Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 78
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતમાં સુધારાનાં મુખ્ય કેન્દ્ર સુરત અને અમદાવાદ હતાં, તે સૌરાષ્ટ્રમાં સુધારાનાં મુખ્ય કેન્દ્ર રાજકોટ અને જૂનાગઢ હતાં. સૌરાષ્ટ્રમાં બ્રિટિશ શાસનની સ્થાપનાને પગલે સામાજિક ક્ષેત્રે સુધારાનું વાતાવરણ સર્જાયું હતું. સૌરાષ્ટ્રમાં બ્રિટિશ વહીવટીતંત્રમાં અથવા દેશી રાજ્યોમાં મહત્વનાં હોદા ધરાવતા બ્રિટિશ અમલદારો અને દેશી અમલદારોએ આ ક્ષેત્રે પહેલ કરી હતી. જૂનાગઢના નાગર દીવાન રણછોડજી(૧૭૬ ૮-૧૮૪૧) એ સૌરાષ્ટ્રમાં રજપૂતોમાં પ્રવર્તતા છે કરીએને દૂધ પીતીના ચાલને નાબૂદ કરવા બ્રિટિશ સરકારને મદદ કરી હતી. આમ તેમણે સુધારા કરવામાં પરોક્ષ સહકાર આપ્યો હતો. પરંતુ સૌરાષ્ટ્રમાં સામાજિક સુધારાની ચળવળના મુખ્ય પ્રણેતા હતા. જૂનાગઢના શ્રી મણિશંકર જટાશંકર કિકાણ (૧૮૨૨-૧૮૮૪). શ્રી મણિશંકર કિકાણીએ જનાગઢમાં ૧૮૫૪ માં સુ૫થ પ્રવર્તક 'હની' સ્થાપેલી છે પછીથી “સૌરાષ્ટ્ર નાગર મંડળી” નામે ઓળખાતી આ સંસ્થાનો હેતુ પ્રચલિત રીતરિવાજોમાં ફેરફાર કરવા-કરાવવાનું હતું. આ સંસ્થા દ્વારા તેમણે ભાંગ-ગાંજ જેવો નશો ન કરવા અને અઘટિત રૂઢિઓ કાઢી નાખવા માટે પ્રયાસ કરેલા. શ્રી કિકાણી ૧૮૩૪ થી ૧૮૭૪ સધી રાજકેટમાં સ્થપાયેલ બ્રિટિશ પોલિટિકલ એજન્સીમાં વિવિધ હોદાઓ ઉપર રહ્યા હતા. બ્રિટિશ કોડીની સ્થાપના પછીના વર્ષોમાં રાજકેટ સૌરાષ્ટ્રની રાજકીય-સામાજિક-આર્થિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું હતું. સુરતના દુર્ગારામ મહેતા ૧૮૫૨ માં સુરતથી શિક્ષણ ખાતામાં બદલી પામીને રાજકેટ આવ્યા હતા. વળી ૧૮૫૩ માં અમદાવાદની અંગ્રેજી શાળાના હેડમાસ્તર ભોગીલાલ પ્રાણવલભદાસ કાઠિયાવાડના કેળવણી ખાતાનાં વડા તરીકે બઢતી પામીને રાજકેટ આવ્યા હતા. તે બનેના સક્રિય સહકારથી શ્રી કિકાણીએ રાજકેટમાં ૧૮૫૬ માં “વિદ્યાભ્યાસ મંડળી ની સ્થાપના કરી હતી. આ સંસ્થા પણ સામાજિક દૂષણે અને અંધશ્રદ્ધા તથા વહેમ દૂર કરવા પ્રયત્ન કરતી હતી. ઈ. સ. ૧૯૬૪માં શ્રી મણિશંકર કિકાણીએ જૂનાગઢમાં “જ્ઞાન ગ્રાહક સભા સ્થાપેલી. આમ તે એક સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવા માટેની સંસ્થા હતી. પરંતુ સાહિત્યના માધ્યમથી તે સંસ્થાએ સામાજિક સુધારાનું પણ કામ કર્યું હતું. શ્રી કિકાણી માનતા હતા કે વ્યવહાર માટે ગજરાતી, ઉનતિ માટે અંગ્રેજી અને ધર્મજ્ઞાન માટે સંસ્કૃત એ ત્રણે ભાષા જરૂરી છે. આ સંસ્થા સ્થાપ્યા પછીના બીજા જ વર્ષે ૧૮૬૫ માં આ સંસ્થાએ જૂનાગઢથી “સૌરાષ્ટ્ર દર્પણ નામનું માસિક પત્ર શરૂ કરેલુ. આ માસિકે નવા વિચારોનો ફેલાવો કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. શ્રી કિકાણીએ આમાં પુનર્લગ્ન તથા મૂર્તિપૂજા જેવા વિષયો ઉપર લેખ લખ્યા હતા. પછીથી રૂદ્રજી સુંદરજી રાણાના તંત્રીપદ હેઠળ તે નવજીવન પામ્યું હતું. અને માસિક તેની ચાર હજાર નકલે વેચાતી હતી તે તેની પ્રસિદ્ધિ દર્શાવે છે.૧૧ સર્વશ્રી મણિશંકર કિકાણી, ભાવનગરના દીવાન ગૌરીશંકર ઓઝા, જૂનાગઢના દીવાન ગોકુળજી ઝાલા તથા દુર્લભજી બાપુભાઈ, કૃષ્ણાજી ભગવાનજી, કબા ગાંધી (ગાંધીજીના પિતા) વગેરેના પ્રયત્નોથી રાજકોટમાં ઈ. સ. ૧૮૬૫ માં “વિદ્યાગુણ પ્રકાશન સભા સ્થપાઈ હતી. પછીથી ૧૮૬૭ માં કરસનદાસ મૂળજી જેવા પ્રસિદ્ધ સુધારક કાઠિયાવાડના પલિટિકલ એજન્ટના મદદનીશ તરીકે રાજકેટમાં નીમાતાં સૌરાષ્ટ્રની સુધારાની પ્રવૃત્તિને વેગ મળ્યો હતો. તેમના પ્રોત્સાહન...અને શ્રી કિકાણી. ઉત્તમરામ નરભેરામ, નગીનદાસ વ્રજભૂષણદાસ વગેરેના પ્રયત્નોથી રાજકોટમાં ૧૮૬૮ માં “વિજ્ઞાન ઓગણીસમી સદીમાં સૌરાષ્ટ્રમાં સામાજિક સુધારાનું આંદોલન ] [૧૬૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108