Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વબચાવ કેવી રીતે કરી શકે? તથા આજુબાજુના ગામોના હુમલાઓને કેવી રીતે મારી હઠાવે ? ગ્રામવાસીઓએ નજીકના કેળીઓના શસ્ત્રો પણ જપ્ત કરવા જણાવ્યું.'
પાંચ રજપૂત ગામોનાં ખાસ કરીને ઉનાઉ (કલેલ), કડી અને ભીલોડિયાના રજપૂતે તે બાળપણથી જ હથિયારની ટેવવાળા હતા. તેથી તેમણે હથિયાર જપ્તી સામે પોતાના રૂઢિગત અધિકારનું તથા પડોશી ગામોના હુમલા અ ગેનું બહાનું કાઢયું. નંદાસન (કડી)ના રહેવાસીઓને મહેતા, દેસાઈ અને ઈશ્વરભાઈ જેવા વડોદરાના કામદારોએ સમજાવ્યા તથા હથિયાર સાંપવા અંગે ધમકી પણ આપી. ગ્રામવાસીઓ નહિ માનતા દરબારે લેફટનન્ટ લિનિટની આગેવાની હેઠળ રધુનાથ અને અન્ય કામદારને મોટા લશ્કર સહિત મોકલ્યા. આ બંનેએ પટેલ અને કારકુનની મદદથી ચાર તાલુકામાં નિ:શસ્ત્રીકરણનું કામ આગળ ધપાવ્યું. પચાસ કી સવારે અને તે પગાડી લલ્લુભાઈ અને વડોદરા કામદારની મદદે કડીથી ખેરાલુ મોકલવામાં આવી.૧૨
આનેડિયા અને આડ(વિજાપુર)ના ગ્રામવાસીઓએ પણ હથિયાર સોંપવાની ના પાડતા સત્તાવાળાએ સખત પગલાં લીધા. આ બે ગામના ઝઘડા વિશે ભીખુભાના સંદેશાવાહકોએ સાચી હકીકત જણાવી. જમીનદારના દબાણને વશ થઈ આનોડિયાવાસી આ બાબતે મૌન રહ્યાં. બીજી મે, ૧૮૫૮ ના રોજ સ્થાનિક સત્તાએ તેમની સામે કુચ કરવાની ધમકી આપી. બીજે દિવસે આ ગ્રામવાસીઓ ઘરની બહાર આવી ખડકીમાં ભેગા થયા અને બહારની ચોકીઓ પરના સૈનિકોને મળતા પાણી પુરવઠો બંધ કર્યો અને સ્થળ છોડી જવા હુકમ કર્યો. સમયસરના વધારાના લશ્કરી આગ મનથી પરિસ્થિતિ થાળે પડી. આથી વડેદરા સરકારે ગ્રામવાસીઓ સામે સખત પગલાં લીધા. ભીવરાવ રામચંદે લોકોને કુટુંબ તથા ઢોરઢાંખર સહિત નિયત જગ્યાએ જવા દબાણ કર્યું અને ભીલ સૈનિકોને તેમની સામે લડવા મોકલ્યા. આને ગ્રામવાસીઓએ વીરતાથી સામનો કર્યો. પરિણામે ગ્રામવાસીઓને નમાવવા આનેડિયા ગામને આગમાં ભસ્મીભૂત કરવાનો નિર્ણય લેવાયે.૧૩
અન્ય રાજયોના કેટલાક બળવાખોરોએ સાધુના વેશે રહી બાકીનું જીવન જિ૯લાના કેઈક સ્થળે રહી વીતાવ્યું. આવી વ્યક્તિઓમાં બોરિયાસ્વામી (બાજોલ) તરીકે પ્રચલિત એવા શ્રી સદાશિવ સરસ્વતી અને પાટણના સ્વામી રામગીરનો સમાવેશ થાય છે. આ બંનેએ ૧૮૫૭ના બળવામાં ભાગ લીધો.૧૪
બંગભંગના પડઘા : રાજકીય જાગૃતિનો બીજો અગત્યનો બનાવ ઈ. સ. ૧૯૦૬ ના બંગમંગથી ઉદ્ભવેલ તેફાની ચળવળને હતે. આ જિલ્લામાં પણ ગુજરાતના અન્ય ભાગોની જેમ આની અસર થયેલી. પાટણની આગેવાની હેઠળ સ્વદેશી માલને ઉરોજન મળ્યું અને વિદેશી માલનો બહિષ્કાર થયો.૧૫
વડોદરા રાજ્ય પ્રજામંડળ (૧૯૨૬) : વડોદરાના હીઝ હાઈનેસ મહારાજના આશ્રયે ૧૯૧૬ માં નીચેના હેતુસર પ્રજામંડળની સ્થાપના કરવામાં આવી. (૧) વિવિધ વર્ગના લોકોને એકબીજાના સંપર્કમાં લાવી લોકો માં એકતા અને સહકારની ભાવના
જગાડવી. (૨) લોકેાની અગવડ અને અડચણેનું નિરાકરણ કરવું. (૩) હીઝ હાઈનેસ મહારાજ સાહેબના આશ્રયે જવાબદાર ધારાસભા ચવી.
૧૬૮ ]
સિામીપ્ય : ઓકટોબર, '૯૩–માર્ચ, ૧૯૯૪
For Private and Personal Use Only