Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં જોઈએ ત્યાં કૂડાકુડ સામે સામાં બેઠા ઘૂડ.” છે અને “આભડ છટ અંત્યજની જણી બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ઘણી,
બારે માસ ભોગવે બેય સૌને ઘેર આવી ગઈ રળ.” અને “આંધળો સસરો ને સણગટ વહુ કથા સૂણુવા ચાલ્યું હૂ,
સાંભયુ કશુ ને સમજ્યા કશુ આંખનું કાજળ ગાલે ઘસ્ય.” ઊંચામાં ઊંચા નાન, મોક્ષ સાધના, વૈરાગ્ય, તપસ્વિતાનું ગાન કરનાર અખાભગતના આ ચાબખાને ઉદેશ પણ સંસારી જનોને સાચા માર્ગે વાળવાનો છે. મનોનિગ્રહ કરીને અખાએ તે વાસનાને અને અહંકારને પચાવ્યાં છે, છતાં જગતના આડંબરી, ક્ષલક જીવનમાંથી માનવ ઊંચા આવે એ એની તમન્ના છે.
આથી અખેગીતા, અનુભવબિન્દુ, છપા, પદો વગેરે ગુજરાતના સંસ્કારી અને આધ્યાત્મિક દર્શન સામર્થ્યને અણમોલ વારસે છે. ધર્મદની સામે ઝુંબેશ આદરીને સામાજિક જીવનને અનેક બિંદુએ પનાર અને આમ ‘અચવ્યા રસને આસ્વાદક અને આસ્વાદપિતા છે. કવિ તરીકે ‘ફિસૂફ કવિ તરીકે પણ તેનું સ્થાન ગરવું છે. ગુજરાતનાં ચેતના, નીતિ, સંસ્કારિતા, દાર્શનિક સાધના વગેરે ખીલવવામાં તેનું મોટું પ્રદાન છે. પ્રીતમ - પ્રીતમ પ્રથમ ત્યાગી સંત છે, પછી તે કવિ, લેક કવિ છે. તેણે જીવનમાં ત્રણ ભાવ સંબંધ કઃપ્યા છે – ઈશ્વર સાથે, ગુરુ સાથે, સંત સાથે. અને તે ગાયા છે
ભાઈ, અમે બાવા રે ભાઈ બાવા; હાથે માળા, ગોવિંદગુણ ગાવા.” તેની કાવ્ય સાધના એ આત્મસાધના છે અને કવિ તરીકે તેનો પુરુષાર્થ પરમાર્થ લક્ષી અને માનવતાભર્યો છે. અને તરાય તેને—
વૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાનની કવિતા ગાનાર સંતકવિઓમાં એક ગણનાપાત્ર કવિ તરીકે જાણે છે. આ સંતકવિનું આધ્યાત્મિક પુરુષાર્થને બોધ કરતું પ્રસિદ્ધ કાવ્ય છે.
“હરિનો મારગ છે શાને, નહીં કાયરનું કામ જોને
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જેને.” આધ્યાત્મિક પુરુષાર્થ, સાહસ અને ખુમારીનું ગાન કરતું આ કાવ્ય અનેરી પ્રેરણુથી સભર ભયું ચેતનવંતું પદ છે. સ્પેનિશ આલોચક હવાન મસ્કારીએ દુનિયાનાં ઉત્તમ ભક્તિ કાવ્યમાં તેની ગણના કરી છે એમ સાંભળ્યું છે. સમાપન
સંત કવિઓના કાવ્યગાનની, ભક્તિ તથા વૈરાગ્ય, ધર્મ અને સંસ્કારિતાનાં ગાનની સિદ્ધિ આ છે–
તત્કાલીન સમાજના અસ્તિત્વને, તેની અસ્મિતાને નવું બળ આપી પાળવા પોષવાનું અને એ રીતે ભારતીય ધર્મ અને સંસ્કૃતિનાં મૂલ્યોના બળે સમાજ અને સંસ્કારિતાને ટકાવી રાખવાનું પ્રશસ્ય કાર્ય કવિઓએ કર્યું છે.
આ માટે કવિઓએ વિશાળ જનસમાજને અનુકુળ અને અનુરૂપ એ કૃષ્ણભક્તિ, પ્રેમલક્ષણ પ્રભુ ભકિતનો માર્ગ મુખ્યતઃ પસંદ કર્યો છે. વય સાથે અનુભૂતિ અને જ્ઞાન વધતાં માનવ કઈ રીતે ગોપીભાવ, દાસત્વ દીનતાને ભાવ, અવ્યભિચારિણી ભકિત સાથે કેવળતાં છેવટે આત્મસાક્ષાત્કાર અને ગુજરાતમાં સંતવાણીને વિકાસ
[૧૮૯
For Private and Personal Use Only