Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬. ર પછી આવતા મહાપ્રાણ જનને બેવડાવતી વખતે એમના પૂર્વગ વ્યંજનની જગ્યાએ એનો
અ૯પપ્રાણ વ્યંજન પ્રયોજવાનું વલણ; જેમકે, સTદ્ધ (૫, ૬). ૭. રના મરેડમાં મધ્યની આડી રેખાના ડાબા છેડે જમણે ચાપ જેડાયા વગરને મોટા ભાગના - મરોડમાં જોવા મળે છે. ૮. અનુનાસિકને સ્થાને પ્રાયઃ અનુસ્વારને પ્રયોગ; જેમ કે, મં૦િ (પં. ૩), સિંn (પં. ૯), મુન્ના
(૫.૧૫), તરસ (પં.૨૩, ૩૧), (પ.૩૧) વગેરે. લેખના સંક્ષિપ્ત ભાવાર્થ :
શ્રી ગણેશને નમસ્કાર. સં. ૧૫ર૦, માઘ વદિ ૧૩, રવિવાર. પાતશાહ શ્રી મહંમદના વિજય રાજ્યમાં.....
લક્ષ્મીપતિ સમગ્ર સૃષ્ટિના પિતા ભગવાન વિષ્ણુ સમુદ્રમાં શયન કરે છે. જેના નાભિકમળમાં સંસારની રચના કરતા થાકેલા બ્રહ્માજી પણ શાંતિ અનુભવે છે (લૈ. ૧).
શ્રી શંકરના પુત્ર, જેમનું વેદાન્તવાણીથી દેવો, અસુરે, મનુષ્ય, સિદ્ધો અને નાગ કે સ્તવન કરે છે તે વરદાન આપનારા શ્રીગણેશ આ વાવની રક્ષા કરો (શ્લે. ૨).
સાગર, નદીઓ, ત્રણે ભુવનના લોકો, બધાં જ જલચર પ્રાણીઓ જેના ચરણની સેવા કરે છે તે જલાશયના સ્વામી પ્રચેતા (વરુણ) એક ક૯૫ સુધી આ વાવનું રક્ષણ કરો (લે. ૩).
સ્વેદ, ઉભિજ, જરાયુજ અને અંડજ પ્રાણીઓનું જીવન જલને આશરે ટકેલું છે. આ સ્વચ્છ જળને સજજનના મનની ઉપમા અપાય છે. એના સરખી જગતમાં બીજી કોઈ વસ્તુ નથી (લે. ૪).
- સત્યયુગ, દ્વાપરયુગ અને ત્રેતાયુગમાં પ્રાણીઓ સત્ય અને તપસ્યાથી જીવતા, પણ અધર્મથી ભરેલા કલિયુગમાં સત્યને ખરેખર અભાવ છે. પ્રાણીઓના જીવન માટે અન્ન અને પાણી એ અત્યંત આવશ્યક વસ્તુઓ છે. અને અને પાણીનું દાન કરી જે લોકોને જીવતા રાખે છે તે પુણ્યશાળી ખરેખર પરમાત્માનો અંશ છે (શ્લો. ૫). અન્નદાતા કરતાં જલદાનની વ્યવસ્થા કરનારને વિદ્વાને સો ગણે અધિક પુણ્યશાળી કહે છે. આહાર વિના બે ત્રણ દિવસ જીવી શકાય, પરંતુ પાણી વિના એક ઘડી પણું જીવી શકાય નહીં (શ્લે. ૬). સંસારરૂપી વૃક્ષ એ દૂર દૂર સુધી ફેલાયેલું છે. ધર્માર્થ બુદ્ધિથી જે એનું સિંચન કરે છે તેને માઘ માસમાં પુણ્ય કર્યા જેટલી સિદ્ધિ મળે છે (શ્લો. ૭). એક કરોડ શિવલિંગની પૂજા કરીને અર્થ ને કામની સિદ્ધિ માટે જેને ઉપાસના કરવી હોય તેને સૃષ્ટિ કરતાં પણ પહેલાં રચાયેલા આ વડનગરમાં જન્મ મળે છે (સ્લ. ૯). એક વાર એકાંતમાં શિવજીએ પિતાની પ્રિયા પાર્વતીને કહ્યું “હે ગૌરી, શ્રેષ્ઠ બ્રાહ્મણો માટે જે બ્રહ્માના પુત્રો છે, એમને એક નગર દાન કરીને આપ . ૧૦). પાર્વતીજીએ જગતના એક માત્ર વંદનીય ગણેશને કહ્યું, “આ બ્રાહ્મણોને મહમૂદપુર નામનું નગર દાન કરીને આપ (સ્લો. ૧૧). પ્રિયા પાર્વતીના વચનથી પ્રસન્ન થયેલા શંકરે પિતાના ત્રીજા નેત્રમાંથી અમૃત વરસાવી સ્વચ્છ પાણીથી આ નગરને પૂર્ણ કર્યું (લૈ. ૧૨).
આ નગરમાં અગ્નિહોત્ર જેવા ય થતા. અહી સત્યપરાયણ શ્રેષ્ઠ મુનિઓ વતા, જેમના આશીર્વાદ દ્વિજપુંગવ મેળવતા (શ્લે. ૧૪-૧૫). ગંગાતટે જન્મના સંતાપને હરનારી કાશીનગરી હતી (શ્લો. ૧૭). કુલમાં ભૂષણરૂપ સજજનોની આ ધરતી પર કુલીન લેકે વસતા (શ્લે. ૧૮), નગર પાસે મેષમતી નદી વહેતી. ભાવડ ગ્રામમાં શ્રેષ્ઠી સાહ જગસિંઘ દેવદિ અને બંધુવંગ સાથે નિવાસ
મોદજની વાવને અપ્રગટ શિલાલેખ, વિ. સં. ૧૫ર૦].
[૧૧૭
For Private and Personal Use Only