Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪૯ માં રાજયનું વિલિનીકરણ થતાં વડોદરાં રાજ્યના લોકોના મનમાંથી સામાજિક અને રાજકીય બાબતે અંગેના મતભેદો દૂર થયા. મહારાજાની છત્રછાયા હેઠળ જવાબદાર સરકાર રચવાને હેતુ બર આવ્યો. પ્રજામંડળે પણ રાજ્ય અને તેના અધિકારીઓ સાથે સામંજસ્ય સાધી કામ કર્યું. ડો. સુમંત મહેતા, શ્રી અમાસ તૈયબજી, દરબાર ગોપાળદાસ અને સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા આ પ્રજામંડળને પ્રેરણા અને માર્ગદર્શન મળ્યા ૧૬
- તા. ૨૦-૧૦-૧૯૩૧ ના રોજ પ્રજામંડળે તેની પહેલી શાખા શેરથા આશ્રમ, શેરથા (કલેલ' તાલુકા) મુકામે શરૂ કરી. ત્યાર પછી ચાણસ્મા, મહેસાણા, તલ, સિદ્ધપુર, ઊંઝા, કડી અને પાટણ મુકામે પ્રજામંડળની શાખાઓ કરવામાં આવેલી.૧૭
જિલ્લાના વકીલે પણ પ્રજામંડળ અને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સક્રિય રહ્યા હતા. ૧૯૧૮ પહેલાં પણ તેઓ એક યા બીજી રીતે પ્રજા મંડળ અને કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. ખાદીને પ્રોત્સાહન આપવાની સાથે સાથે તેઓ જ્ઞાતિઓ કે દા૨ની દુકાનના વિરોધમાં સક્રિય ભાગ લેતા. ૮
પ્રજામંડળની પહેલી સભા રાવ બહાદુર હરગોવિનદાસ ડી. કાંટાવાળાના પ્રમૂખપદે નવસારી ખાતે રાખવામાં આવેલી, મહેસાણું જિલ્લામાં ૧૯૨૪ માં પાટણ ખાતે થી સભા શ્રી એમ. એચ. કાંટાવાળાનાં પ્રમુખપદે, ૧૯૩૧ માં કડી ખાતે નવમી સમા શ્રી સી. ઝેડ. સુતરિયાના પ્રમુખપદે,. ૧૯૩૭ માં વીસનગર ખાતે ચૌદમી સભા શ્રી પ્રાણલાલ મુનશીના પ્રમુખપદે અને ૧૯૪૦ માં મહેસાણા ખાતે સોળમી સભા શ્રી વલ્લભભાઈ પટેલના પ્રમુખપદે ભરવામાં આવેલી. ૧૯૩૫ માં રાજ્ય પ્રજામંડળની કાર્યવાહક સમિતિની સભા કોલ ખાતે રાખવામાં આવેલી. આ દરેક સભામાં પ્રજાહિતના નિર્ણય કરવામાં આવેલા તથા મંડળની સભામાં પ્રતિનિધિઓએ ખાદીના કપડાં પહેરી હાજરી આપવાનો નિર્ણય પણ કરવામાં આવેલે.૧૮
૧૯૪૬ માં વડોદરા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ. રાજ્ય પ્રજામંડળે તેના પ્રતિનિધિઓ સમગ્ર રાજ્યમાં ઊભા રાખ્યા. તેના એક બે સભ્યોને બાદ કરતા બધા જ સભ્યો ચૂંટાઈ આવ્યા. વડોદરા સરકારે દેશના તત્કાલીન રાજકીય વાતાવરણ અને ચૂંટણીનાં પરિણામોને ધ્યાનમાં લઈ જવાબદાર સરકારની યોજના જાહેર કરી. મુખ્ય પ્રધાન ડે. જીવરાજ મહેતાના નેજા હેઠળના પ્રજામંડળમાં શ્રી રામચંદ્ર જમનાદાસ અમીનને (ગોઝારિયા, તા. વિજાપુર) પ્રધાન બનાવાયા, અને શ્રી મફતલાલ મોતીલાલ પટેલ (કાટલી, તા. સિદ્ધપુર) ને સંસદમંત્રી બનાવાયા. તેમણે વડાદરા રાજયનું મુંબઈ સાથે વિલિનીકરણ થતાં સુધી ફરજ અદા કરી. વડોદરા રાજ્ય વિધાનસભાએ મહારાજાને ગાદીએથી હઠાવવાનો અતિહાસિક ઠરાવ કર્યો. ત્યારબાદ ભારત સરકારે વડોદરા રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલિનીકરણ કર્યું. આમ વડોદરા રાજ્ય પ્રજામંડળે નિશ્ચિત બેયની પ્રાપ્તિ કરી.૨૦
વડેદરા રાજ્ય પ્રજામંડળની સ્થાપના બાદ જિલ્લાને અસર કરનાર મહત્ત્વને બનાવ રોલેટ એકટ અને ગાંધીજીને સત્યાગ્રહ હતાં.
રોલેટ એકટ અને સત્યાગ્રહ : ૧૯૧૭ના અંતમાં ભારત સરકારે મિ. જસ્ટીસ રોલેટના પ્રમુખપણ હેઠળ એક કમિટિ નીમી, જેને મિ. જસ્ટીસ કુમાર સ્વામી શાસ્ત્રી (મદ્રાસ હાઈકેટ) અને સર પ્રવેશચંદ્ર મિટર (કલકત્તા હાઈકોર્ટના અગ્રગણ્ય વકીલ) જેવા બે ભારતીય ન્યાયશાસ્ત્રીઓ સભ્ય હતા. આ કમિટિએ ભારતમાં થયેલ ક્રાંતિકારી ચળવળ સાથે સંકળાયેલી ગુનાહિત પ્રવૃત્તિઓના સ્વા૫ અને વિસ્તાર અંગેની તપાસ કરી અહેવાલ તૈયાર કરવાનો હતો.૨૧ કમિટિએ ૧૫ એપ્રિલ, ૧૯૧૮ના
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઉત્તર ગુજરાતનું પ્રદાન ]
[૧૯
For Private and Personal Use Only