Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 86
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજાપુર મહાલને માણસા રાજ્યનો વિસ્તાર અને મહેસાણુ મહાલને કટોસણ-જોટાણુ વડોદરા રાજ્યના ભાગ હતા.૨૪ ‘હિંદ છોડો' ચળવળનો ઠરાવ પસાર થતાં રાજય પ્રજમંડળની વડોદરા ખાતે એક કાર્યવાહક સમિતિની મિટિગ ભરાઈ. આ મિટિંગમાં હિંદ છોડો' ચળવળના ઠરાવને ટેકો જાહેર કરવામાં આવ્યો અને લોકોને તેમાં સક્રિય ભાગ લેવા જશુાવાયું. સરઘસ કાઢવાનું નક્કી થયું અને લોકોને રાજકીય પ્રવૃત્તિ અને પ્રગતિથી વાકેફ કરાયા.૨૭ લેક જુસ્સાની કોઈ સીમા ન રહેતાં મહેસાણા પ્રાંતના જુદા જુદા ભાગોમાં સભા સરઘસ અને ભાષણોને દોર શરૂ થયો. વીસનગરમાં લો કે સભા મોકૂફીના પડકારને ઝીલવા બજારમાં એકઠા થશે, ત્યારે પોલિસે ગોળીબાર કર્યો. જેમાં એક યુવાન કાર્યકર ગોવિંદરાવ ઉતારકર મરા.૨૮ શ્રી સંકળચંદ રાઈદાસ પટેલ અને અન્ય રાજકીય કાર્યકરોને વીસનગર ખાતે પોલિસ કસ્ટડીમાં કેદ કરવામાં આવ્યા. લોકેનું એક મોટું ટોળું પોલિસ ચેકીએ ગયું. વાતાવરણ તંગ બનતા શ્રી સાંકળચંદ પટેલે લેકેને વિખેરાઈ જઈ ચળવળને શાંતિથી ચલાવવા વિનંતી કરી. પાછળથી તેમને મહેસાણા જેલ ખાતે કેદ કરવામાં આવ્યા. ૨૮ પુનઃ કાર્યક્રમની જાહેરાત થતાં સર્વશ્રી પુરષોત્તમદાસ પટેલ, વિજયકુમાર ત્રિવેદી, સોમનાથ યાનિક અને અન્યને કેદ કરી જેલમાં મોકલાવાયા. કલોલ ખાતે શ્રી છોટાભાઈ પુરષોત્તમદાસ પટેલના પ્રમુખપદે આઝાદ ચોકમાં એક સભા ભરવામાં આવી, જ્યાં સર્વશ્રી પુરષોત્તમદાસ લલુભાઈ, નટવરલાલ પંડિત અને અન્યની ધરપકડ કરવામાં આવી.૩૦ કલોલમાં લોક લાઠીચાર્જને ભોગ બનતા લોકલાગણી ઉશ્કેરાઈ. આ વેળાએ કલોલ પાસેના સઈજ ગામે જન્માષ્ટમીઓ મેળો ભરાયે. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધે. લોકમાનસમાં ભયનું વાતાવરણ પેદા કરવા પચ્ચીસ પોલિસ સાથે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલિસ મેળામાં ગયા. અહીં પિલિસ-વિરોધમાં પ્રતાપજી ઠાકરડા મરા. આથી મામલે બિચકતા પોલિસે ચોરામાં આશ્રય લીધો. પણ લોકોએ તે કેરોસીન છાંટી ચરાને સળગાવ્યો. પોલિસે ચોરની પાછલી બાજુએથી બારી તેડી ભાગવાનો પ્રયત્ન કર્યો. તેમ છતાં પોલિસે લોકલાગણી અને ગુસ્સાનો ભોગ બનવું પડ્યું. ૩૧ અને એક કેજદાર સહિત ચાર-પાંચ પોલિસે મરાયા. એક ફોજદાર તો રાતભર ઝાડ પર રહ્યો. અન્ય પિલિસ આવતા તે ગામમાં આવ્યો. આ વેળાએ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર સ્થાન કડીનું સર્વ વિદ્યાલય હતું. રેલવે નાળાની ભાંગફાડ થતાં વિદ્યાલયના કેટલાક શિક્ષકોને પણ કેદ કરવામાં આવ્યા. ૩૨ સઈજના બનાવ બાદ એથી અફવા ફેલાઈ કે ટેન ભરીને લકર ગામને નાશ કરવા મોકલવામાં આવી રહ્યું છે ત્યારે વડાવ સ્વામી, ઈસદ અને પાનસરના લોકોએ રેલવે લાઈનના પાટા ઉખેડી નાંખી રેલવે વ્યવહાર ખોરવી નાંખે. પરિણામે એક માલવાહક ગાડીને મોટો અકસ્માત થયો. પેલિસથી બચવા શ્રી મગનભાઈ પટેલ અને વડાવસ્વામી ગામના અન્ય કેટલાક ભૂગર્ભમાં જતા રહ્યા. કેટલાક નવયુવકોએ ભૂગર્ભ પ્રવૃત્તિ ચાલુ રાખી, જ્યારે અન્ય કેટલાક છુપા વેશે ગુજરાત બહાર જતા રહ્યા.૦૩ વદરા રાજ્યમાં સભા-સરઘસ મોદી હોવા છતાં સભા-સરધસના કાર્યક્રમો થતા રહ્યા, એથી વિશેષ તે અમદાવાદ અને વડોદરાથી મોકલાવેલ મુદ્રિત પત્રિકાઓ સભાઓમાં ખુલે આમ વાંચવામાં આવતી.૩૪ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઉત્તર ગુજરાતનું પ્રદાન] [૧૭૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108