Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રોજ ભારત સરકારને અહેવાલ સુપરત કર્યો. તેમાં કરેલ ભલામણના આધારે બે ખરડાઓ કે જેને
લેટ ઍકટ” કહેવામાં આવ્યો, તે ભારતીય ન્યાયતંત્રમાં જ કરવામાં આવ્યા. આ ખર સામાન્ય ગુનાહિત કાયદામાં કેટલાક કાયમી ફેરફાર આણવાનો હતો. તે ભારતીય નેતાઓએ તેનો વિરોધ કર્યો કે આની મૅટફડ સુધારા પ્રવૃત્તિ પર દ્વેષયુક્ત અસર થશે. જે આ ખરડે પસાર કરવામાં આવશે તે મહાત્મા ગાંધીજીએ જાહેર કર્યું કે તેઓ સત્યાગ્રહ કરશે અથવા અસહકારની ચળવળ શરૂ કરશે. આ ખરડે પસાર થતાં ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં ૬ એપ્રિલ, ૧૯૧૯ ના રોજ સત્યાગ્રહ શરૂ કર્યો, જેના પડઘા મહેસાણે જિલ્લામાં પડયા. આ ચળવળના જુસ્સામાં કલેલના મહાશંકર નરસિંહરામ પંડ્યાએ મિલિટરી જમાદાર ઈમામખાનને મારી નાંખે. સર ચુનીલાલ શેતલવાડના સભ્યપદ હેઠળની ખાસ અદાલતમાં કેસ ચાલ્યો. ભારતીય દંડસંહિતાની કલમ ૧૨૧, ૩૦૨ અને ૪૩૬ હેઠળ ૨૩ જૂન, ૧૯૧૯ ના રોજ શ્રી પંડયાને ખૂનના ગુના બદલ સજા ફરમાવાઈ. તેમને સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા થઈ અને તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી.૨૨ ૧૯૨૦માં તેમને થાણુની સેન્ટ્રલ જેલમાં પછી અલાહાબાદ, કલકત્તા અને અંતે આંદામાનની પૉટ પ્લેઈરની જેલમાં રાખવામાં આવ્યા. જેલમાં પણ માથાભારે કેદી ગણવાથી તેમને ભયંકર યાતનાઓ વેઠવી પડી. આના વિરોધમાં તેમણે ઉપવાસ શરૂ કર્યા. થોડા સમય બાદ તેમને અને વીર સાવરકરને મદ્રાસ લાવવામાં આવ્યા અને ત્યાંથી પૂનાની યરવડા જેલમાં ખસેડવામાં આવ્યા. પરી કેદની સજા ભોગવ્યા બાદ ૧૪ જાન્યુઆરી, ૧૯૩૭ ના રોજ જેલમાંથી છૂટી તે પિતાના વતન કલેલ પાછા ફર્યા. ગુજરાત સરકારે તેમનું માસિક રૂા. ૨૦ નું રાજકીય પેન્શન ઠરાવ્યું અને ધીરે ધીરે રૂા. ૫૦ સુધીનું થયું'.૨૩
૧૯૩૦ના સત્યાગ્રહ : ગાંધીજીએ ફેબ્રુઆરી, ૧૯૩૦ માં સંપૂર્ણ આઝાદી મેળવવા અસહકારની ચળવળ શરૂ કરી, એપ્રિલ, ૧૯૩૦ માં ભારતભરમાં મીઠાનો સત્યાગ્રહ અને વિદેશી માલની હોળી કરવાના કાર્યક્રમો શરૂ થયો. આ જિલ્લામાં પણ જોરશોરથી આવી પ્રવૃત્તિઓ શરૂ થયેલી. જિલ્લાના પ્રજામંડળે અખિલ ભારતીય કોંગ્રેસે આપેલા કાર્યક્રમને સબળ ટેકો આપ્યો. જિલાની સ્ત્રીઓ પણ મોટી સંખ્યામાં કોંગ્રેસના એલાનને માન આપી આ કાર્યક્રમમાં જોડાઈ અને તેમની ધરપકડ પણ થઈ પાટણની કેટલીક સ્ત્રીઓ અમદાવાદના સાબરમતી આશ્રમમાં પ્રૌઢશિક્ષણના ચલાવતી હતી. આ અરસામાં પ્રજમંડળે દારુની દુકાને પરના પિકેટિંગ, વિદેશી માલનો બહિષ્કાર કે મીઠાના સત્યાગ્રહ જેવા કાર્યક્રમોને પૂરત ટેકે આપેલ. આ કાર્યક્રમમાંથી જિલ્લાના લોકોમાં રાજકીય જાગૃતિનો જુવાળ વ.૨૪
શ્રી તળજાભાઈ કેશરભાઈ દેસાઈએ પ્રજામંડળની આગેવાની લીધી, પ્રજામંડળના નેજા હેઠળ ગાયકવાડ વિર જિ૯લામાં ઠેર ઠેર સભાઓ, પ્રભાતફેરી કે ભાષાના કાર્યક્રમ થયા.૨૫ જિલાએ કરી ૧૪૨ માં ગાંધીજીના આદેશને માન આપી ‘હિંદ છોડો' ચળવળને સક્રિય ટેકો આપ્યો, જેની વિગત નીચે જણાવી છે.
હિંદ છોડો' ચળવળ (૧૯૪૨) : ૮ ઑગસ્ટ, ૧૯૪૨ ના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ મુંબઈ ખાતે હિંદ છોડો'નો ઠરાવ કર્યો. સ્વાતંત્ર્ય સંગ્રામને આ એક મહત્ત્વનો ભાગ હતોઆ નિર્ણયમાં આઝાદીની દેશવ્યાપી લાગણીને પડ હતા. ભારત એક મુક્ત અને સ્વતંત્ર રાઇ તરીકે યુદ્ધક્ષેત્રે ભૌતિક કે નૈતિક મદદ કરવાની શક્તિમાન છે. આ ચળવળમાં પણ અપવાદરૂપ નહિ એવા મહેસાણા જિલ્લાને મોટો ભાગ, સમી મહાલ સિવાય ખેરાલુ મહાલને ઘડવાડા વિસ્તાર,
૧૭૦]
[સામીપ્ય : ઑકટોબર, ૩-માર્ચ, ૧૯૯૪
For Private and Personal Use Only