Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 98
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લીધે. અને કૃષ્ણભક્તિની નરસિંહની જીવનયાત્રા ગતિમાં આવી. ગોપીભાવે પ્રભુકૃણને પ્રીતમ માનીને ભજવાથી તેણે પિતાના સંતજીવનનો આરંભ કર્યો. ભક્તિ અને કૃણુ પરાયણતાના ભાગે તેણે જે સાધના કરી તેમાં ક્રમે ક્રમે તેના મનમાં કૃષ્ણ સ્વરૂપનો વિકાસ થતા ગયા અને અન્ત નરસિંહે પોતાના આ ઈષ્ટદેવને વિશ્વવ્યાપી પરબ્રહ્મ રૂપે નીરખે. તે કહે છે – “નેત્રવિણુ નીરખવો રૂપવિણ પરખો, વણજિદવાએ જ રસ સરસ પીવો.” મીરાંના દર્શન અને અનુભૂતિ કરતાં પણ વધુ ચોક્કસ કમ અને વિકાસ પગલાં નરસિંહને દશનમાં જોવા મળે છે. આરંભનાં પદોમાં તે ગોપીભાવે કણને આ રીતે ગાય છે— અમને રાસ રમાડ વહાલા, મધુર બંસ વજાડે વહાલા; થ નાચ નચાડ વહાલા, વૈકુંઠથી વૃંદાવન રૂડું, તે અમને દેખાડ વહાલા.” અને તે જીવનનાં અંતિમ વર્ષોમાં ગાય છે “અકળ અવિનાશીએ ન જ જાયે કન્યો; અધર ઊધરની માંહે મહાલે. નરસૈયાને સ્વામી સકળ વ્યાપી રહ્યો... પ્રેમના તંતમાં સંત ઝાલે.” નરસિંહની ચેતનાની પરબ્રહ્મ પ્રતિ ગતિનો આ બે પદે વચ્ચેનો ઇતિહાસ લાંબો અને રોમાંચક છે. આરંભનાં વર્ષો ઘણાં વર્ષો લગી યુવાન નર કે જ્યારે સ્ત્રીના વેષ સજીને ગોપીભાવ અનુભવી કબપ્રેમમાં રત થવા પ્રયત્નશીલ છે ત્યારે તે ઉઘાડે શુગાર ગાય છે. તેને મન ગોપી “આહીરડી માતી તાતી” છે અને તે પુરુષ છતાં સ્ત્રીને વેષ સજી ગોપીના ભાવો અનુભવવા પ્રયત્ન કરે છે. પુરુષ સ્ત્રી બનવા પ્રયત્ન કરે, પણ તેમાં શૃંગારના સ્ત્રી સહજ ભાવો ક્યાંથી આવે ? આમ થાય તેથી તો પછી બેફામ ભંગાર બહુધા વાચ્ય રૂપે જ નિરૂપાય. અનંતરાય યોગ્ય જ કહે છે. “મીરાંનાં કાયાને હૈયુ સ્ત્રીનાં હતાં. એનો શૃંગાર ત્રીસહજ મર્યાદાનો લેપ કરતા નથી. સ્ત્રી હોવાથી મીરાંને ગોપીભાવ સહજ હતો... નરસિંહ અને દયારામ જેવા પુરુષ જ્યારે ગોપીભાવનો અંચળો ઓઢે છે ત્યારે એમની ક૯૫ના અને રસિકતા એમની પાસે પુરુષ સુલભ પ્રાગલભ્યથી શૃંગાર નિરૂપણમાં મર્યાદાનું અતિક્રમણ કરાવે છે. મીરાંનું સ્ત્રીત્વ એને આ ભયથી દૂર રાખે છે.” નરસિંહ પર નગ્ન શૃંગાર નિરૂપવાનો આરોપ પણ થાય છે અને તેને તે જવાબ પણ વાળે છે– “તમે જાણે વિષ પરસ ગાયો, મારો હરિ શું પ્રેમ ઉભરાય; હરિલીલા શણગાર જ ગાતાં વિષયી નહી કહેવાય.” અને નરસિંહની આ વાણી ગુજરાતે મસ્તીભરી, ભક્તિભાવ સમૃદ્ધ, તન્મયતાયુક્ત કવિવાણી તરીકે આરંભથી જ અપનાવી છે, કારણુ, सरसापि कवेर्वाणी हरिनामाङ्किता यदि । सादरगृह्यते तज्झः शक्तिमुक्तान्विता यदि ॥ “(ગારાદિ, રસોથી યુક્ત હોવા છતાં કવિવાણી હરિના નામથી અંકિત હોય તે સહૃદયને અને વિદ્વાને તેનું આદરસહ ગ્રહણ કરે છે.” સમય જાય છે, કણનાં નવાં નવાં વ્યક્તિનાં દર્શન નરસિંહને થાય છે. તેનો કૃષ્ણ હવે કેવળ ગોપીને હાલ નથી. હવે તે યોગેશ્વર ઈશ્વર, સગુણ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ, સર્વવ્યાપી પરમાત્મા બની જાય છે. અને આ અનુભવ સાથે નરસિંહના મસ્ત, ઉઘાડા, બેફામ, શૃંગારના રંગ ફટકી જાય છે. ઘેલી, મસ્ત, તેફાની ગોપીમાંથી નરસિંહ નમ્ર ભક્ત, દાસ, દીનતાભર્યો સેવક અને મુગ્ધ મુમુક્ષ બની જાય ગુજરાતમાં સંતવાણીને વિકાસ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108