Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારણ સ્પષ્ટ છે. મીરાં, દયારામ, નરસિંહ વગેરે ભક્તકવિઓ છે, સંતકવિઓ છે, માત્ર કવિઓ નથી. આ કવિઓમાં ભક્તિનું તત્વ વધારે કે કવિત્વનું, એ વિચારીએ તે, કદાચ પ્રેમાનંદને બાદ કરતાં બાકી બધા પ્રથમ સંત અને ભક્ત અને પછી કવિઓ છે. કારણ, પ્રેમાનંદને બાદ કરતાં કવિતા કરવી એ અન્ય કવિઓને વ્યવસાય નથી, કવિ બનવા માટેની કેળવણી પણ તેમની નથી. તેમણે પિતાની ભક્તિને વાચા આપવા માટે જ કવિતા કરી છે. અનેક પુનરુક્તિઓ થાય, એકને એક વિચાર ફરી ફરી વર્ણવાય, અલંકારસભરતા ન જામે, ભાવોની ચિત્તાકર્ષક પ્રસનકર મૃદુતા ન જામે-કશાની પણ આ 1 કવિઓને ચિંતા નથી. કવિ તરીકે તેઓ ખૂબ મૂલવાયા, આસ્વાદાયા છે, છતાં આપણે તેમના દોષ બતાવીએ તે તેઓ કહેશે કે અમને કવિ ન ગણો તો પણ શું ? નરસિંહ માટે કહેવાયું છે.
...પણ એને સપ્રમાણતા કે શિષ્ટતા સાથે કયાં લેવાદેવા છે ? અને ક્યાં કવિ તરીકે કીતિ મેળવવી છે? એ દીન ભક્તને માત્ર ગોવિંદના ગુણ ગાયા કરવા છે, એટલે ફરી ફરીથી તેની તે વાત તેને તે શબ્દોમાં કે એવા બીજા શબ્દોમાં, સંકુચિત ક૯૫નાથી અને ગણ્યાગાંઠ્ઠા ભાવોથી કહ્યું જ રાખે છે.” - ભક્તિએ, પ્રભુપરાયણતાએ તેમના હૃદયના કવિતા પ્રવાહને પ્રેર્યો, ઉરે એમ લાગશે.
જનસામાન્યના હૃદયની ભક્તિ, ધર્મભાવના, સંસ્કારિતા, શાશ્વતમૂલ્યપ્રિયતાને બહાર લાવનાર, પ્રેરનાર, પોષનાર આ કવિતાપ્રવાહ તેમના રચનારાઓની હૃદયગત ભક્તિભાવના, તેમના સંતપણાની ભાવનાને લીધે વહ્યો છે અને વહેતાં વહેતાં સમગ્ર ગુજરાતને વ્યાપી વળ્યો છે; ગુજરાત અને દેશની અણમોલ 1 સંપત્તિ બની ગયો છે. આ સંત કવિઓ આજે પણ જીવંત છે, ગુજરાતના ધમ, નીતિ, શિષ્ટતા, સંસ્કારિતાના શાશ્વત ભાવોથી ધબકતા હૈયાને ચેતનાનાં પીયૂષ પાતા રહ્યા છે. જનસામાન્યની ચેતનાનાં ઉત્તમ મૂલ્યોને પિતાનાં કરી, ખીલવી, નવી જાગૃતિ અને ગુણવત્તા અપી, તેનું નવનિર્માણ કરી ભારતની ભારતીયતાને સજીવ રાખનાર, તેની અસ્મિતાને નવું ગૌરવપ્રદાન આ કવિઓએ કર્યું છે. આ જ આ કવિઓના અમરત્વનું રહસ્ય છે. કૃષ્ણભકિતનું પ્રાધાન્ય, છતાં
નરસિંહ-મીરાંના સમયથી શરૂ કરીને છેક અખ-દયારામના સમય સુધીની વિધમી કે જનવિરોધી સત્તા, દેશના જ અસામાજિક તત્તવો દ્વારા લૂંટફાટ, પ્રજાનું શોષણ, કેટલાક ઉદાર રાજવીઓ અને , સત્તાધીશે છતાં સાચી સલામતિનો અભાવ વગેરેને કારણે, બંગાળ, પંજાબ વગેરે જેવી વિપરીત નહીં તો પણ સુખકર નહીં જ એવી સામાજિક સ્થિતિ મનસુખલાલ ઝવેરી આ રીતે રજૂ કરે છે
પ્રજાને આત્મા ઊંડે ઊંડે દુભાયો હતો. તેને તેજોવધ થયો હતો. કેઈ વ્યક્તિ, તેમ , જ પ્રજા પિતાને તેજોવધ હેજે ભૂલી શકતી નથી. આ કપરી સ્મૃતિ સમગ્ર પ્રજાજીવન ઉપર એક વાળની આછી ઘેરી છાયાની માફક છાઈ રહી છે.” અને આનંદશંકર વિશેષ પ્રકાશ પાડે છે–
“આપણા આત્માના ઘણાખરા ભાગમાંથી જીવન જ જતું રહ્યું હતું. એની અવલોકન શક્તિ "; લુપ્ત થઈ ગઈ હતી. એને સંસારનો સ્વાદ મરી ગયો હતો. ગૃહ, રાજ્ય આદિ મનુષ્યજાતિએ ઉપજાવેલી
ભાવનાઓમાંથી એને રસ ઊડી ગયો હતો. માત્ર એને એક ભાગ કંઈક સચેત રહ્યો હતો, અને તે દમઆ સ્થિતિમાં લોકસમાજને મનોરંજન પૂરું પાડવા સાથે તેની સંસ્કારભૂખની તૃપ્તિ આ કવિઓએ કરી છે. મીરાંથી શરૂ કરી દયારામ સુધીના આ કવિઓમાં એક વિલક્ષણ તત્વ એ છે કે તેમણે સૌએ લગભગ સમાન ભાવે કૃષ્ણભક્તિનું ગાન કર્યું છે અને કૃષ્ણજીવન તથા તેની સાથે
સિામીપ્ય : ઍકટોબર, '૯૩–માર્ચ, ૧૯૪
For Private and Personal Use Only