Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
આપી છે. ઉત્તરાધ્યનસૂત્રના આધારે કાયોત્સર્ગના ફળનું કથન કર્યા પછી કાયોત્સર્ગના હેતુઓની ઝીણવટભરી ચર્ચા કરી છે અને કાયોત્સર્ગના પ્રકારો અંગે રજુઆત કરી છે. કાયોત્સર્ગના કાલમાન, કાયોત્સર્ગનું હાર્દ, કાયોત્સર્ગના ભેદો અને કાર્યોત્સર્ગના દોષો અંગે સંક્ષિપ્ત પરિચય આપી કાયોત્સર્ગ ધ્યાનમાર્ગને આત્માને કૈવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી લઈ જનાર અમોઘ સાધન તરીકે લેખાવ્યો છે.
આઠમા પ્રકરણમાં છઠ્ઠા આવશ્યક પ્રત્યાખ્યાન અંગે નિરૂપણ કર્યું છે. પ્રારંભમાં પ્રત્યાખ્યાન શબ્દની વ્યુત્પત્તિ કર્યા પછી પ્રત્યાખ્યાનના બે ભેદો દર્શાવ્યા છે. પ્રત્યાખ્યાન આગાર સહિત કરવાનું જણાવી આગારના સ્વરૂપનું વર્ણન કર્યું છે. એનાં આગારના આઠ પ્રકારોની વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે અને અંતે પ્રત્યાખ્યાન પારવા સમયે સમ્યગ્ શુદ્ધિના છ પાઠ બોલવામાં આવે તેની વાત કરી છે.
નવમા પ્રકરણમાં ઉપસંહાર કરતા આવશ્યક સૂત્ર ઉપર લખાયેલ નિર્યુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યક ચૂર્ણિ, વિશેષાવશ્યક ભાષ્ય સ્વોપજ્ઞ, આવશ્યક લઘુવૃત્તિ, આવશ્યક વિવરણ વગેરે ટીકા સાહિત્યનો સંક્ષેપમાં પરિચય કરાવ્યો છે.
આમ આપણે જોઈ શકીએ છીએ કે શ્રી જવાહરભાઈ એ છયે આવશ્યકની વિશદ ચર્ચા કરી છે.
આમાં જે વિષયના અનુસંધાનમાં પૂર્વે શું શું લખાયું છે. તેનો એમણે પરિચય મેળવી લઇ તે વિષયનું સંકલન કરી તેનું કડીબદ્ધ નિરૂપણ કર્યું છે. પોતાના લખાણના સમર્થનમાં જૈન દર્શનશાસ્ત્રોના ગ્રંથોમાંથી વિવિધ વિદ્વાનોના મંતવ્યોનો આધાર દર્શાવ્યો છે. તે એમના દરેક પ્રકરણની પાદટીપની સવિસ્તૃત યાદી સૂચવે છે. એ આ નિબંધનો લક્ષ્યપાત્ર મુદ્દો છે.
આવા અભ્યાસપૂર્ણ લઘુગ્રંથને હૃદયના ઉમળકાથી આવકારતા ખૂબ હર્ષનો અનુભવ કરું છું.
– કનુભાઈ શેઠ
૩-એ, ઉત્સવ એપાર્ટમેન્ટ, હીરાબાગ ક્રોસીંગ, આંબાવાડી,
અમદાવાદ-૩૮૦૦૦૬.
—
૨૦-૩-૨૦૦૨
Jain Education International
ix
For Private & Personal Use Only
www.jainelibrary.org