની દષ્ટિએ ઉત્તમ પ્રકારનાં છે અને શ્રોતાઓનાં હૈયા પર સચોટ અસર કરી જતાં હોય છે. પૂજ્ય મહાસતીજીના કેટલાક વ્યાખ્યાને સાંભળવાને મને પણ લાભ મ હતું અને મારા મનમાં થયેલું કે આવા મહાસતીજીએ ધારે તે આપણા વ્યવહાર જીવનમાં અને સામાજિક જીવનમાં જે આધુનિક બદીઓ દાખલ થઈ છે તે જરૂર નીકળી જાય એટલું જ નહિં પરંતુ ભૌતિકલાલસા વચ્ચે ઘેરાયેલાં આપણા જૈન પરિવારોમાં ધર્મતને - પ્રકાશ પણ પથરાય. પ્રસ્તાવના કે ભૂમિકા લખવાને મને અધિકાર નથી, કારણ કે નત્રયની આરાધના કરી રહેલા ત્યાગીઓની વાણુ પર હું એક સંસારમાં સબડતે માનવી કઈ રીતે પિ પિષણ કરી શકું? હા, હું માત્ર મહાસતીજીના વાણી રૂપ અમૃતને વંદના જ કરી શકું. આમાં પ્રગટ થયેલાં દરેક વ્યાખ્યાને મનન પૂર્વક વાંચવા જેવાં તે છે જ. સાથેસાથ આજના પલટાતા જીવનને સાચે માર્ગ દર્શાવનારાં પણ છે. પૂજ્ય બાલ બ્રહ્મચારિણી શ્રી શારદાબાઈ મહાસતીજીને ભાવ વંદના કરી હું કૃતકૃત્ય થાઉં છું. તા. ૧-૧૦-૭૧ ઈ. થઇ મેહનલાલ ચુનીલાલ ધામી રાજકેટ 3

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 846