Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

View full book text
Previous | Next

Page 8
________________ * હૃદયના ઉમળકાથી આવકાર આગમ ગ્રંથો જૈન દર્શનશાસ્ત્રમાં સૌથી પ્રાચીન છે. એમાં આચારાંગાદિ ૧૧ “અંગ” ગ્રંથો, ઔપપાતિકાદિ બાર “ઉપાંગ' ગ્રંથો આવશ્યક આદિ ચાર મૂળ' ગ્રંથો, નિશીથ આદિ છે “છેદ' ગ્રંથો, ચતુદશરણઆદિ દશ “પ્રકીર્ણક ગ્રંથો અને બે સૂત્ર ગ્રંથો નંદી અને અનુયોગદ્વાર એમ બધા મળીને કુલ ૪૫ આગમો હોવાનું શ્વેતાંબર મૂર્તિપૂજકો માને છે. આમાં જે ચાર “મૂળ' ગ્રંથો છે એમાંનો પ્રથમ ગ્રંથ “આવશ્યક સૂત્ર” એક નોંધપાત્ર આગમગ્રંથ છે. આવશ્યક એટલે જે ક્રિયા અવશ્ય કરવા જેવી હોય છે. આ છ છે; જેમકે (૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૩) વંદનક (૪) પ્રતિક્રમણ (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન આ લઘુ નિબંધકાર શ્રી જવાહરભાઈએ આ છયે આવશ્યકનું નિરૂપણ શાસ્ત્રીય ઝીણવટ અને ચોક્કસાઈથી કર્યું છે. આ નિરૂપણમાં એમણે અનેક આધારગ્રંથોનો સૂક્ષ્મ દૃષ્ટિએ અભ્યાસ કરી વિષયનું આકલન કર્યું છે. વિષય પરની એમની પકડ નોંધપાત્ર છે. ભાષાની સરળતા, વિષયમાં ઊંડાણ, ઝીણવટ અને વૈજ્ઞાનિક અભિગમ એ આ લઘુનિબંધનું નોંધપાત્ર પાસું છે. એમાં પ્રાપ્ત થતું ઊંડાણ વિષયને સુરેખ રીતે આપણી સમક્ષ મૂકી આપવામાં સહાયભૂત થાય છે. વિજ્ઞાનના વિદ્યાર્થી હોવાથી એમના લખાણમાં આપણને વૈજ્ઞાનિકદૃષ્ટિ સહજપણે જોવા મળે છે. આ લઘુ નિબંધમાં એમણે છયે આવશ્યકનું વર્ણન વિસ્તારપૂર્વક કર્યું છે. આરંભના પહેલા પ્રકરણમાં ભૂમિકારૂપે જૈન આચારની સવિસ્તૃત ચર્ચા કરી છે. એમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચરિત્રાચાર, તપાચાર અને વર્યાચારની સંક્ષિપ્ત રજૂઆત છે. બાદમાં સર્વવિરતિ આચારધર્મનું અને દેશવિરતિ આચારધર્મનું નિરૂપણ કર્યું છે અને અંતમાં “સંલેખના' તપની ટૂંકી નોંધ આપી છે. બીજા પ્રકરણમાં આવશ્યક એટલે શું? તે સમજાવ્યું છે. પછી અનુયોગ કાર સૂત્રમાં પ્રત્યેક આવશ્યકોના અર્થાધિકારોનું વર્ણન કર્યું તે સંક્ષિપ્તમાં Jail-education International -----Erice- UseFE-Sers je nelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 118