Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 100
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને કૃષ્ણપ્રીયા મીરાં કણ સાથેના સંયોગનાં સ્વનોનાં, વિયોગની અસહ વ્યથા અને વેદનાનાં, લાડનાં અને રીસનાં પદો રચે છે. પિતાના કડીલા કામણગારા કણ કનૈયા પાસે તે નમન કરે છે. તે સંયોગ કરતાં વિયોગનાં પદે વધુ ગાય છે. તેના સ્વરમાં આરજ છે, જે તેના હૃદયની ઊઠી પ્રીતને વાચા આપે છે. કચ્છના વિયોગની વેદના નથી સહન થતી ત્યારે પિતાની વ્યથાનું આત્મનિવેદન તે કરે છે, કેટલીકવાર તેને ઠપકો આપે છે, તેની ટીકા પણ કરી લે છે. કણ ન જ આવે, કારણ, “આખરે જાંત આહીર !” તેને તો એક જ રટણ છે કે–“મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કેઈ.” આ ગિરિધર કાજે તે તેને સર્વસ્વનો ત્યાગ કર્યો છે ! “જગતથી વિમુખ બની મીરાં હરિ તરી ઢળી જાય છે અને જે શૃંગાર ધારણ કરે છે તે પણ હરિનામને જ છે, કારણ “મુજ અબળાને મોટી મિરાત એ જ એ છે.” ગોપીભાવમાં જે સવ સમપણ છે તેની પાછળ કુદરતી રીતે કૃષ્ણ પ્રત્યે મીરાંને દાસીભાવ ઉત્ક્રાન્ત થાય છે. દાસત્વ વાંછતી મીરાં ગાય છે— હાને ચાકર રાખોજી... ચાકર રહસું બાગ લગાસુ, નિત ઊઠ દરસન પાસે, વૃંદાવનની કુંજગલીમે ગોવિંલીલા ગાશું.” અને આ ચાકરી પણ તેનું સર્વસ્વ બને તેમ છે. તેમાં તેને કશુનાં ભાવ, ભક્તિ અને સમૃદ્ધિનો વારસે મળવાની તમન્ના છે. તેમાં જ તેની સલામતિ છે, કારણ, કૃષ્ણ કદી દગો દેતા નથી. તે શરણુગત પ્રત્યે વત્સલ છે. સમય જતાં કૃષ્ણની પ્રિયતમાએ દાસત્વ ગ્રહણ કર્યું. તેનાથી પણ આગળ વધીને હવે તે કૃષ્ણને જ તેના જીવનનો એકમાત્ર આધાર માને છે. જીવને શિવવિના ચાલતું નથી. મીરાંની છવ તરીકેની નમ્રતા વધે છે અને તે સાથે તેને કષ્ણ પરમાત્મા સ્વરૂપે તેને ભાસે છે. તે નમ્રતા સાથે પોતાની ઝંખના, વેદના, આરજ વ્યક્ત કરી તેને આધાર માગે છે—એ જ એને એકમાત્ર આધાર છે. દવ તો લાગેલ ડુંગરમેં કહોને ઓધાજી, કેમ કરીએ ? આરે વરતીએ નથી ઠેકાણું રે બહાલા ! પરવરતીની પાંખે અમે ફરીએ ?... સંસારસાગર મહાજળ ભરિયો વહાલા ! બાંહેડી ઝાલો નીકર મૂડી મરીએ ?...” તેને કૃષ્ણ, તેને જીવનાધાર, તેની ચેતાને આધાર કૃષ્ણ પ્રેમ સૌંદર્યરૂપ પરમાત્મા છે અને તેના જ ગીત ગાવાં, તેનામાં જ મય બની જવું, એમાં મીરાને જીવનની સાર્થક્તાનાં દર્શન થાય છે. “ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી !” અને એ ગાતી જાય છે... “હાંરે કોઈ માધવ લ્ય, માધવ લ્યો !” મીરાં પ્રભુને વિનવતાં કહે છે– હરિ મારે હિરદે રહેજે, પ્રણ! મારી પાસે રહેજો; જે જે, ન્યારા થાતા રે, મને તે દિનનો વિશ્વાસ રે !” અને “અબ તે મેરા રામનામ દૂસરા ન કોઈ.” આ રીતે કગણ, ગોવિંદો, સાંવરિ, રામ, પૂર્ણ બ્રહ્મ બધું મીરાં એકરૂપે જુએ છે. પ્રેમલક્ષણ ભક્તિની પ્રબળ ભાવનાથી, ક્ષણને પણ વિયોગ સહન ન થવાથી, તે પ્રભુમય બની ગઈ છે તેથી, આ પ્રેમ અને આ ઉત્કટ એવી ભક્તિને માગે તેને પૂર્ણ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. કહેવાય છે કે ગુજરાતમાં સંતવાણીને વિકાસ]. [૮૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108