Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
અને અપ્રસિદ્ધ રૂપક વચ્ચે છે, તેથી સાદસ્યજ્ઞાન વિનાના એકલા અભેદ જ્ઞાનથી રૂ૫કની પ્રતીતિ નથી અને કદાચ માને કે થાય તો પણ ચમત્કાર નિષ્પન્ન થતો નથી. નવીનના મતે તે ઉપમાન અને ઉપમેય વચ્ચે આહાય અભેદજ્ઞાન થવા માટે સાધારણ ધર્માદિ કે અન્ય કોઈ વાતની અપેક્ષા નથી.
જગનાથ નવીનની દલીલનું બીજી રીતે ખંડન કરતાં કહે છે કે એવું ન કહેશો કે આહાય પદાર્થયની અભેદ બુદ્ધિ માટે કે તેને લગતા ચમત્કાર માટે વિશેષ સાધારણ ધર્મનું જ્ઞાન આવશ્યક છે, કારણ કે નીચેના શ્લોકમાં સાધારણ ધર્મની પ્રતીતિના અભાવમાં પણ અમેદાન્વય થાય છે ?
यद्यनुप्णो भवेद् वह्निः यद्यशीत भवेज्जलम् ।
मन्ये दृढव्रतो रामस्तदा स्यादप्यसत्यवाक् ।। આમાં સાધારણ ધમની પ્રતીતિના અભાવમાં “વાર્ચના” વગેરે અને રામના “અત્યTa'. વચ્ચે અભેદ પ્રત્યય છે. એમ પણ નહીં કહેવાય કે સાધારણ ધર્મની અનુપસ્થિતિમાં અમેદબોધ થતા નથી, એ નિયમ ઉપમાનોપમેયભાવ હોય ત્યાં જ લાગુ પડે, કારણ કે “મુ' વઢિ વરદ્ર: થાત્ તા મુવ્યવસ્થિત નં થાતુ' માં સાધારણ ધમને નિર્દેશ નથી, છતાં અભેદપ્રતીતિ થાય છે. માટે જયાં ઉપમાનેપમેયભાવની વિવેક્ષા નથી, ત્યાં સાધારણ ધર્મની અનુપસ્થિતિમાં અભેદ માની શકાય એવી નવીનની વાત પણ સ્વીકારી શકાય તેમ નથી. .
પૂર્વપક્ષના નવીન એવી દલીલ કરી શકે કે રૂપકમાં માત્ર સદશલક્ષણું છે, એમ સ્વીકારીશ તો વિષય અને વિષયી વચ્ચે તાદામ્ય નહી રહે. કારણ કે રૂપકમાં જે અભેદનો બોધ થાય છે, તે તે ઉપમેય અને ઉપમાનસદશ (મુખ અને ચંદ્રસદશ) વચ્ચે થાય છે. આવા અભેદના અભાવમાં, ‘સિં દેન સદ ના હિતુ સિંહૈ નાધિn:” જેવાં વાક્યો જે મુખ્યત્વે અને ઉપમાન વચ્ચે અભેદ દર્શાવવા પ્રયોજાયાં છે. તે અર્થહીન જણાશે. જગન્નાથ આ દલીલનો જવાબ એમ આપે છે કે આ શંકા પાયા વગરની છે, કારણ કે પ્રાચીનએ દર્શાવેલા બીજા અને ત્રીજા મત અનુસાર રૂપકમાં તાદાભ્યને સ્વીકાર તેમણે પણ કરે જ છે.
વળી પૂવપક્ષ એટલે કે નવીન એવી દલીલ કરી શકે કે લક્ષણવાદીઓ પ્રમાણે સદશ લક્ષણથી... ‘હિદે નધિત્વ:' વાક્યમાં સાદસ્યની પ્રતીતિ ઉપમેયમાં થશે જ અને એ પ્રતીતિ સાથે વાકયના પૂર્વાર્ધમાં વિદેન સદરો નાય' થતા સાદસ્યને નિષેધ અનુ૫૫ને ઠરશે.
જગન્નાથ આ દલીલનું નિરસન કરતાં કહે છે કે એવી અનુપત્તિ નહીં થાય, કારણ કે પ્રવધમાં ભેદપટિત સાદ્રશ્યમૂલક ઉપમાને નિષેધ છે અને ઉત્તરાર્ધમાં ભેદરહિત સદશ્યમૂલક રૂપકનું વિધાન વિવક્ષિત છે.
આ પછી જગન્નાથે “નનારાયામ” અને “giાવુન’ની બાબતમાં નવીને એ પ્રાચીનની વિચારસરણી મુજબ દર્શાવેલા દોષોનું અહીં ખંડન કર્યું છે. તે કહે છે કે “Tગનારાયણ'માં જ્યારે આપણે રૂપકને સ્વીકાર કરીએ છીએ ત્યારે પણ માનીએ છીએ કે “નારાયણ સદશ” એવો જે લક્ષ્યાર્થ થાય છે. તેની “નારાયણ” વડે પ્રતીતિ થાય છે. આમ લક્ષ્મીની આલિંગન ક્રિયાનું કામ છે નારાયણd વડે પ્રતીત થનાર નારાયણસદશ પદાર્થ, તેથી અનુપત્તિ રહેતી નથી. તે જ રીતે “grટાકas'માં ઉપમા લઈએ તે તેમાં પૂર્વપદ જે “પાદ” છે, તેના અર્થની “પાદવ” વડે પ્રતીતિ થાય છે, તેથી પાદમાં નૂપુરને લીધે મનોહરતા આવે, તે કોઈ અનુ૫૫ત્તિ રહેતી નથી,
૩૬]
[ સામીપ્ય : ઑકટોબર, ૯૪–માર્ચ, ૧૯૯૪
For Private and Personal Use Only