Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાથે જરા વિસ્તારથી વર્ષોંધી છે. ધ કીર્ત્તિ" ત્રિમલયના નિવાસી હતા. તેમના પિતાનું નામ કરુન ખતાવાયું છે. તેઓ બ્રાહ્મણ હોવાં છતાં વૈદિક ધમ પ્રતિ તે શ્રદ્ધાહીન હતા. બૌદ્ધ ધમ પ્રતિ વધુ શ્રા જાગતાં તેઓ નાલંદા ગયા હતા અને તે વખતના નાલદા વિશ્વવિદ્યાલયના પીઢ સ્થવિર શ્રી ધમ પાલની નિકટ રહીને તેમણે સમસ્ત બૌદ્ધ શાસ્ત્રોનું વિશેષત: ન્યાયશાસ્ત્રનું વિધિવત્ અધ્યયન કર્યુ હતુ.. બૌદ્ધ ગ્રંથોથી પ્રતીત થાય છે તેમ એ પછી બ્રાહ્મણુ દાતાના રહસ્યોથી જ્ઞાત બની રહેવા માટે તે તે વખતના વૈદિક ધર્માંના સર્વશ્રેષ્ઠ વિદ્રાન ગણાતા શ્રી કુમારિલ ભટ્ટને ત્યાં ગયા. અને નામ બદલીને પરિચારકના વેશે તેમના ઘરમાં જ રહીને અધ્યયન કરવા લાગ્યા. તીવ્ર બુદ્ધિ એવા એ ધમકીત્તિએ ટૂંક સમયમાં જ વૈદિક દનાના રહસ્યામાં પ્રવીણુતા પ્રાપ્ત કરી લીધી અને પછી પોતાના મૂળ બૌદ્ધ સ્વરૂપે પ્રગટ થઈને તેમણે ગુરુકુમારિલ ભટ્ટને શાસ્ત્રનું આવાહન આપ્યું. એમની સાથેના એ શાસ્ત્રામાં કુમારિલ ભટ્ટ પરાસ્ત ખની રહ્યા અને પછી પોતાના ૫૦૦ શિષ્યા સાથે તેમણે બૌદ્ધ ધર્માંતા સ્વીકાર કર્યાં.
બૌદ્ધ ગ્રંથામાં આવુ વર્ણન છે, પણ એની પુષ્ટિ ભારતીય પ્રથાથી થતી નથી. ભારતીય ગ્ર ંથા દ્વારા તેા એથી અવળી વાત જાણવા મળે છે. કોઈપણ શાસ્ત્રનું ખંડન કરવું હોય તેા એ શાસ્ત્રનાં રહસ્યા જાણી લેવાં આવશ્યક છે. મણિમંજરી (સગ` ૫ શ્લાર્કે ૩૭ થી ૩૧) ગ્રંથથી તેમ શ્રી માધવાચાર્ય કૃત મનાતા શ ંકર દિગ્વિજય ગ્રંથથી તેા સૂચિત થાય છે કે કુમારિલ ભનૅ જ બૌદ્ધ દર્શનનું યથા જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે બૌદ્ધ ભિક્ષુ બની કોઈ બૌદ્ધ આચાય પાસે બૌદ્ધ શાસ્ત્રનુ` અધ્યયન કર્યું હતું. શ`કરદિગ્વિજયના કર્તાએ તેા એ બૌદ્ધ ભિક્ષુનું નામ આપ્યું નથી પણુ બૌદ્ધ ઈનના ઇતિહાસથી જાય છે કે એ સમયે ધર્મ્સપાલ (ઈ.સ-૬૦૦-૬૩૫) નામના બૌદ્ધાચાયની કીતિ ખૂબ પ્રસરી હતી તે બૌદ્ધ ધર્માંની પ્રધાન વિદ્યાપીઠ એવા નાલંદા વિદ્યાલયના અધ્યક્ષ હતા. સ્વયં વિજ્ઞાનવાદી હતા. પરંતુ યેાગાયાર અને શૂન્યવાદના પશુ તે પાર'ગત આચાય ગણાતા હાઈ એ અંગેના પ્રસિદ્ધ ગ્રંથા ઉપર તેમણે ટીકા પણ લખી છે. વસુબના 'વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિ’ગ્રંથ ઉપર પણ તેમણે વ્યાખ્યાગ્રંથ લખ્યા, છે. આ દેવના પ્રસિદ્ધ શૂન્યવાદી ગ્રંથ શતશાસ્ત્ર' ઉપર પણ તેમણે શતશાસ્ત્ર વૈપુલ્ય ભાષ્ય' નામક પાંડિત્યપૂણુ ભાષ્યગ્રંથ લખ્યા છે. આમ કુમારિલ ભટ્ટ આ સમથ બૌદ્ધાચાય ધમ પાલ પાસેની બૌદ્ધદČનનુ અધ્યયન કર્યુ હાવાનું પ્રતીત થાય છે.
શકરાચાય` વિષયક વિશેષ જ્ઞાન માધવ ભટ્ટના શકરદિગ્વિજય ગ્રંથમાં મળે છે તે પ્રમાણે કુમારિલભટ્ટ અ ંગેની વિશેષ માહિતી પણ એ ગ્રંથમાં જ ઉપલબ્ધ છે. એ ગ્રંથના કર્તા દનશાસ્ત્રના વિશિષ્ટ વિદ્વાન હોવાનું જણાય છે. પરપરા મુજમ વિદ્યારણ્ય સ્વામી તરીકે પ્રસિદ્ધ એવા ગૃહસ્થાશ્રમ વખતના પંચદશી ઇત્યાદિ બૃહત્કાય પ્રથાના કર્તા શ્રીમદ્ માધવાચા` આ ગ્રંથના પણ કર્યાં હાવાનું મનાય છે. પરંતુ વિશેષ અનુશીલન કરતાં એ માન્યતા ઉચિત પ્રતીત થતી નથી. આ કાવ્ય ગ્રંથમાં અનેક પ્રતિહાસ વિરુદ્ધ ઘટનાએ આલેખાઈ છે. આ સંબંધમાં અત્રે અન્યત્ર વિચાર કર્યાં હાઈ અત્રે એટલું જ કહીશું કે માધવાચાર્યાં જેવા સશાસ્ત્રવેત્તા સમ` વિદ્વાન એવી ભૂલો ન જ કરે. એ ગ્ર ંથમાં આપેલા કુમારિલ ભટ્ટના જીવનવૃત્તમાં અનુશ્રુતિનું પ્રાબલ્ય ધણું છે. પરંતુ કુમારિલની વિદ્વતા, પ્રતિભા તેમ વ્યક્તિત્વ માટે એ ગ્રંથ જ વધુ ઉપયાગી છે. એમાં જણાવ્યા મુજબ પ્રયાગમાં એક વેદપાઠી વિદ્વાન બ્રાહ્મણને ત્યાં કુમારિલનેા જન્મ થયા હતા. એમનું મૂળ નામ સુબ્રહ્મણ્ય હતું. પ્રાથમિક શિક્ષણ તેમણે પિત પાસે જ લીધુ' અને પછી વધુ અધ્યયન અંગે તેએ કાશી ગયા. કુશાગ્ર બુદ્ધિવાળા કુમારિલ ટૂંક સમયમાં જ એક મજ્ઞ અને વાદપટુ વિદ્વાન બની રહ્યા. અધ્યયન દરમિયાન તેમણે વારંવાર અનુભવ્યુ` હતુ` કે વેદવિદ્યાના વિદ્વા તથા એમના શિષ્યાને પ્રબલ બની રહેલા ઔદ્દો તરફની ઘણી કનડગત થતી હતી. એક દિવસ તેઓ કાશીની એક ગલીમાંથી જઈ રથા હતા ત્યારે ત્યાંના એક મકાનના ઝરુખામાંથી તેમને રાજકુમારી
૧૦૦]
સામીપ્ટ : ઑકટોબર, '૯૫–માર્ચ, ૧૯૯૫
For Private and Personal Use Only