Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
એગણીસમી સદીમાં સૌરાષ્ટ્રમાં સામાજિક સુધારાનુ
આંદોલન*
www.kobatirth.org
એસ. વી. જાની +
ઓગણીસમી સદી એ ભારતના ઇતિહાસમાં સામાજિક સુધારાની દૃષ્ટિએ મહત્ત્વને સમય ગવામાં આવે છે. આ સદીએ ભારતમાં સુધારાની સદી બની રહી અને તેણે આધુનિક યુગમાં પ્રવેશ કર્યાં. નવા પ્રવાહોની શરૂઆત અને તે ઘટનાએ પ્રત્યે પ્રતિસાદ આ સમયમાં વધારે આવિષ્કાર પામે છે.' આ સમય દરમ્યાન પાશ્ચાત્ય દેશેશના સષ' તથા પાશ્ચાત્ય સાહિત્ય અને વિજ્ઞાનના અભ્યાસના પરિણામે રાજકીય, આર્થિક સહિત સામાજિક ક્ષેત્રે મહત્ત્વના અનેક ફેરફાર થયા. પરિણામે ભારતને સમાજ સુધારા અને પરિવત નના વળાંકે આવી પહોંચ્યા.
સૌરાષ્ટ્રમાં પણ ૧૮૦૬-૦૮ માં વોકર-કરાર થતાં સૌરાષ્ટ્રમાં મરાઠામેની અવારનવાર થતી મુલકગીરી ચડાઈ આના અત આવ્યે અને સૌરાષ્ટ્રમાં શાંતિની ઉષા પ્રગટી, તેમાં પણ ૧૮૨૦ માં બ્રિટિશ સત્તાએ ગાયકવાડ સાથે કરાર કરતાં સૌરાષ્ટ્રમાં બ્રિટિશરાની સર્વોચ્ચ સત્તા સ્થપાઇ. તે વર્ષમાં જ અ'ગ્રેજોએ રાજકોટમાં એજન્સીની કેડી સ્થાપી. તેથી ૧૮૨૦ તું વ સૌરાષ્ટ્રમાં વિવિધ ક્ષેત્રે એક નવા યુગને ઉદ્દય સૂચવે છે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં બ્રિટિશ કોડીની સ્થાપનાને પરિણામે તે સૌરાષ્ટ્ર બહારના અતેક પ્રદેશે. સાથે સપર્ક માં આવ્યું તથા તેનાથી સાંસ્કૃતિક ક્ષેત્રે નવા પ્રવાહની શરૂઆત થઇ.૪ સૌરાષ્ટ્રના સમાજ અને અતંત્ર ઉપર પણ તેની અસર થઈ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓગણીસમી સદીના પ્રારભે ગુજરાતમાં સૌ પ્રથમ સ્વામી સહાનંદે (૧૭૮૧–૧૮૩૦) પ્રા. લિકાગત હિન્દુ માળખામાં રહીને પરિન લાવવાના પ્રયાસ કર્યાં હતા. તેમને ગુજરાતના આદ્ય સુધારક કહી શકાય. સૌરાષ્ટ્ર પણ્ તેમનુ` કા ક્ષેત્ર હતું. સૌરાષ્ટ્રમાં તેમણે છેકરીઓને દૂધ-પીતી કરવાની પદ્ધતિને વિરાવ કર્યાં હતા. તેએ તેને ત્રિ-હત્યા (સગાની હત્યા, બાળકની હત્યા અને સ્ત્રીની હત્યા) કહેતા.પ ઉપરાંત તેમણે સોની પ્રથા દૂર કરવાના પ્રયાસેા કર્યાં તથા લેકને વહેમ કે મત્રતંત્રમાં આસ્થા ન રાખવાના ઉપદેશ આપ્યા ૬
津
પશ્ચિમ ભારતમાં સામાજિક ક્ષેત્રે સુધારા માટેના પ્રયત્ન સૌ પ્રથમ મુંબઈમાં અને પછીથી સુરત તથા અમદાવાદમાં થયા હતા. ગુજરાતની સમાજ સુધારા માટેની સૌ પ્રથમ મહત્ત્વની એવી સચ્ચા નવ ધર્મ સભા’' સુરતમાં ૧૮૪૪માં સ્થપાઈ હતી. તેની સ્થાપનામાં દુર્ગારામ મંછારામ દવે (૧૮૦૯-૧૮૭૬)એ મહત્ત્વનેા ભાગ ભજવ્યેા હતા. આ સભાના મુખ્ય હેતુએ હતા જ્ઞાતિભેદ નાબૂદ કરવેા, વિધવા વિવાહને ઉત્તેજન આપવુ, મૂતિ પ્રશ્નને અંત લાવવા, ખેાટા વહેમે ખુલ્લા પાડવા, જાદુગર તથા ભુવા જતિનો વાતા ખુલ્લી પાડી વગેરે. આ સંસ્થાની મર્યાદાએ હોવા છતાં તે બ્રિટિશ શાસનતી સ્થાપના પછી પશ્ચિમ ભારતમાં ઉઠ્ય પામી રહેલ સામાજિક જાગૃતિની પ્રથમ મૂ અભિવ્યક્તિ હતી. શિક્ષણ મારફત સામાજિક સુધારાને પ્રાત્સાહન આપવા ૧૮૪૮ માં અમદાવાદમાં ધી ગુજરાત વર્નાકયુલર સેાસાયટી'' સ્થપાઈ હતી.
+
૧૬૨]
ગુજરાત ઇતિહાસ પરિષદના ૧૭ મા અધિવેશન, અમદાવાદ મુકામે રજૂ કરેલ સંશોધન લેખ
પ્રાધ્યાપક અને અધ્યક્ષ, અનુસ્નાતક ઇતિહાસ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
[સામીપ્ટ : કટોબર, '૯૩-મા', ૧૯૯૪
For Private and Personal Use Only