Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી ભગવદીય આનંદને અનુભવે છે. આ લીલાઓનું ગુણગાન કરવાથી ભક્તિ દઢ થાય છે. ભકિતના અમને સમજવા ભાગવતમાં વર્ણવેલી વિવિધ લીલાઓનું અનુશીલન આવશ્યક છે.
આ બધી લીલાઓનાં ભક્તો ભગવાનની અનંત છબી અને રૂપનાં દર્શન કરે છે. ભાગવત તે વેદ રૂપી કલ્પવૃક્ષનું મધુરત્તમ ફળ છે. આમાં વર્ણવાયેલી દશ લીલા રૂપી અમૃતનું પાન કરવાથી ચાર પ્રકારની મુક્તિ મળે છે : (૧) સાલોક મુકિત:- શ્રીકૃષ્ણના દિવ્ય લીલાધામમાં પ્રવેશ , ૨િ] સામીપ્ય મુકિત :- શ્રીકૃષ્ણની પાસે બેસવું તેમના ચરણોના શરણમાં નિવાસ કરવો. ]િ સારૂ મુકિત :- શ્રીકૃષ્ણ સાથે સખા ભાવે રહેવું (જેમ ગોવાળોના બાળકોને હતું તેમ). 0િ સાયુજ્ય મુકિત :- શ્રીકૃષ્ણની અખંડ આનંદ રૂપી રાસ લીલામાં પ્રવેશ.
આ ચાર મુકિતઓથી પર ભગવાનના અનુગ્રહથી ભક્તને ‘ભજનાનંદ' કે પરમામકિત' મળે છે, જેથી તે ભગવત લીલામાં પ્રવેશ પામી સદા અપૂર્વ આનંદને અનુભવે છે. શ્રી વલ્લભાચાર્ય અને સ્વરૂપાનંદ કહે છે. અને આ અનુભવનાં પરમ ફળને પરમાનંદ કહે છે. આ ફળ ભગવદ્દ અનુગ્રહથી જ પ્રાપ્ત થાય છે. પુષ્ટિ માર્ગમાં અનુગ્રહ એજ સાધનઅને એ જ સાધ્ય છે. શ્રી વલ્લભાચાર્ય પિતાના વિવિધ ગ્રંથમાં પુષ્ટિ માગનું દર્શન, સિદ્ધાંત અને ભકિત તત્ત્વનું વિશદ રૂપે પ્રતિપાદન કરે છે. ભકિતની વ્યાખ્યા:
- ભકિતનાં બે સ્વરૂપ પ્રાચીન કાળથી જોવા મળે છે. એક વૈદિક ભાગ", જેમાં જ્ઞાન અને ભકિતને સમન્વય થાય છે. તૈતિરીય ઉપનિષદ (૨-૧-૧)માં ભગવાનના નિર્ગુણ નિવિશેષ અને સગુણ સવિશે બને રૂપનું નિરૂપણ છે. એક બાજુ બ્રહ્મને સત્યમ, જ્ઞાનમ, અનન્તમ એ રૂપે કહ્યાં છે. તે બીજી બાજુ ભગવાનના સગુણ રસાત્મક રૂપને પ્રતિષ્ઠિત કર્યું છે. જે રસ રૂપે બ્રહ્મને સાક્ષાત્કાર કર્યો છે. તે આનંદ વનિ છે (એજન ૨-૭-૧). છાંદોગ્ય ઉપનિષદ (૧-૧-૩) બ્રહ્મને બધા રસમાં પરમ રસ રૂપે વર્ણવે છે. બૃહદારણ્યક ઉપનિષદે બ્રહ્મને મધુરતમ મધુ કહ્યું છે. આ આખી સૃષ્ટિ જ મધુ છે.
શ્રીકૃષ્ણ એ જ બ્રહ્મનું સગુણ રસાત્મક સ્વરૂપ છે, પરમ પુરુષોત્તમ છે. પુષ્ટિ માગે તેમને પિતાના આરાધ્ય દેવ માન્યા છે. ભગવાન શ્રીકૃષ્ણની ભકિત એજ પુષ્ટિ ભકિત બને છે. આ મતમાં બાળકૃષ્ણની સ્વરૂપ સેવા મુખ્ય છે. તેથી વજાધીશ શ્રીકૃષ્ણનું ભજન સવભાવે કરવું જોઈએ. આમાં જે બાધાઓ આવે છે, તે અહંકાર અને લૌકિક પદાર્થો પ્રત્યેની આસકિત કે મમતાને કારણે છે. શ્રી વલ્લભાચાર્ય અને અહંતા અને મમતા કહે છે. આ બંને મળીને એક એવા પ્રપંચની રચના કરે છે, જેમાં જીવ અજ્ઞાનવશ બંધાઈ જાય છે. આના વ્યામોહમાં ભટકતાં તેઓ પ્રભથી વિમુખ થાય છે. અહંતા અને મમતાને લઈ જીવ પોતાના સ્વરૂપને ભૂલી જાય છે, તે ભ્રમિત અને દિમૂઢ બની જાય છે. સ્વાર્થ સિદ્ધિથી પ્રેરાઈ તે ઉચિત અનુચિતને વિવેક ગુમાવી બેસે છે. ભોગ્ય પદાર્થો મેળવવા આંધળી દોટ મૂકે છે. પાખંડ અને પાપમાર્ગનું અનુસરણ કરે છે. એક માત્ર શ્રીકૃષ્ણની સેવા અને શરણ જ એને બચાવી શકે છે. મોહથી બનેલો આ વ્યક્તિગત સંસાર મિથ્યા છે. કરોળિયાની જેમ પોતે કરેલા જાળામાં જીવ ફસાય છે. આ મેહ પાશથી ત્યારે જ મુક્તિ મળે જ્યારે પોતાનાં સમસ્ત અહંકાર અને આશક્તિ અર્થાત અહતા અને મમતાને શ્રીકૃષ્ણનાં ચરણોમાં સમર્પિત કરીએ. ભગવાનની શરણાગતિ એજ અમેળ સાધન છે. એનાથી પ્રભુને અનુગ્રહ પ્રાપ્ત થાય છે. શરણાગતિનાં છ સાધન છે. આ સાધનને અપનાવીને પ્રભુના ચરણોમાં આત્મનિવેદન કરી શકીએ. ૧૧૪]
[ સામીપ્ય : ઓકટોબર, '૯૩-માર્ચ, ૧૯૯૪
For Private and Personal Use Only