Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 68
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપસંહારથી પણ સિદ્ધ થાય કે “કૃપા 11: ૪”માં ભગ્ન પ્રક્રમ–દેષ એટલા માટે છે કે સર્વત્ર શોભન વિશેષ્યોથી જ આરંભ થયો છે. જ્યારે અહી વિશેષણથી થયો છે. આમ આલંકારિક અનુસાર આ ઉદા.ને વિમર્શ કર્યો. અંતમાં એટલું ધ્યાનાહ કે જે પાઠભેદને સવીકારવામાં આવે તો આ સુંદર ઉદા. સહચરભિન્નત્વ અને પ્રક્રમભંગ ઉભયદોષથી મુક્ત બની શકે છે.. છે. આધુનિક ટીકાકાર અને વિદ્વાન શ્રી રેવાપ્રસાદ દ્વિવેદી અલંકારસર્વસ્વના (પૃ. ૬૦૬) તેમના ટિપણમાં નીતિશતકના ટીકાકાર શ્રી રામચન્દ્ર બુધેન્દ્ર જેવો મત ધરાવે છે. જો કે તેઓ અહી: એકલો દીપકાલંકાર માનતા નથી પરંતુ સમુચ્ચયને દીપકનું અંગ બનતે સ્વીકારે છે. તેમના મત પ્રમાણે રાજપ્રાસાદમાં રહેલ દુષ્ટ વ્યક્તિ પ્રકૃત છે અને ધૂસરિત ચંદ્ર વગેરે અપ્રકૃત છે. અહીં કેવળ અશભનોનો જ યોગ છે કારણ કે કવિવિક્ષા છે કે “મારા ચિત્તમાં સાત શલ્યો છે. જો શક્ય હોય તે અશોભન જ હેય ને ? આમ સમુચ્ચય સ્વમાં પ્રરૂઢ થતો નથી. પણ દીપકનું અંગ બનીને આવે છે. A વળી રેવાપ્રસાદજીએ અન્ય નવી વિગત પર ધ્યાન દોરતાં કહ્યું છે કે પ્રસ્તુત ઉદા.માં ચમત્કારનું કારણ સમુચ્ચય નથી પણ વૈષમ્ય છે. ક્યાં સુંદર, હૈદ્ય એવો ચંદ્ર અને કયાં ધૂસરતા? એવો ભાવ પણ ચમત્કાર જન્માવે છે. આથી આવા પ્રકારના સમુચ્ચયના ઉદાહરણમાં વૈષમ્ય રહેશે અને વિશ્વમાંલંકારના ઉદા.માં સમુચ્ચય અલંકાર સંભવશે, ભેદ કેવળ એટલે જ કે સમુચ્ચયમાં વૈષમ્યગુણ કિયાગત રહેશે અને વિષમમાં દ્રવ્યગત. એમ તો આ પદ્યમાં માલા-સમુચ્ચય પણ સ્વીકારી શકાય કારણ કે શશી, કામિની ઈત્યાદિ અનેક પદાર્થો છે. વળી શશિ અધિકરણ છે, ગુણ નથી. આથી ઉઠેકે લક્ષમાં આધેય કે અધિકરણ અથવા તે શાભાકરમિત્રે પ્રોજો છે તેમ ધમ શબ્દ પ્રયોજવો જોઈએ. ગુણ શબ્દને અથ ધર્મ લેવાથી કિયાને પણ તેમાં સમાવેશ થઈ જશે. આપણે અહીં સમુચ્ચય અને દીપકને સંકર સ્વીકારી શકીએ અને વૈષમ્યને ગમ્યમાન થતું સ્વીકારી લઈએ કારણ વિષમ અલંકાર શબ્દત: જણાતો નથી. માદટીપ ૧. જઓ ઝળકીકર બાબોધિની, પૃ. ૬૮૮, ગવનમેટ એરિયન્ટલ પ્રેસ, મુંબઈ ઈ. સ. ૧૯૧૭ ૨. ઝળકીકર યકને અનુસરીને સહચર ભિન્નત્વ અને ભગ્નપ્રક્રમ વગેરેને નિર્દેશ કર્યો છે. -જુઓ બાલબોધિની, પૃ. ૬૮૮ ઉપરાંત સોમેશ્વર અને માણિજ્યચજે પણ એમની “સંકેત” ટીકામાં યકને અનુસરીને જ આ સમજૂતી આપી છે. (જુઓ સંકેત અનુક્રમે, પૃ. ૩૧૨ અને પૃ. ૨૬૭) ૩. શ્રી અરવિન્દ નીતિશતકનાં એમનાં Free translation માં વિશેષ્યને પહેલાં મૂકયુ છે અને વિશેષણ ને પછી: જેમ કે- A base man standing by a monarch's throne; p. 23 ૪. મમ્મટના ટીકાકાર માણિકયચન્દ્ર સૂરિ યકને અનુસરીને આ ઉદા સમજાવતા હોવા છતાં એક સૂચન કરે છે સમુચ્ચય અલંકારના એક ઉદાહરણની સમીક્ષા] [૧૫૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108