Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 87
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રિટિશ ઇન્ડિયામાં જેમ ચળવળને વેગ વધતો ગયો તેમ તેની અસરે મહેસાણા પ્રાંતમાં વર્તાઈ. ૧૯૪રમાં અમદાવાદના કાપડ મિલ કામદારે હડતાળ પર જતાં સિદ્ધપુરના કાપડ-કામદારોએ પણ હડતાળ પાડી.૩૫ પ્રજામંડળ અને સ્વાતંત્ર્ય ચળવળની પ્રવૃત્તિઓ સિવાય વડોદરા રાજ્યની મુસ્લિમ પરિષદનો પણ ઉલ્લેખ કરે જ રહ્યો. આ પરિષદ ‘મુસ્લિમ લીગ ઑફ ઇન્ડિયા'ની નીતિને અનુસરતી, જેની એક શાખા મહેસાણા ખાતે હતી.૩૬ પ્રજામંડળ સિવાય સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ પણ રાજકીય જાગૃતિ જાળવી રાખી, પ્રાંત પંચાયતમાં મોટા ભાગના સભ્યો ચૂંટાઈને આવેલા. તેમના પ્રમુખપદે જિલ્લા કલેકટર હતા. બંધારણીય ફેરફાર થતાં કુલ સભ્યોના બે તૃતીયાંશ સભ્યો ચૂંટાયેલા હોવા જોઈએ અને તેમના દ્વારા જ પ્રમુખ નીમાતો. શ્રી પુરુષોત્તમદાસ પટેલ, શ્રી ગનીભાઈ તાજમહમદ અને શ્રી પશાભાઈ બી પટેલે આ મંડળના પ્રમુખ તરીકે સેવા બજાવેલી. ૧૯૪૯ માં રાજ્યનું એકીકરણ થતાં પ્રાંત પંચાયત જિ૯લા લોકલ બૅમાં ફેરવાઈ જેના ચૂંટાયેલા પ્રમુખ શ્રી સાંકૂળચંદ પટેલ હતા.૩૭ ફરજિયાત શિક્ષણ અને સ્થાનિક સ્વરાજ્યની સભાઓએ જિલ્લાના લોકોની રાજકીય જાગૃતિને પાયે હચમચવા ન દીધો. સ્વાતંત્ર્ય સંગ્રામમાં સાબરકાંઠા જિલ્લાનું પ્રદાન : આ જિલ્લાની સ્વાતંત્ર્ય સંગ્રામ અંગેની વિગતોમાં ૧૮૫૭ અને ૧૮૫૮ માં ફેલાયેલી અંધાધૂંધી બંગભંગના પ્રત્યાઘાત, અસહકારની ચળવળ, દાંડીકુચની અસર, હિંદ છોડો ચળવળ(૧૯૪૨)ની ઉત્તેજનાને સમાવેશ થાય છે, જેની વિગત નીચે મુજબ છે. - ૧૮૫૭–૧૮૫૮ માં ફેલાયેલી અંધાધૂધી : મહીકાંઠા એજન્સીને વિસ્તાર બળવાની સીધી અસર હેઠળ આવ્યો ન હતો. છતાં તેની આડ અસર કાયદા અને વ્યવસ્થાના પાલનમાં થઈ હતી. આ અંગે ચાંડપ અને મુદેટાં (ઈડર તાલુકા)ના બે બનાવો નોંધપાત્ર છે. ગાયકવાડે ૧૦ ઘોડેસ્વારને કેળીઓને નાથવા ચાંડપ ગામે મૂકેલા અને મુદેટીના ઠાકોરને ઈડર દરબાર અને અન્ય લેણદારોનું ચીરકાલીન કરજ ચૂકવવા અશક્તિમાન હોઈ ફંડ મેળવવા જોધપુર જતા રોકવાને લીધે ઠાકોરે ઈડર દરબાર અને અંગ્રેજો સામે બંડ પોકારેલ.૩૮ ૧૬ મી સપ્ટેમ્બર, ૧૮૫૭ ના રોજ ચાંડપ ખાતે બંડ શરૂ થયાની વિગત ૨૪ સપ્ટેમ્બર, ૧૮૫૭ ના રોજ મહીકાંઠાના પોલિટિકલ એજન્ટ મેજર હાઈટલોકે લખેલા પત્રમાં મળે છે. ૩૮ ત્યાર બાદ ૨૮ સપ્ટેમ્બર, ૧૮૫૭ ના રોજ ગાયકવાડના ઢંઢેરામાં ચાંડપના ગામેતી લેકેને ધમકી આપવામાં આવેલી.૪૦ ચાંડપના ગામેતીઓના મુખ્ય આગેવાનો નાથાજી અને થમાળ હતા.૪૧ છેલ્લે ૨૫ ડિસેમ્બર, ૧૮૫૭ના રોજ નાથાજીએ પોલિટિકલ એજન્ટને ધમકીભર્યો પત્ર લખેલ.૪૨ પાછળથી ચાંડપના કેટલાક કાળીઓએ નવા સ્થળે વસવાટ કર્યો અને નાથાજીના મૃત્યુ પછી કેળીઓની પ્રતિકાર શક્તિ પણ ઘટી.૪૩ મહીકાંઠા એજન્સીમાં ઈડરના શાસક હેઠળ મુદેટી એક નાની જાગીર હતી. ૧૮૫૮માં આ મુદેટીન ઠાકોરે ઈડર દરબાર અને અંગ્રેજો સામે બંડ પોકાર્યું. ઠાકોરને ઈડર દરબાર અને અન્ય લેણદારનું રૂ. ૪૧,૯૫૮ નું ચીરકાલીન કરજ ચૂકવવાનું હતું. પરિણામે ઈડર શાસકે ઠાકોર સુરજમલને આપવામાં આવતું ભણું બંધ કર્યું અને આ બાબત મેજર હાઈટ કને જણાવી. મેજર હાઈટલોકની ત્રણ ચકવણાની વિનંતીને માન આપી ઠાકોરે પૈસા મેળવવા જોધપુર પિતાના સસરાને ત્યાં જવા રજા માંગી ઠાકોરને જોધપુર જવા દેવાયા નહિ. પરિણામે કંઈ પણ સૂચના આપ્યા વગર ઠાકોર નાસી ગયા. ૧૭૨] [ સામીપ્ય : ઓકટોબર, ’૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108