Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વધુ સારી રીતે જાળવ્યાં હોવાનું જણાય છે. આમ હોવા છતાં તેમની પરંપરા વધુ ચાલી નથી. કુમારિકના વિચારો જ વધુ બળવાન બની રહીને ટકી રહ્યા છે.
ભાદૃ મતના અન્ય આચાર્યોમાં પાર્થ સારથિમિશ્ર (૧૨મું શતક), માધવાચાર્ય (૧૪મું શતક) અને મડદેવ (૧૭મું શતક) પિતા પોતાની ગ્રંથસંપત્તિ તથા વિવેચન પદ્ધતિને કારણે મીમાંસક મૂર્ધન્ય ગણાય છે. પાર્થ સારથિમિ ભાટ મતના સિદ્ધાંતોને પુષ્ટ કરવા માટે તકરત્ન, ન્યાયરત્નાકર અને પ્રમેય બહુલ તેમજ પ્રસિદ્ધ ગ્રંથ શાસ્ત્ર દીપિકા એમ ચાર ગ્રંથની રચના કરી છે. માધવાચાયે મીમાંસાનાં અધિકારણેને ગ્રહણ કરી ન્યાયમાલાવિસ્તાર નામના ગ્રંથ રચ્યો છે અને ભાદૃમતમાં નવ્યમતના ઉદ્દભાવક ગણાતા ખંડદેવમિત્રે ભાદ કૌસ્તુભ, ભાટ્ટ દીપિકા અને ભાટું રહસ્ય નામના ગ્રંથની રચના કરી કુમારિકના મતાને વિશદપણે સમજાવ્યા છે. સોળમા સૈકામાં થયેલા કેરલ દેશના નારાયણે માનમેદય ગ્રંથમાં કુમારિકના સિદ્ધાંતનું સરસ નિરૂપણ કર્યું છે. તેમ નારાયણ તીર્થમુનિના ભટ્ટ-ભાષા-પ્રકાશમાં પણ કુમારિકની પરિભાષાને પ્રકાશ છે.
શ્રી કુમારિલ ભટ્ટ વસ્તુત: અકર્મણ્યતાની વિરુદ્ધ પુરુષાર્થ પ્રધાન કર્મમય ધમનો જ ઉપદેશ આપ્યો છે. અને એ જગતના ધાર્મિક ઈતિહાસમાં અપ્રતીમ છે. જગતને મિથ્યા દર્શાવીને કેવલ દુઃખમય દર્શાવીને એના તરફ નફરતભરી દષ્ટિથી જોવાવાળા ધર્મોને કારણે દેશમાં અકર્મણ્યતા વધી રહી હતી તે પરિસ્થિતિમાં વરસ્વા' માવત: છેઃ પરમ ધાથ નો સંદેશ કુમારિલ ભટ તે પાઠવ્યું છે. ગૌડપાદાચાયના જગતમિથ્યાત્વના સિદ્ધાંતને તથા બૌદ્ધોના શૂન્યવાદ, અજાતવાદ યા વિજ્ઞાનવાદ ને અસિહ કરવા માટે કુમારિલ ભટ્ટ “બધું સત્ય છે, કશું અસત્ય યા મિથ્યા નથી” એવી પ્રબળપણે ઉબણા કરી હતી. અને પિતાના તર્કો દ્વારા પોતાની એ વાત સિદ્ધ પણ કરી હતી.
સત્ય જ એવો અનુભવ છે કે જે પોતે જ પોતાનું યોગ્ય પ્રમાણ છે. કુમારિક ભટ્ટના મત પ્રમાણે પ્રમા અથવા યોગ્ય જ્ઞાનના સવ ઊગમોને આંતરિક યથાર્થતા રહી છે. જે શક્તિ સ્વયં અસ્તિ. ત્વમાં નથી તેને કોઈ અન્ય દ્વારા અસ્તિત્વમાં લાવી શકાતી નથી. જ્ઞાનનાં સાધનોમાં ઇન્દ્રિયો અનુમાનની સંજ્ઞાઓ તેમ તેના જેવાં સાધનો હોય પરંતુ એ સ્વયં વિષયોને પ્રગટ કરે છે અને તેની યથાર્થતાને એ રજૂ કરે છે. પ્રત્યેક જ્ઞાન સત્ય હોય છે. સ્મૃતિ દોષના કારણે થતા ભ્રમને પણ કુમારિક અભાવાત્મક માનતા નથી. એક વસ્તુ બીજી વસ્તુ તરીકે જોવાય, રજજુમાં સંપ જોવાય એમાં પણ બનેનું અસ્તિત્વ તો છે જ. રજજુ આ સ્થળે છે તે સર્પ અન્ય સ્થળે છે. સપ પણ છે તો જ એનો રજજુમાં ભ્રમ થાય છે. ભ્રમ થવાનું કારણ વિષયો નથી પણ ઇન્દ્રિયો ભૂલ કરે છે એ અંગે થતા મિથ્યા સંગને લઈને એવો ભ્રમ થાય છે. કુમારિલ એવા ભ્રમમાં આંતરિક એવો દેષ સ્વીકારે છે. જ્ઞાન પ્રયેન કમાલિનું વલણ મુખ્યત્વે તટસ્થ અને શાસ્ત્રીય છે. જ્ઞાન હમેશાં પોતાનાથી સ્વતંત્ર એવા વિષયની હસ્તી સૂચવે છે. રજજુ-સપના ઉદાહરણમાં ભલે પ્રત્યક્ષ નથી તેમ છતાં એને અસત કે કલ્પિત માની શકાય નહીં. સપ–સ્મરણ પૂર્વાનુભવના પડેલા સંસ્કાર પર આધાર રાખે છે. અને છેવટે તો તે પિતાના આકાર જેવા બાહ્ય વિષયને સૂચવી દે છે. એવું એક પણ જ્ઞાન નથી જે પોતાનાથી બાહ્ય અને પિતાના જેવા વિષયને ન નિદેશતું હોય. સર્પ અહી' અને આ સમયે પ્રત્યક્ષ ન હોવા છતાં તેને અનુભવ તે પૂર્વે થયેલ હોવો જ જોઈએ, કેમ કે એ વિના તે સૂત્ર અને સ૫ની કલ્પના શક્ય જ ન બને. કમાટિલ ભદને આ વિપરીત ખ્યાતિવાદ છે. વિપરીત ખ્યાતિને શબ્દાર્થ છે અન્ય રૂપે ભાસવું યા દેખાવું. ન્યાય વૈશેષિક અને પગમાં વિગતોની બાબતમાં ભેદ હાઈને પણ વિપરીત ખ્યાતિને સ્વીકાર છે.
મીમાંસક મૂર્ધન્ય કુમારિક ભ]
[૧૩
For Private and Personal Use Only