Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan Author(s): Jawaharlal Popatlal Shah Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha View full book textPage 6
________________ પ્રાશકીય ૫. પૂ. શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પ. પૂ. આ. શ્રી વિજય સૂર્યોદય સૂરીશ્વરજી મહારાજના શિષ્ય ૫. પૂ. પંન્યાસ શ્રી નંદીઘોષવિજયજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલ અમારી સંસ્થા તેઓશ્રીના માર્ગદર્શન અનુસાર એક આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પ્રયોગશાળાની સ્થાપના કરવા ઈચ્છે છે. તેની પૂર્વભૂમિકા રૂપે અમો સૈદ્ધાન્તિક તથા પ્રાયોગિક સંશોધનાત્મક પુસ્તકોનું પ્રકાશન કરી રહ્યા છીએ. તે શ્રૃંખલામાં જવાહરભાઈ પી. શાહનો ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા માન્ય અનુપારંગત (M.Phil) નો લઘુશોધ નિબંધ ષ આવશ્યક ઃ એક વૈજ્ઞાનિક વિશ્લેષણ” પ્રકાશિત કરતાં અમો હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. આ લઘુ શોધ નિબંધ જૈન શ્રાવકશ્રાવિકા તથા સાધુ-સાધ્વી વર્ગમાં માન્ય તથા આદરણીય બનશે એવી અમોને શ્રદ્ધા છે. આ ગ્રંથ પ્રકાશનમાં સંપૂર્ણ આર્થિક સહયોગ આપનાર શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, ગાંધીધામના પ્રમુખશ્રી ચંપાલાલજી પારેખ તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓનો અમો હાર્દિક આભાર માનીએ છીએ. સાથે સાથે આ ગ્રંથનું સુંદર સુઘડ મુદ્રણ કરી આપનાર પ્રગતિ પ્રિન્ટર્સ ના માલિક શ્રી સતીશભાઈ ખોડાભાઈ પટેલ, નારણપુરાનો પણ આભાર માનીએ છીએ. ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા અમદાવાદ-૩૮૦ ૦૬૧. વિ. સં. ૨૦૬૦ ફાગણ સુદ-૧૫, શનિવાર ૬, માર્ચ, ૨૦૦૪ Jain Education International { For Private y Rekonal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 118