Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 107
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ હસ્તપ્રત (૬૬ ૧૮/૮૪૧)માં કુલ ૧૧૯ પૃષ્ઠ છે. ઉપરાંત ૧૩ પૃષ્ઠ બાબીવંશના સૂબાઓની યશોગાથા વર્ણવતાં અલગ છે. આ પ્રતમાં અનુક્રમણિ પ્રમાણે ૧૧૯ ઘટનાઓનું વર્ણન આપેલું છે. આ પ્રતમાં ૮૦૦ ચોપાઈ, ૨૬૮ દેહા, ૩૯ છંદમૂજગ, ૨૦ સોરઠા વગેરે રૂપે વર્ણન કરેલ છે. - પ્રતની શરૂઆતમાં બાબીવંશના પૂર્વજોની નામાવલી આપી છે. આ વંશમાં પ્રથમ હજરત મુર્તજા અલિ થયા. તેના પછી ઇમામ હુસેન થયા, જે સૈયદ કુળના હતા. સૈયદ ઈમામથી જૈનુલ આબાદી થયા. સૈયદ ઈમામ બાકર(બ્રક)થી જાફર થયા. સૈયદ રજાખતીને કોઈ વારસ ન હતો મી ઉમરને પુત્ર ગરી(ઘોરી) સૈયદ કુળને હતો. તેને પુત્ર મહમદ ઈમામુદ્દીન-મનસૂર થયા. તાલને ત્યાં ગાલીબ સૈયદ અબુ બકર. સૈયદ મહંમદના પુત્ર બાબી સૈયદ જે પઠાણને ઘેર રહેવાથી “પઠાણ” તરીકે ઓળખાયા. ઈયાતખાનના ઉસ્માનખાન, અબદુલ રહીમ, અરખાન, કરમખાન, આદિલખાન, ઉસ્માનખાન એમ વશ થયા. આ ઉસ્માનખાન હુમાયુ સાથે હિંદુસ્તાન આવ્યા. ઉસ્માનખાનના કુળમાં બહાદુરખાન થયા. એમણે ગુજરાતમાં આવી બાબી વંશ સ્થાપ્યો. ત્યાર બાદ તેના વંશજોએ જૂનાગઢ, રાધનપુર, પાલનપુર, કડી, બાંટવા, વાડાસીનાર વગેરે સ્થળોએ પિતાની જાગીર સ્થાપીને સ્વતંત્ર વહીવટ કર્યા. ઉપરાંત ગુજરાતના સૂબાને રાજકીય મદદ કરવાની કામર્ગીરી કરી તેની વિસ્તૃત વિગતે આપેલી છે. આ પ્રતમાં રાજકીય ઇતિહાસ ઉપરાંત સાંસ્કૃતિક ઇતિહાસમાં બાબીઓના નામકરણ સંસ્કાર વિધિ લગ્ન સંબંધે, વિવાહ, દાન, સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વગેરે વિશે પણ વિગતવાર માહિતી મળે છે. આ પ્રતની છેલી ધટનામાં જોરાવરખાન અને દામાજી ગાયકવાડ વચ્ચે વિસનગરમાં લડાઈ થઈ, જેમાં જોરાવરખાન મૃત્યુ પામ્યા ને તેને વિસનગરમાં બાબીપુરામાં દફનવ્યિા હતા. ત્યાર બાદ દામાજી સાથે નજદીખાનને પાટણ પાસે લડાઈ થઈજ્યાં દામાજી હાર્યાં. આ લડાઈ અઢાર મહિના ચાલી હતી. બાબી વિલાસની બીજી હસ્તપ્રત નં. ૨૪૩૩ થી નોંધાયેલ છે. આ પ્રતમાં કુલ ૨૧૮+૧૩= ૨૩૧ પૃષ્ઠ છે. આમાં અનુક્રમણિના પૃષ્ઠ ૧ થી ૭ છે. તે પછી લખાણ પૃ. ૪૧ થી શરૂ થાય છે. આગળનાં પાનાં કેરાં છે. પૃ. ૪૧ થી ૧૦૬ સુધીનું જે લખાણ છે તે પ્રત ૬૬૧૮ માંથી ઉતારો કરેલ છે. જેની નેંધ અનુક્રમણિમાં કરેલી છે. પૃ. ૧૦૭ થી ૧૨૮ સુધી રાધનપુર બાબાઓની વિગતો વર્ણવેલી છે. આ હસ્તપ્રતના પાછળના ભાગમાં પૃ. ૧ થી ૧૩ પાનાઓમાં બાંટવા, રાણપુર અને વાડાસિનોરના બાબાઓની વિગતો છે. આમ “બાબી વિલાસ” હસ્તપ્રતમાં બાબીવંશના પૂર્વજોથી માંડીને નાના બાબી ગરાસો અંગેની માહિતી તેમ જ તેમના સામાજિક રીત-રિવાજો વિશેની તિ રચક્તિાના વંશ તેમના રહેઠાણ તથા તેમની કૌટુંબિક સ્થિતિ વિશેની ઘણી ઉપયોગી માહિતી મળે છે. ૧૯૨] ( [ સામીપ્ય: ઓકટોબર, '૯૩–માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 105 106 107 108