Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જીવનની અનુભૂતિ એ જ પ્રમાણ
ભારત પર પરાનું પૂજક છે, રૂઢિગ્રસ્તતા પણ આ દેશમાં ઓછી નથી. આ પર પરાને છેડીને કાઈક મહાનુભાવ જુદી રીતે જીવન ધડતર કરવા ચાહે તે સમાજ તે સરળતાથી સહન કરી શકતા નથી. પરિણામે આવા મહાનુભાવાને જીવનમાં ધણું સહન કરવુ પડે છે. દુનિયાડાહ્યા, પરમ્પરાના પૂજક, પ્રતિષ્ઠાના ખ્યાલામાં રાચતા નાગરાને કારણે નરસૈયાને કેટલા તિરસ્કાર, ફિટકાર, બહિષ્કાર સહન કરવા પડ્યો! તેમને કારણે જીવનભર નરસૈયાને અસદ્ય પરિતાપ સહન કરવા પડયા. નરસિંહે એક વખત તે પ્રભુને વિનંતી કરી છે.
અને
તે
“નિરધન તે વળી નાત નાગરી હિર ન આપીશ અવતાર રે.”
મીરાંને રાણાજીના અને સમગ્ર સમાજના કેટલા ત્રાસ સહન કરવાને આવ્યા ! તેને આખરે વતન છેડવું પડયું ! કૃષ્ણના પરમભક્ત શ્યારામને પણુ સમાજે સારી પેઠે હેરાન કર્યા છે. કારણ એ જ કે તે કૃષ્ણને વર્લ્ડ' હતાં, માનતાં હતાં કે,
“કૃષ્ણ વિના ખીજું સર્વાં કાચુ '' (નરસિંહૈં)
અને સ કારણ ?
“સુરંદર શ્યામ શરીર માટે દિલ સુ ંદર શ્યામ શરીર—'' (મીરાં) “અનુપમ એ અલખેલેા રસિયા જીવન મૂળી દયારામની.” (ધ્યારામ)
આ બધા અણુગમા, તિરસ્કાર, ફિટકાર, બહિષ્કાર આ સાને ઓછા પરિતાપકર બન્યાં નથી. અને છતાં આ સંતકાવિએ પેાતાની ભક્તિમાં, કૃષ્ણપરાયણતામાં, કૃષ્ણ ભક્તિગાનમાં દૃઢ રહ્યાં છે; જીવનના લાધેલા નવા માર્ગ તેમણે છેાડયો નથી. નરિસંહ તા પોતાના તિરસ્કાર કરનાર ભાભીને કહે છે—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્ય ભાભી તમે ધન્ય માતાપિતા કષ્ટ જાણી મને યારે કીધી; તમારી કૃપા થકી હિરહર ભેટિયા, કૃષ્ણુએ મારી સાર કીધી.’ પ્રિયજનેાના ત્યાગ છતાં મીરાં કહે છે- હેાની હાય સેા હાઈ”
“ગાવિંદો પ્રાણ અમારા રે, મને જગ લાગ્યા ખારા રે; મને મારા રામજી ભાવે રે, ખીજો મારી નજરે નાવે રે.”
કૃષ્ણમાંની આ અટલ શ્રદ્દા, તપરાયણુતા, કૃષ્ણપ્રતિ આ આત્મસમર્પણના ભાવે આ કવિની ચેતના જે રીતે વિકસાવી છે અને જે બળ આપ્યું' છે તેથી જ તેા નરસિંહને માટે મુનશી કહે છે—
“પણુ નરસૈંયા આવા ઉદ્ગારા તેા કચિત્ જ કાઢે છે; ખરું જોતાં દુષ્ટ પજવનારાઓના ક્રૂર વતનથી એ જાણ્યે અજાણ્યે નીકળી જાય છે. એ વનથી તેનું કામળ હૃદય ધવાય છે. એનાં સંસારી દુ:ખો વધે છે. અને મુશ્કેલીખાના તાપથી એના જપતા હૈયામાંથી ખરી મહત્તાનું શુદ્ધ કાંચન બહાર આવે છે. નરૌ। ધીમે ધીમે ઈશ્વરપ્રણિધાન સેવતાં મહાત્મા બને છે અને પેાતાના નિર્દેલ હુયના ઊંડાણમાંથી સનાતન પ્રેરણાના ઊભરા કાઢે છે.''
આ જ સત્ય મીરાંને લાગુ પડી શકે, જ્યારામને પણુ કાઈ પણ સંત કવિને માટે અલ્પ ચા બહુ પ્રમાણમાં આ જ વાત સત્ય છે.
આ કારણેસર આ કવિઓનું જીવન અને કવન ને જનહદય માટે પ્રેરણારૂપ, મ ́ત્રરૂપ બન્યાં છે. સંત કવિઓની વાણી પાછળ ધમકતા સધમય જીવન, સાંસારિક ત્રસ્ત જીવને તેમની દૃઢતા, અટલતા, પ્રભુમાંની શ્રદ્ધા, ભક્તિની શક્તિ વગેરેને કારણે જનહૃદયને પણ ધણું ધણું આપ્યુ છે.
J&«}
[સામીપ્યઃ ઑકટોબર, '૯૩-મા', ૧૯૯૪
For Private and Personal Use Only