Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 72
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ સમયે ખંભાતની દેવાની પોળ અને બળદેવની પાળ રાજમાર્ગ પર આવેલી હતી, જેની પાસે આ હાટ હશે. એને આગલે ભાગ દુકાન તરીકે અને પાછલે ભાગ વખાર કે રહેણાક તરીકે વપરાતો હશે. હાલમાં પણ પ્રાચીન ગામોમાં આ પ્રકારની હાટ હોય છે, એ હાટના વર્ણનમાં કેટલાંક વિશેષ શબ્દ જોવા મળે છે. જેમ કે પાટણ ઉઘાડી બારી કે નાને ખાંડણિ, કરી=જાડી દીવાલ, હાટડુ =દીવાલમાં ઊંડું નાનું એક બારણાવાળું કબાટ, જેનું બારણું દીવાલની સપાટીમાં જ હોય, ચબૂતરોચકલાં કબૂતર વગેરે માટે દાણા-પાણી મૂકવાની ઊઘાડી અગાસી, જેને કેટલીક વાર નીસરણી પણ હોય. ગભાણું ઢોર-ઢાંખરને રહેવાની જગ્યા ઉપરાંત રસોડું, પાણિયા, ટાંકુ, કૂઈ વગેરે તે હોય જ. આ બધા શબ્દ તત્કાલીન સ્થાપત્યકીય રચના પર પ્રકાશ પાડે છે. વ્યવસાય અને જ્ઞાતિ પરથી અવટંકનું સૂચન થાય છે. અહીં અડાલજ, મહેતા, પટેલ, ગાંધી, સલાટ, ચોકસી, દુધારા, ભાડભૂજા વગેરે અટકોની પ્રાચીનતાનું પણ સુચન થાય છે. એ સમયે અમદાવાદ-ખંભાત બંનેની ટંકશાળના રૂપિયાનું મૂલ્ય સરખું હશે. ૧૧ માસાના ચાંદીના રૂપિયા ચલણમાં ચાલતા હશે.૧૩ છતાં વ્યવહારમાં સંભવતી વિષમતા દૂર કરવા માટે સ્પષ્ટતા કરી છે કે જે રોકડા રૂપિયા ન આપી શકાય તો તેને બદલે વિનિમયના બીજા સાધનોરૂપે એ કિંમતના ઘરેણાં, વાસણે ઉપરાંત ગભાણમાં ઢોર-ઢાંખર પણ ભરપાઈ કરી શકાતા હશે. ' આ ખતપત્ર જે દિવસે લખાયુ એ દિવસે તા ૧૭-૯-૧૭૩૬ને શુક્રવાર આવે છે. તેથી વારની ગણતરીનો ફેર પડે છે.૧૪ આમ આ ખતપત્રમાંથી એ સમયના અમદાવાદના અને ખંભાતના મુખ્ય હોદેદારો અને ખંભાતની અગ્રગણ્ય વ્યક્તિઓનાં પણ નામો તથા વિગતે પ્રાપ્ત થાય છે. એ મુઘલકાલના ઇતિહાસની માહિતી સાથે માત્ર મેળવવા પૂરતી જ નહિ પરંતુ તેમાં ઉમેરો કરવા માટે પણ ઉપયોગી થઈ પડે છે. આથી એને સમાવેશ તત્કાલીન ઐતિહાસિક સાધનસામગ્રીમાં પણ કરી શકાય.૫ પાઠ શ્રી ગણેશાય નમ: ૧. સ્વસ્તિ : શ્રીમતૃ(નૂ)પ વિક્રમારક(ર્ક) સમઆયાતિ)(તી)ત સંવત ૧૭૯૨ના વરખે ભાદુવા વદ ૮ વા ગરેજી અદે ઘ) હ પાદશાહા શ્રી ઉમેહેમદ સાહા ગાજી [સુબેન કા રાઝ (જયં) કરોતિત તસ્યા દેસા(સ્યા)શાત ગુજ (જ)રાધીસ(શ) અમદાબાદ ૩. વાલે સેબે સાએબ માહારાજ શ્રી ૫ માહારાજ અભેસંગજી દીવ્યાની શ્રી ૫ અબદલ હસંનખાન ૪. શ્રી રાજનગર મળે છે. હવે શ્રી ખંભાત ખાલસે હવાલે હકંમ શ્રી [૫] નબાપ મોમીનખાન અમદા૫. બાદ મહેયસર છે તેહેન મૂકી શ્રી ખંભાત મથે નાઅભ(નાયબ ?) હાકેમ નાંઝામખાંન ફઝાએ કરતા ૬. કાજી શ્રી ૫ મીર માસુમ હજુરમાં છે, તેને મૂકા. શ્રી ખંભાત મળે નાયબ કાછ સેયદ અલી વ્યાકા૭. નવે શ્રી ૫ મીર અભરામ અદાલતના દરોગા શ્રી ૫ અજમ-તુલા બેગ દીવ્યાન શ્રી ૫ અ૮. લીન કી હજુરમાં છે તેના મૂકામ શ્રી ૫ ખંભાત વ્યાસ્ત મથે વાય (નાયણ?) મેહતા આણંદરામ ૯, ટવાલે શ્રી ૫ સાદ્ધી સદ એ વ મા(મીલી પંચકુલ પ્રતીપત : શ્રી ખંભાત વાસ્તે વલ મોઢ અડા ૧૦. ળળ હયાતી અવધે શાખા અમ ગાંધી/કલ્યાણજી ભ [લિખિત ભમાજ જોગ લી?] ખી[] ખંભાતનું મુઘલકાલીન વિરલ ખતપત્ર] [ ૧૫૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108