Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારસંભવમાં કાવ્યશાસ્ત્રીય સંકેતો
જાગૃતિ પંડયા
સાહિત્ય અને સાહિત્યશાસ્ત્ર પરસ્પર અભિન્ન રીતે સંકળાયેલા છે. સાહિત્યશાસ્ત્રના પ્રભાવ નીચે સાહિત્ય રચાય છે. એ જ રીતે ઉપલબ્ધ સાહિત્યના અનુલક્ષમાં સાહિત્યશાસ્ત્રના સિદ્ધા હોય છે. સાહિત્યશાસ્ત્રના ગ્રન્થની રચના પૂર્વે થઈ ગયેલા સાહિત્યસ્વામીઓની રચના જે તે શાસ્ત્રીય સિધાન્તોથી તદન નિરપેક્ષ રીતે જ થઈ હોય તે સ્વાભાવિક પણ છે. અને બહુધા લાગ્રન્થાને આધારે જ લક્ષણગ્રન્થોની રચના થતી જોવા મળે છે. અત્યારે ઉપલબ્ધ કાવ્યશાસ્ત્રીય ગ્રન્ય ભારતમાં આવતી કાવ્યશાસ્ત્રીય ચર્ચા (ના. શા., અધ્યાય-૧૬) બાદ કરતાં, લગભગ સાતમી સદીની આસપાસ રચાયેલા છે. તે પહેલાં પણ સાહિત્યશાસ્ત્રનું ખેડાણ થયું હશે પરંતુ તે અંગેની ખાસ માહિતી આપણને છે નહીં. જો કે, સાહિત્યશાસ્ત્રને સમુચિત વિકાસ ન થયો હોય ત્યારે તે અંગેની સભાનતા જે તે કવિનાયકારની રચનામાં જણાય નહી તો પણ અસપ્રજ્ઞાત રીતે ય તે રચનાઓમાં જે તે સાહિત્યશાસ્ત્રીય વિગતોને સ્પર્શ થઈ જતો હોય છે. આ દૃષ્ટિએ કોઈ પણ સાહિત્યમાં પ્રાપ્ત થતા સાહિત્યશાસ્ત્રીય સંકેત અંગેની વિચારણા રસપ્રદ બની રહે છે.
સાહિત્યનાં સર્વ સ્વરૂપમાં મહાકાવ્ય વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેમાંય પાંચ મહાકાવ્યો સંસ્કૃષ્ટ ગણુયાં છે. તે છે કાલિદાસનાં રધુવંસા: તથા કુમારમ્ભવમ્, ભારવિનું ાિતાનીયમ, માઘનું ફિggrઢવધY અને શ્રીહર્ષનું રૌષધીજરિતY. તે પૈકી કાલિદાસકૃત “કુમારસંભવમાં પ્રાપ્ત થતા સીધી કે આડકતરા કાવ્યશાસ્ત્રીય નિદેશે અંગે વિચાર અત્રે પ્રસ્તુત છે. અનુગામી સાહિત્યશાસ્ત્રમાં પ્રયોજાયેલ પારિભાષિક શબ્દોની ઉપસ્થિતિ માત્રની નોંધ કરીને, જે તે પારિભાષિક અર્થમાં જે તે શબ પ્રયોજયેલો જણાય છે કે કેમ તેનું અન્વેષણ અથવા જે તે અર્થમાં પ્રયોજાયેલ જે તે શબ્દ પાછળથી તેને વિષે પ્રજાના પારિભાષિક કાવ્યશાસ્ત્રીય કે નાટયશાસ્ત્રીય સંદર્ભ તરફ લઈ જનાર સેતુરૂપ બને છે અથવા બની શકે છે કે કેમ તે અંગેના વિચાર અહી' અભિપ્રેત છે. તેમાં પ્રાપ્ત થતી કાવ્યશાસ્ત્રીય તેમજ નાટ્યશાસ્ત્રીય વિગતોને અકારાદિકમે નિરૂપીશું અને પછી શકય હોય તે તેને વિષયવિચારના સંદર્ભમાં પણ વગીકૃત કરીશું. કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વિના જ આપણે આ પરીક્ષણ કરીશું.
૦ મહામૂ–અંગહાર એ નાટયશાસ્ત્રીય વિગત છે. તેનો નિર્દેશ કુમારસંભવમાં એક વાર મળે છે. જેમ કે,...grá ×ત્રિતા હારમ્ I (૭-૯૧ d) ટીકાકાર તેનો અર્થ “અંગવિક્ષેપ' એવો આપે છે.
૦ મુત-નવ રસમાં ગણના પામેલ આ રસસંજ્ઞા તેના શાબ્દિક રૂપમાં જ પ્રાપ્ત થાય છે; રસરૂપે નહીં, જેમ કે, મુર્તઝમવ: પ્રમાવાસ્ત્રસિદ્ધને ધ્યવિવિંધાતા |
અમિષા–અભિધા નામે શબ્દશક્તિને સંકેત અહીં જોઈ શકાય છે. તેને નિર્દેશ બે ઠેકાણે પ્રાપ્ત થાય છે, જેમ કે,
વ્યાખ્યાતા, સંસ્કૃત વિભાગ, એચ. કે. આર્ટસ કૉલેજ, અમદાવાદ
૧૪૦].
[સામીય : ઑક્ટોબર, '૮–માર્ચ, ૧૯૯૪
For Private and Personal Use Only