________________
૧૧
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ / સંકલના વિષયરૂપ ક્રમિક અભેદ અને ભેદનું વર્ણન કરીને દ્રવ્યને કઈ અપેક્ષાએ એક અને કઈ અપેક્ષાએ અનેક કહી શકાય ? તે વાત કરી છે. દ્રવ્યના વ્યંજનપર્યાયોને અને અર્થપર્યાયોને દૃષ્ટાંત દ્વારા બતાવીને દ્રવ્યને એકાંતે એક કે એકાંતે અનેક માનવામાં આવતા દોષો જણાવ્યા છે.
પ્રથમ કાંડના અંતે સ્યાદ્વાદના પાયા સમાન સપ્તભંગી બતાવીને વ્યંજનપર્યાયમાં અને અર્થપર્યાયમાં સંભવિત ભાંગાઓ બતાવીને માત્ર દ્રવ્યાર્થિકનયની કે માત્ર પર્યાયાર્થિકનયની દેશના અપૂર્ણ છે એમ સ્પષ્ટપણે સ્થાપન કર્યું છે.
દ્રવ્યાનુયોગના આવા ગહન અર્થોને આ રીતે સ્થાપન કરીને ગ્રંથકારશ્રીએ મંદબુદ્ધિવાળા બાલજીવો પર ઘણો ઉપકાર કર્યો છે. આ રીતે દ્રવ્યના સ્વરૂપનું ચિંતન કરીને ધર્મધ્યાન અને આગળ વધીને શુક્લધ્યાનના પાયાને આપણે સૌ સ્પર્શી શકીએ એ જ અભ્યર્થના સહ....
જિનેશ્વર પરમાત્માની આજ્ઞાથી કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધે મિચ્છા મિ દુક્કડં.
વિ. સં. ૨૦૬૮, ચૈત્ર સુદ ૧૩, શ્રી મહાવીરસ્વામી જન્મ કલ્યાણક દિન, તા. ૪-૪-૨૦૧૨, બુધવાર.
- પારુલ હેમંતભાઈ પરીખ
૨૧, તેજપાળ સોસાયટી,
પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૨૬૩૦૦૦૬.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org