Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 89
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir મોડાસા, ધનસરા અને અન્ય ગામોમાં સમાચાર પત્રિકાઓ દીવાલ પર ચટાડવામાં આવી. મે, ૧૯૩૦ માં અમદાવાદ પ્રોહિબિશન સોસાયટીના ઉપક્રમે મોડાસા, ધનસુરા અને ડેમાઈ મુકામે દારની દુકાન પર પિકેટિંગ કરાયુ, મહાજને વિદેશી માલનો બહિષ્કાર કર્યો. હજારો સ્ત્રી-પુરુષોએ સ્વદેશી માલ વાપરવા અને વિદેશી માલનો બહિષ્કાર કરવાના શપથ લીધા. આ માટે શ્રી મથુરદાસ ગાંધી જિલ્લામાં ઠેરઠેર ફર્યા', ભાષણે કર્યા અને લોકોમાં જાગૃતિ અને દેશભક્તિની ભાવના કેળવી. જિ૯લાના મુબઈ ભણતા કેટલાક યુવાનો અભ્યાસ છોડી મોડાસા આવ્યા. મોડાસા સુધરાઈએ પણ તેના કર્મચારીઓને સ્વદેશી માલ વાપરવા આગ્રહ કર્યો.પ૭ ઑગસ્ટ, ૧૯૩૦ માં મેડાસા ખાતે “રાષ્ટ્રીય સપ્તાહ ઉજવવામાં આવ્યું. યુવાન વર્ગ જુથમાં વહેંચાઈ અને આજુબાજુના ગામોમાં ફરી ધર્મયુદ્ધ' પત્રિકાઓ' લોકોમાં વહેંચી.૫૮ “રણુનાદ' અને “સ્વરાજગીત' જેવી પુસ્તિકાઓ જપ્ત કરવામાં આવી અને પ્રેસ પાસે એકની ૫૦૦ રૂપિયા લેખે બાંહેધરી લેવામાં આવો. ચળવળ છેક નાના ગામ સુધી પહોંચી. ધાબરોલના શ્રી મગનભાઈ પટેલ, સકારિયાના શ્રી ડાહ્યાલાલ અને અન્ય કામદારોની ધરપકડ કરવામાં આવી.પ૮ આથી સર્વશ્રી ચંદુલાલ એસ. બુટાલા, રમણલાલ મગનલાલ શાહ, પુરષોત્તમ શાહ અને રમણલાલ ગાંધીએ સરકાર વિરુદ્ધ ભાષણે ક્યાં અને ધરપકડ વહોરી.૪૦ જ આ ચળવળને રસપ્રદ વળાંક મળ્યો. ૧૯૩૧ની વસતિ ગણતરીને શહેર અને ગ્રામ વિસ્તારમાં બહિષ્કાર કરવામાં આવ્યો. સરકારી કર્મચારીઓએ પણ સહકાર આપ્યો નહિ. મોડાસાના શ્રી રમણલાલ સાનીગુજરાત વિદ્યાપીઠના શ્રી નરહરિ ભટ્ટ અને શ્રી છબિલદાસ શાહ જિ૯લાના ગામેગામ ફર્યા અને લોકોને વિદેશી માલનો બહિષ્કાર કરવા આગ્રહ કર્યો. શ્રી જમનાદાસ દેસાઈ, ગોપાલદાસ સુરા, પાનાચંદ દોશી અને ઓચ્છવલાલ દોશીએ ગાબટ, ઉભરાણ, સરસેલી, ડેમાઈ બાયડ, ઈલા, સાઠંબા વગેરે સ્થળાએ કરી વિકેશી માલની ખરીદી કે વેચાણ બંધ કરાવ્યું. આ સિવાય માલપુર, વડાગામ, બેસવડા સાથરા, બાકરોલ, પાંડરવાડા, અંબાલિયા, વીરપુર, વગેરે ગામએ પણ સહકાર આપ્યો.૬૧ શ્રી ગોપાલદાસ સુરાની ૨૪ જાન્યુઆરી, ૧૯૩૧ના રોજ ધરપકડ થઈ મોડાસાના શ્રીમતી મણિબેન દેશીએ પણ એક મોટ સરઘસ કાઢેલ, જકાત વગર મીઠ' વેચેલ તેમજ સ્ત્રીઓમાં રાજકીય જાગૃતિ પેક કરી.૨ ૪ જાન્યુઆરી, ૧૯૩૨ના રોજ થયેલ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ અને કારાવાસથી ઉશ્કેરાયેલા જિ૯લાના કામદારોની પણ ધરપકડ થઈ. ૧૯૩૩માં સામાજિક પ્રવૃત્તિઓ માટે મોડાસા પ્રદેશ સેવાસંધ’ સ્થપાયું. ૬૩ હિંદ છોડો ચળવળ (૧૯૪૨) : ઑગસ્ટ ૧૯૪૨ની 'હિંદ છોડો ચળવળ'ની અસરથી પણ આ જિલ્લો વંચિત રહ્યો નથી. મોડાસાના શ્રી રમણલાલ એમ. ગાંધી, શ્રી નવરલાલ ગાંધી અને શ્રી મથુરદાસ ગાંધી, ધનસુરાના શ્રી મોહનલાલ દાસભાઈ અને પુનમચંદ પંડયાએ ચળવળમાં ભાગ લઈ ધરપકડ વહોરી. ૬૪ મોડાસા હાઈસ્કૂલના વિદ્યાથીઓ ત્રણ મહિનાની લાંબી હડતાળ પર ગયા. અઠવાડિયામાં બે પત્રિકાઓ પ્રગટ કરતા અને ખાનગીમાં વહેંચતા. સભાઓ ભરતા અને સરઘસ કાઢતા. કેટલાક યુવાનો તે ભાંગફોડિયા પ્રવૃત્તિ પણ કરતા. ટપાલપેટીઓ મુકવામાં નાંખી દેતા કે સરકારી ઇમારતો પર ફટાકડા ૧૭૪] [ સામીપ્ય : ઍકટોબર, ૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108