Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી વલ્લભાચાર્યની પુષ્ટિભક્તિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયકિશનદાસ સાહાની
પરબ્રહ્મ એક અદ્ભુત કલાકાર છે, જેની કલા કે લીલા આ સમગ્ર સૃષ્ટિ છે. સર્જન એ બ્રહ્મના સ્વભાવ છે. તેને રમણ કરવાની ઇચ્છા થઈ તે એકલા રમી શકે નહિ, તે માટે ખીજાની જરૂર પડી (મૃ. આ. ઉ. ૧-૪-૩). બ્રહ્મ એકલું રમણ કરી શકયુ' નહિ. માટે એકમાંથી અનેક થવાની કામના કે ઇચ્છા એને થઈ. બ્રહ્મની આ કામના જ સૃષ્ટિ રચનાની શક્તિ છે. આને શ્રી વલ્લાભાચાય માયા કહે છે. આ માયા શક્તિ બ્રહ્મથી અભિન્ન હોવા છતાં આવિર્ભાવ અને તિરાભાવથી સૃષ્ટિનાં અનેક રૂપામાં અભિવ્યક્ત થાય છે. વાસ્તવમાં બ્રહ્મ એક જ છે (છા. ઉ. ૬-૨-૧). ખીજુ` કેાઈ ન હોવાને લીધે બ્રહ્મ જ સૃષ્ટિનું નિમિત્ત કારણ કે નિર્માતા છે. તે જ તેનું ઉપાદાન કારણ છે. જે તત્ત્વમાંથી સુષ્ટિ થઈ છે તે બ્રહ્મ જ છે. એ જ સ્રષ્ટા અને એ જ સૃષ્ટિ છે અને એ જ લીલા અને એ જ લીલા પુરુષાત્તમ છે (મૃ. ૬. ૧-૪-૫). શ્રી વલ્લાભાચાય કહે છે કે બ્રહ્મનું આ અવિભક્ત સંયુક્ત સ્વરૂપ છે. માટે બ્રહ્મ અલૌકિક છે (તત્ત્વ નિર્ણય, ૨). તેની અલૌકિક લીલાએ એ ભક્તિને નિરંતર વહેતા
પ્રવાહ જ છે.
ઋષિઓએ અનુભવ્યુ` કે બ્રહ્મ, સત્ અને આનંદ સ્વરૂપ છે. શ્રી વલ્લભાચાર્યના મતે સત્ તત્ત્વના આવિર્ભાવથી વિશાળ જગતની રચના થઈ છે. આમાં ચિત્ અને આનંદ તત્ત્વા તિરાહિત રહેલાં છે. સમસ્ત પ્રાણધારી જીવાના આવિર્ભાવ સત્ અને ચિમાંથી થાય છે. આમાંન તત્ત્વ તિાહિત રહે છે, પણ પ્રાણી માત્રના હ્રદયમાં અન્તર્યામી રૂપે આન નિહિત રહે છે. આમ આના તત્ત્વને અનુભવવા જીવ વ્યાકુળ રહે છે. હારા વર્ષોથી પ્રભુના વિયાગને લીધે જીવ મેબાકળા બની જાય છે. તે પ્રભુને મળવા તીવ્ર તાપ અને કલેશ અનુભવે છે. તિાહિત આન ંદને ફરી પામવા તે તત્પર થાય છે. આ તીવ્ર લાલસા જીવના હૃદયમાં ભક્તિને સ`ચાર કરે છે. અહીંથી જ ભક્તિ પાંગરે છે. પ્રભુ—વિરહની વેદનાથી વ્યથિત જીવ અત્યંત વિનમ્ર અને શ્રદ્ધાથી અભિભૂત થાય છે. તેને! અહંકાર અને મેહ તરત જ ખરી પડે છે. એવી આધ્યાત્મિક અવસ્થામાં ભક્ત જે ભાવે અને વિચાર। અભિવ્યક્ત કરે છે, તે ઉદ્મીથ કે ઉચ્ચ સ્વરમાં ગવાયેલાં ગીતા બની જાય છે. વૈદિક ઋચાઓમાં આ ગીતેા આપણને મત્ર રૂપે મળેલાં છે. સંહિતા સાહિત્યમાં ભક્તિ માગના ઉત્તરોત્તર વિકાસ થયેલો છે. ઋગ્વેદમાં (૧-૨૨-૨૦) વિષ્ણુની ઉપાસનામાં લખેલી ઋચાઓ ઋષિએની ભક્તિભાવનાને વાચા આપે છે. ભક્તો વિષ્ણુને પરમ પદ પર બેઠેલા જુએ છે. જાણે કે તે અનંત આકાશનું સૂર્યાં જેવું તેજસ્વી ચક્ષુ છે. કદાચ અહી થી જ વૈષ્ણુવ ભક્તિને આરંભ થાય છે. સૂર્યનાં વિષ્ણુ રૂપે દ ́ન કરવાં એ પ્રાચીન કાળમાં જાણે કે એક પરંપરા રહી છે. સૂર્યંતે પાષણ કરનાર વિષ્ણુ રૂપે પ્રાથના કરતા ઋષિ પ્રંશ ઉનિષદમાં (શ્લા. ૧પ) કહે છે કે હે પૂણ તમારું મુખ સ્વ પાત્રથી ઢંકાયેલું છે. તમે આ આવરણને ખસેડી દે। જેથી હું તમારાં અલૌકિક સાચા સ્વરૂપનું દર્શીન કરી શકું. આમાં ભક્તનો વિનમ્ર ભાવ નજરે પડે છે. ભક્તિ શબ્દને સીધા પ્રયાગ સર્વ પ્રથમ શ્વેતાશ્વતર ઉપનિષદ (૬-૨૩)માં થયેલા છે. ઋષિ પોતાના દિવ્ય આધ્યાત્મિક પ્રવચનને સમેટતાં કહે છે કે * સ`પાદક, ભારતીય ભાષા પરિષદ, કલકત્તા
૧૧૨ ]
[સામીપ્સઃ આકટોમ્બર, '૯૩-મા', ૧૯૯૪
For Private and Personal Use Only