Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદવ્રતાના વૈદિક ધર્મની દુર્દશા માટે સૂચક એવા શબ્દોવાળે ક કણું ગોચર થયું. તેમણે સાંભળ્યું.
नाग्निहोत्र श्रुते?षो नाचारो वेदबोधितः क्रमाभिहन्त कि 'ब्रूमः कावेदानुद्धरिष्यतिः । આ સાંભળતાં જ બ્રહ્મચારી સુબ્રમણ્યનું હૃદય ભરાઈ આવ્યું તરત જ તેમણે ઉત્તર વાળ્ય.
माशुचोवध सेदिष्टया भद्रेभद्र व वस्तव एषकौमारिलोनाम वेदानुद्धतु मुद्यतः આ પ્રમાણે રાજકુમારી સમક્ષ તેમણે વેદોનો ઉદ્ધાર કરવાની પ્રતિજ્ઞા લીધી અને પછી તે તેમનું અધ્યયન વધુ પ્રગાઢ બની રહ્યું. બૌદ્ધો સાથે અવારનવાર વાદવિવાદ કરતાં સુબ્રહ્મણ્યને લાગ્યું કે બૌદ્ધો સામે સારી રીતે ટકી શકાય એમ નથી. તરત જ તેઓ બિહાર ગયા અને વિનમ્રપણે આ ધમપાલ દ્વારા તેમણે બૌદ્ધ દર્શનનું અધ્યયન શરૂ કરી દીધું તે વખતે તેમણે પિતાનું મૂળ સુબ્રહ્મણ્ય નામ બદલી કુમારિલ નામ ધારણ કર્યું હોવાનું જણાય છે. એક દિવસ આચાર્ય ધમપાલ વેદધમની સખત નિંદા કરવા લાગ્યા. આ નિંદા સાંભળતાં વૈદિક ધમી કુમારિક કશું બોલ્યા તો નહીં પણ તેમની આંખોમાં આંસુ ઉભરાયાં. પાસે બેઠેલા બૌદ્ધ ભિક્ષુએ એ જોઈને આચાર્યનું ધ્યાન એ તરફ આકૃષ્ટ કયુ. આચાર્ય સમજી ગયા કે આ કેઈ વેદપાઠી બ્રાહ્મણ છે અને બૌદ્ધ દર્શનના રહસ્યોથી જ્ઞાત બની રહેવા જ આમ ગુપ્ત રીતે અધ્યયન કરે છે. પૂછવાથી કુમારિલે પિતાનો સારો પરિચય આપ્યો. ૨ષ્ટ બનેલા આચાર્યે તેમને દૂર કરવાનો આદેશ આપ્યો. પરંતુ ધર્મા ધ બૌદ્ધ ભિક્ષુઓએ કુમારિને છત ઉપરથી નીચે પાડી નાખ્યો. સભામે કુમારિલ બચી ગયા અને તેમણે ગુરુને શાસ્ત્રાર્થનું આહવાન આપ્યું. સમર્થ વિદ્વાન બની રહેલા કુમારિલે તેમને પરાસ્ત કર્યા. કુમારિકના આ વિજયથી તેમની વિદ્વત્તાનો ઘા પ્રભાવ પડવો. તેમણે બૌદ્ધ દશનના સંસ્કૃત ગ્રંથ ઉપર પાલિમાં લખાયેલા ગ્રંથોનું પણ અધ્યયન કર્યું હતું. તેઓ વૈદિક દર્શનમાં તો પારંગત હતા જ અને આ રીતે વિપક્ષી દર્શનના સમર્થ જ્ઞાતા બની રહ્યા પછી તેમણે દિવિજય માટે યાત્રા આરંભી. પહેલાં ઉત્તર ભારતના બૌદ્ધોને પરાસ્ત કરી પછી તેઓ દક્ષિણ પ્રદેશમાં ગયા. દક્ષિણ ભારતના કર્ણાટક પ્રદેશમાં તે વખતે સુધન્વા નામનો રાજા રાજ્ય કરતો હતો. એ પ્રદેશમાં તે વખતે બૌદ્ધધર્મ તેમ જન ધમની બોલબાલા હતી. રાજા ન્યાયપરાયણ તેમ સર્વધર્મો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો હોવા છતાં જૈન મત પ્રતિ તે વધુ શ્રદ્ધાળુ હતો. એની રાણી ધર્માનુયાયી હતી. કુમારિક ભરે શાસ્ત્રાર્થ દ્વારા જૈન વિદ્વાનોને પરાસ્ત કર્યા અને એ પ્રદેશમાં વૈદિક ધર્મની મહત્તા પુનઃ પ્રસ્થાપિત કરી. તેમના સમયમાં જૈન વિદ્વાને કરતાં બૌદ્ધ વિઠાને વૈદિક ધર્મ માટે વધુ આક્રમક બની રહ્યા હતા. પણ વ્યાપક પાંડિત્યવાળા કુમારિલ ભટ્ટ તે વિવિધ દશનું ગાઢ અધ્યયન કર્યું હતું. વધુ ગૌરવભરી હકીકત તો એ હતી કે તેમણે તે મૂળ પાલિ ત્રિપિટકને ૫ણું પૂરો પરિચય પ્રાપ્ત કરી લીધો હતો. એટલે એમની સાથેના શાસ્ત્રાર્થમાં બૌદ્ધ ૫ ડિતો છેવટે પરાસ્ત બની રહેતા.
વૈદિક કર્મકાષ્ઠને દઢપણે પુનઃ સ્થાપિત કરીને કુમારિલ ભજે પિતાની જે સ્વતંત્ર ગણાય એવી પરંપરા ચલાવી છે તે આજે પણ અક્ષુણ્ય રીતે વિદ્યમાન છે.
શ્રી કુમારિલ ભટ્ટ શબર સ્વામીના મીમાંસા ભાષ્ય પર જે ટીકા લખી છે તે વાસ્તિક નામથી પ્રખ્યાત છે અને તે ત્રણ ભાગમાં વિભક્ત છે. મીમાંસાના આધાર સ્તંભ આવા એ ત્રણ વૃત્તિમંથનાં નામ લેક વાત્તિક, તંત્ર વાર્ષિક અને હૃપટીકા છે. એમાં (૧) શ્લોક વાત્તિક ગ્રંથમાં ૩૦૯૯ શ્લોકો છે અને તેમાં પ્રથમ અધ્યાયના પ્રથમપાદતપાદની વ્યાખ્યા છે (૨) તંત્રવાત્તિક આ ગ્રંથમાં પ્રથમ અધ્યાયના બીજ પાથી લઈને ત્રીજા અધ્યાય સુધીની ગદ્યમય વ્યાખ્યા છે અને (૩) ટૂંપટીકા-આ ગ્રંથમાં અંતિમ નવ અધ્યાયની સંક્ષિપ્ત ટીકા આપવામાં આવી છે. મીમાંસક મૂર્ધન્ય કુમારિક ભટ્ટી
[૧૦૧
For Private and Personal Use Only