Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) આ રિસાલા પરથી એ બાબત જણાતી નથી કે ખાને આઝમ “શરફે જહાં' કેણ હતા ? આ મહાન વ્યક્તિનો ઉલ્લેખ “મિરાતે સિકંદરી” કે “મિરાતે અહમદી'માં પણ જોવા મળતા નથી. અનુવાદકે એમનું ટૂંકુ નામ નોંધ્યું છે. જે આખુ નામ નોંધ્યું હોત તે એમના અસલી નામ પરથી તે સમયના ગુજરાતના સમકાલીન શાસકે પૈકી કોની સાથે સંકળાયેલા હતા તેને કયાસ કાઢી શકાય.
(૨) જે રિસાલાને અનુવાદ કરેલ છે તે મૂળ ફારસી દસ્તાવેજના નામનો ઉલ્લેખ પણ મળતો નથી. તદુપરાંત અનુવાદકે મૂળ ફારસી રિસાલાના લેખકનો ઉલ્લેખ પણ કર્યો નથી.
એ ઉપરથી એમ કહી શકાય કે તે દસ્તાવેજી રિસાલે એટલે બધે પ્રખ્યાત હતો કે તેના નામનિદેશની લેખકને જરૂર જણાઈ નથી. તથા શેખની વફાત પછી તરત લખાયેલ હશે.
(૩) અનુવાદક નોંધે છે કે લેખક શેખના પ્રયાસ અને સ્થાયી જીવનના સાથી રહ્યા છે, તેથી તેમણે જે વાતો અને ઘટનાએ સગી આંખે જોઈ તે જ લખી છે. કેમ કે તેઓ “ચરમદીદ ગવાહ” છે. તેથી તેમણે ઠેસ વાત લખી છે. સાંભળેલી બાબતે લખી નથી એટલે આની વિશ્વસનીયતા વધી જાય છે.
(૪) શેખ સલાહુદ્દીનને શેખ અહમદ ખટ્ટએ પુત્ર તરીકે દતક લીધા હતા. તેમને ખિલાફત સાંપવાને પુરાવો પણ આના લખાણ પરથી મળે છે. તેમની કબર શેખની કબરની પાસે જ છે.
() જે શીરાઝી વ્યક્તિએ છેલ્લા આપના હાથ પર બયત લીધી અને મુરીદ બન્યા, તેમનું નામ જાણવા મળતું નથી. પરંતુ તે વખતે અહમદાબાદ અને શીરાઝના સંબંધો અને સંપર્કો ધણા સવા હતા. “હસ્તે હસીન”ના લેખક 'જઝરીએ પોતાનું પુસ્તક શીરાઝથી “નજીમુલ્લાહ”ના હસ્તે “અહમદશાહ” બાદશાહની સેવામાં મોકલેલ. “મહમૂદ બેગડો” તેની દુઆઓનું પઠન કરતું હતું અને તેણે “મેહમ્મદ અબુ બક્ર ભરૂચી” દ્વારા તેને ફારસી અનુવાદ પણ કરાવેલ. “દવાની”નું અવસાન છે સ. ૯૦૮માં થયેલ. “દવ્યાની” અને “જઝરી” બન્ને શીરીઝમાં દફન છે. “ગ્લાની"ની ખ્યાતિ અને તેમના બે શિષ્ય અહમદાબાદ પહોંચી ગયા હતા. જેમના નામ “ઈમાદુદ્દીન' અને “ગાઝની” હતા. આ બન્ને વિદ્વાન પાસેથી અહીંના અનેક વિદ્વાનોએ વિદ્યા પ્રાપ્તિ કરી હતી. એટલે એ વખને અન્ય શીરોઝી વ્યક્તિઓ અહીં વસતી હોય એવું પણ કહી શકાય.
(૬) જે આ રિસાલે એક લધુ ઇતિહાસરૂપે હોય તો તે ૧૩-૧૪ દિવસની તારીખ (ઇતિહાસ) વર્ણવે છે.
(૭) અગત્યની વાત એ છે કે આ સમકાલીન હસ્તપ્રત એક બાબત અંગે મિતે સિકંદરી'ની વિરુદ્ધ જાય છે મિરાતે સિકંદરીના લેખક એમ નેધે છે કે બાદશાહને જ્યારે આપની ગંભીર માંદગીના સમાચાર મળ્યા તો તે આપને મળવા જતો હતો કે રસ્તામાં તેને આપની વફાતના સમાચાર મળ્યા. - ૫ણ આ હસ્તપ્રત પ્રમાણે બાદશાહ પોતે પણ શેખ અહમદને મળ્યા અને એમણે જ એમની કકન-દફનની તયારી માટે મદદ કરી હતી. જે ઉપર અનુવાદમાં વિસ્તૃત રીતે વર્ણવવામાં અાવ્યું છે,
૧. “મિરઅને સિકંદરી, પૃ. ૬૪ શેખ અહમદ ખટુ મગરિબીના અવસાન અંગેની નોંધ]
૧૫
For Private and Personal Use Only