Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 97
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir સંગીત અને ગાન , બાલકૃષ્ણની મૂર્તિ સમક્ષ મીરાં નૃત્ય કરતી કે તંબૂરા હાથમાં રાખી પોતાનાં રચેલાં પદોનું ગાન કરતી. તેથી જ તો જાણીતું છે કે- “પગ ઘુંઘરુ બાંધી મીરાં નાચી રે...” * શિવજીની કૃપા કરીને ભગવાન કૃષ્ણની રાસલીલામાં રત બની પાછે નરસિંહ આવ્યો, હાથમાં કરતાલ લઈ તે નાચતે હતા, એને માટે કહેવાયું છે કે એ જ નરસૈયો, પણ હતો તે તે નહીં જ. એના મુખ પર તેજ છે. એની આંખોમાં ઘેન છે એના પગ અને હાથના લહેકામાં શરમ નથી. એના રાગમાં તલસાટ છે,” (મુનશી) આમ ભગવદ્ ભક્તિમાં રત નરસૈયો પોતાના હૃદયમાંથી ચૂંટાઈન વહેતા ભાવનું ગાન સંગીતમય બાનીમાં કરતાલ સાથે કરતો હતો. પ્રેમાનંદની દસ આંગળીઓ પરની વીટીઓ તેની સામે ગોઠવેલી માણુ પર જુદા જુદા રાગ સાથે સંગીતમય વાણીમાં આખ્યાનોને રસાળ પ્રવાહ વહેવડાવતી હતી. અત્યંત મધુર કઠે દયારામ તંબૂર ૫ર ગાન કરતા. તેમણે, પ્રેમાનંદે, આ સંત કવિઓએ અનેકાનેક રસે સાથે ભક્તિ રસની, હરિરસની રમઝટ બોલાવી લેક હૃદયનાં એકાગ્રતા, પ્રસન્નતા, મુગ્ધતા છતી લીધાં તે આ ગાન અને વાદ્યમય સંગીતના પ્રભાવે. સંગતને જે હૃદયને ડોલાવતે મૃદુ પ્રભાવ છે તે અન્ય કલાઓમાં ઓછો જોવા મળે છે. તેમાં પણ આ સંતકવિઓ તો નૃત્ય, અભિનય, હાવભાવ પણ કામમાં લેતા. આ રીતે તેમણે “નૃત્ય, ગીત વાદ્ય ચ ત્ર૫ સંગીતમુચ્યતે.” એ વ્યાખ્યા અનુસાર માનવહૃદયના સમ, ઊંડા, ઊર્ધ્વગામી ભાવોને મૃદુ, પ્રાસાદિક, સંગીતમય વાણીમાં વહેવડાવવાનું પસંદ કર્યું, તે પણ આ સંતની વાણીના વિશાળ આબાલવૃદ્ધ જનસમાજ પરના જાદુઈ પ્રભાવનું એક અમોધ બળ છે. સંગીત સામાન્ય રીતે મૃદુતા અને માધુર્ય સાથે અદ્વૈત સાધે છે અને એ રીતે શ્રોતાના હૃદયને સભર ભરી દે છે; અવિસ્મરણીય અનુભૂતિ અને રસાસ્વાદનમાં તરબોળ કરી દે છે. મીરાંનાં પદો-ભજનની મૃદુતા નરસિંહનાં પદોની મસ્તી અને દયારામના ગાનની, મધુરતાને મોટો આધાર આ સંગીત, ગાને એ છે. ગીતલક્ષણ આ શબ્દોમાં આપવામાં આવ્યું છે सुस्वर सुरस चैव मधुर मधुराक्षरम् । सालंकार' प्रमाण च षड्वय" गीतलक्षणम् સંકર સ્વરવાળ', સરસ, મધુર અને મધુર અક્ષરોથી યુક્ત, તાનપલટા ભર્યા', તાલબદ્ધ આ' છ લક્ષણો ગીતનાં છે.” આપણા તમામ મુખ્ય સંતકવિઓએ સમૃદ્ધ એવા પ્રમાણમાં આ છ યે લક્ષણો પૂરી વિવિધતા સહ પિતાની રચનાઓમાં સાકાર કર્યા છે. અને તેમણે વહાવ્યો છે રસ, કૃષ્ણભકિતને રસ. પરમાત્મા માટે એટલે આ સંતકવિઓની દષ્ટિએ કૃષ્ણ માટે પણ કહેવાયું છે કે સૌ હૈ સ: અને કેટકેટલાં જાયાં અજાણ્યાં રાગરાગણી તેમણે પ્રજ્યાં ? કેટલા નવા રાગે ઘડ્યા ? રાગનું વૈવિધ્ય અને ઉત્કૃષ્ટ સંગીતમય ગાન આમ આ સંતવાણીના પ્રભાવને બલવત્તર બનાવવામાં અનેરી રીતે ઉપકારક બને છે. - પંદરમી સદીથી અઢારમી સદીનાં ત્રણ વર્ષ એ ગુજરાતના ભક્તિકાવ્ય અને ભક્તિસંગીત એટલે કે સંતવાણીને સુવર્ણયુગ છે. આ યુગના સંતકવિઓની વાણીનાં સામાન્ય લક્ષણે આ રીતે સમજયા પછી હવે આપણે મુખ્ય સંતકવિઓની સાધના આલેચીએ. નરસિંહ નાગર નરસિંહના કુટુંબના ઈષ્ટદેવ શિવજી તેની કૃપાથી નરસિંહને શ્રીકૃષ્ણની રાસલીલાનાં દર્શન થયાં. અને તે સાથે તેણે જીવનભર કૃષ્ણ ભક્તિગાન કરવાને, કૃષ્ણમય બની જવાનો દઢ સંકલ્પ કરી ૧૮૨] સામી : ઍકટોબર, '૯૩–માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108