Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આથી ઈહિ દરબાર મીમાં પોલિસથાણ રાખે જેને કોરે જોરદાર વિરોધ 1.૪૫ બહાઈટલોક ઠાકોરને સમજાવવાનો પ્રયાસ કર્યો ૪૬ ૨૨ મે, ૧૮૫૮ ના રોજ ઠાકોર સુરજમલ વાટાઘાટ અથે મુદેટી પાછા આવ્યા. પરંતુ તેમની વાટાધાટ નિષ્ફળ જતાં પુનઃ ટેકરીઓમાં નાસી ગયા અને સરકાર સામે લડવા તૈયાર થયા ૪૭ ૯ ઓગસ્ટ, ૧૮૫૮ના રોજ મેજર હાઈટૉકની સૂચના હેઠળ કૅપ્ટન
બ્લેક મુદેટી પર હુમલો કર્યો.૪૮ હુમલે નિષ્ફળ જતા શેકસપિયરની સૂચનાથી કૅપ્ટને બ્લેક અને કૅપ્ટન હીકોકે હુસેનપાનની લશ્કરી ટુકડી સાથે ૨૨ ઓગસ્ટ, ૧૮૫૮ ના રોજ મુદેટી પર હુમલો કર્યો. મુદેટીના મકરાણીઓ હાર્યા આથી ઠાકોરે ટેકરીમાં રહી મુદેટી પાછું મેળવવા પ્રયત્નો કર્યા. ૭ સપ્ટેમ્બર, ૧૮૫૮ ના રાજ ઠાકોર પર સરકારે સૈનિકોએ ચેતરફથી હુમલો કર્યો ત્યારે સુરજમલ અને તેના સાથીઓ ટેકરીઓના ઊંડાણમાં જતા રહ્યા.૫૦ અહી' સુરજમલ પિતાને સાથી સહિત બળવાખોર સદુ કેસ સાથે જોડાયો. મેજર વ્હાઈટૉક નિષ્ફળ જતાં સરકારે સુરજમલને અંકુશમાં રાખવા ૨૨ નવેમ્બ’, ૧૮૫૮ ના રેજ કંપ્ટ રાઈફને મહીકાંઠાના પૉલિટિકલ એજન્ટ તરીકે નીમ્યા, કૅપ્ટન રાઈફના પ્રયત્ન અને મુદેટીના ઠાકોરની આર્થિક તેમજ લશકરી નબળાઈને લીધે ઠાકોરે ઈડર દરબારની શરણાગતિ સ્વીકારી.’ આ મુદેટીને બળ લગભગ એક વર્ષમાં શમ્યો.૫૧
બંગભંગના પ્રત્યાઘાત અને અસહકારની ચળવળ આ જિલ્લામાં બંગભંગના સીધા પ્રત્યાઘાત પડયા ન હતા. તેમ છતાં જિલ્લાના સ્વાતંત્ર્ય સંગ્રામનું કેન્દ્ર મોડાસા હતું. અહીંના કેટલાક આગેવાનોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું. જિલ્લાના શ્રી મથુરદાસ લાલજીભાઈ ગાંધીના પ્રયત્નોથી લોકજાગૃતિ અર્થે પ્રજામંડળની સ્થાપના કરવામાં આવી. ૧૯૦૫ની સ્વદેશી ચળવળ અને બગભગ ચળવળથી પ્રેરાઈ અહીંના સર્વશ્રી મથુરદાસ ગાંધી, જોઈતારામ ભટ્ટ, મોહનલાલ વી ગાંધી અને ચંદુલાલ એસ. બુટાલાએ રાષ્ટ્રીય હાકલને માન આપીને સરકાર વિરુદ્ધ સંખ્યાબંધ ભાષણો કર્યા તથા લોકોને વિદેશી માલનો બહિષ્કાર કરવા જણાવ્યું.૫૨ મોડાસામાં પહેલુ રાજકીય ભાષણ વલભદાસ બાપુજી દેસાઈના પ્રમુખપદે થયુ.૫૩
૧૯૨૦ માં શરૂ કરાયેલ ગાંધીજીની અસહકારની ચળવળના ટેકામાં શ્રી મથુરદાસે સ્થાનિક વેપારીઓને વિદેશી માલ નહિ વેચવા જણાવ્યું. ૧૯૨૨-૨૩ દરમિયાન તેમણે ૨ટિયા પ્રવૃત્તિને વેગ આપ્યો અને ૨૪૦ રેંટિયા તે કેવળ મોડાસા ખાતે જ વપરાયા. ૫૩ તિલક સ્વરાજ્ય ફંડ માટે ફાળે ઉઘરાવાયો. આ વેળાએ તાલુકા કોંગ્રેસ સમિતિ પણ સક્રિય બની. મોડાસા હાઈસ્કૂલને રાષ્ટ્રીય શાળા બનાવતા સરકારે આર્થિક સહાય બંધ કરી. ‘કુમાર મંદિર' શરૂ કરવામાં આવ્યું. લગભગ ૪૦ જેટલા માણસોએ મેજિસ્ટ્રેટ તરીકે સેવા આગવા તત્પરતા દાખવી.પ૪
જિલ્લાના યુવાનોએ ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ નો દિન સંપૂર્ણ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવે. આ દિવસે તેમણે આઝાદી અંગેનાં ભાષણે આપ્યાં, ધ્વજ ફરકાવ્યો તથા આઝાદી હાંસલ કરવાના શપથ ગ્રહણ કર્યા.૫૫
૧૨ માર્ચ, ૧૯૩૦ ના રોજ મહાત્મા ગાંધીજીએ શરૂ કરેલ દાંડી કૂચમાં જિલ્લાના કેટલાક યુવાને અભ્યાસ છોડીને જોડાયા. કેટલાકે પત્રિકાઓ છપાવી અને સત્યાગ્રહના ટેકામાં જાહેર ભાષણે કર્યા. શ્રી ભોગીલાલ સ્વયંસેવકેનું જુથ મીઠાને કાયદાનો ભંગ કરવા લસુંદ્રા લઈ ગયા. આમાંથી સામૂહિક ચળવળ શરૂ થઈ અને જિલ્લાના યુવાનોએ જકાત વગર મીઠું વેચ્યું. જાહેર ભાષણ કર્યા તથા જિ૯લામાં ઠેરઠેર “સ્વરાજ મીઠું' વેચવામાં આવ્યું.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઉત્તર ગુજરાતનું પ્રદાન]
[૧૭૩
For Private and Personal Use Only