Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગામ : દૂર તથા નજીક : સ્થળનામના પરિપ્રેક્ષ્યમાં
મણિભાઈ મિસ્ત્રી * સ્થળ નામને ઇતિહાસ રસપ્રદ છે.
આ બાબતમાં વડોદરાસ્થિત ગુજરાત સ્થળનામ' સંસદે નોંધપાત્ર કામ કરેલું છે. તેને અહેવાલ “સંસદની વ્યાખ્યાનમાળા', ભાગ એકમાં પ્રાપ્ય વિદ્યામંદિર, વડોદરા તરફ પ્રસિદ્ધ કરેલ છે.
આ ગણતરી ૧૯૫૭ થી શરૂ થઈ હતી. . ભોગીલાલ સાંડેસરા તેના પ્રમુખ હતા તથા ડે. ૨. ના. મહેતા તેના મંત્રી હતા. કોઈ કારણસર ૧૯૬૨ માં તે પ્રવૃત્તિ મંદ પડી ગઈ.
સંસદને અહેવાલ જોતાં જણાય છે કે ડે. ૨. ના, મહેતાએ વડોદરા શહેર તથા તાલુકાનાં સ્થળ નામો વિષે વ્યાખ્યાનો આપ્યાં હતાં. હૈ. હરિપ્રસાદ શાસ્ત્રીએ મૈત્રક રાજ્યમાં ઉપલબ્ધ સ્થળનામો વિષે એક વ્યાખ્યાન આપ્યું હતું. સ્વ. ઉમાકાંત એ શાહે કશ્યપ સંહિતાનાં નામે વિષે એક વ્યાખ્યાન આપ્યું હતું. ભાનુપ્રસાદ ચેકસી એ ચરોતરનાં સ્થળ નામ વિષે વ્યાખ્યાન આપ્યું હતું, શ્રી અરુણોદય જાનીએ બુડત સંહિતામાં ઉપલબ્ધ સ્થળનામ વિષે વ્યાખ્યાન આપ્યું હતું. શ્રી સુરેશચંદ્ર કાંટાવાળાએ મત્સ્યપુરાણ અંતર્ગત નર્મદા માહાત્યનાં સ્થળનામો સંબંધી વ્યાખ્યાન આપ્યું હતું. સ્વ. કનૈયાલાલ દવેએ પાટણાં સ્થળનામો વિષે વ્યાખ્યાન આપ્યું હતું. શ્રી પુષ્કર ચંદરવાકરે ખંભાતનાં સ્થળનામો વિશે વ્યાખ્યાન આપ્યું હતું. પ્રા. નરોત્તમભાઈ વાળંદે ભરૂચનાં સ્થળનામો વિષે વ્યાખ્યાન આપ્યું હતું. કોઈ કાર સર મહેસાણા, વલસાડ, ડાંગ, કચ્છ જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના લગભગ બધા જ જિલ્લાઓમાં કંઈ કામ થઈ શક્યું નહોતું.
આ નિબંધમાં મહેસાણા તથા વલસાડ જિલ્લાઓનાં સવળનામો સંબંધી થોડો પ્રયાસ કર્યો છે.
કેટલીક વાર એક જ નામના એક કરતાં વધારે ગામો હોય છે. દાખલા તરીકે વલસાડ જિલ્લામાં એક “પારડી' ગામો છે, તેમને એક બીજાથી અલગ પાડવા આજુબાજુનાં ગામોને ઉપગ થાય છે. દાખલા તરીકે તાલુકાનું મુખ્ય પારડી છે, તે ઉપરાંત પારડી હરીઆ, પારડી પારનેરા, કિલે પારડી, સરપર પારડી, પલસાણા તાલુકામાં પારડી ધાના, પારડી કેબા; ચોર્યાસી તાલુકામાં પારડી કણદે તથા નવસારી તાલુકામાં સાતેય પારડી છે. ડે. રમણલાલ મહેતાએ પારડી વિષે એક પુસ્તિકા લખી છે, તેમજ ઘણી વધારાની માહિતી આપી છે.' બારડોલી તાલુકામાં પારડી વલોડ છે. મહેસાણા જિલ્લામાં આઠેક વાસણ ગામે છે, ચાણસ્મા તાલુકામાં ઝીલીઆ વાસણું, ગલોલી વાસણું; પાટણ તાલુકામાં ભૂતિયા વાસણ, ભાટ વાસણું, વીસલ વાસ, ટાંક વાસણ તથા ગુલવાસણ છે, વિસનગર તાલુકામાં જેતલ વાસણ છે.
કેટલીક વાર એક જ નામનાં ગામે અલગ ગગા નાનું, મોટું, ખારૂ, મીઠું વાપરી ગામ અલગ પાડવામાં આવે છે. પાટણ તાલુકામાં બે વાવડી છે મીડી વાવડી તથા ખારી વાવડી, હું પાટણ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે અઠવાડિયામાં એક વાર ચાલતે જતો હતો. રસ્તામાં જ
* નિયામક, વિજય મિસ્ત્રી કન્સ્ટ્રકશન લિ, અમદાવાદ ૧૬ ૦]
[ સામીપ્ય : ઑકટોબર, '૯૩-માર્ચ, ૧૯૯૪
For Private and Personal Use Only