Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બલરામે જરાસંધ, કૃમી અને બાણાસુર સાથેના યુદ્ધમાં કૃષ્ણને સક્રિય સાથ આપેલો. પરંતુ બલરામનું વલણ દુર્યોધન તરફ રહેતુ, ને કૃષ્ણનું પાંડવો તરફ. આથી ઘણી વાર એ નાજુક સ્થિતિમાં મુકાતા. પરિણામે ભારતયુદ્ધ સમયે એ તીર્થયાત્રા કરવા જતા રહેલા. બલરામ અનંતશેષ)ને અવતાર મનાતા. પ્રદ્યુમ્ન કૃષ્ણ-રુકિમણીના જ્યેષ્ઠ પુત્ર હતા. એ મહારથી હતા. એ કામદેવને અવતાર મનાતા. એ રૂકમીની પુત્રી શુભાંગીને પરણેલા. એમને પુત્ર અનિરુદ્ધ, બાણાસુરની પુત્રી ઉષાએ અનિરુદ્ધનું અપહરણ કરાવી પોતાના અંત:પુરમાં એની સાથે ગુપ્ત સહવાસ સાધેલો. બાણાસુરને એની જાણ થતાં એણે અનિરહને બાંધી દીધો. શ્રીકળશે શોણિતપુર પર આક્રમણ કરી બાણાસુરને પરાભવ કર્યો ને એ અનિરુદ્ધને ઉષા (ઓખા) સાથે દ્વારકા લઈ આવ્યા. કૃષ્ણ-રુકિમણીના અન્ય પુત્રોમાં ચારુદેણ, સુદેણ વગેરે સાત પુત્રોનો સમાવેશ થાય છે. આમ ચારુદેણ પ્રદ્યુમ્નના સગા ભાઈ થતા. અહીં ચારુદેણની સાથે સુષેણનો નિર્દેશ કરાયો છે, પરંતુ ખરી રીતે સુષેણને બદલે સુદેણ અભિપ્રેત લાગે છે. સામ્બ એ કૃષ્ણ-જામ્બવતીને પુત્ર છે. એ પહેલેથી તેફાની હતે. સાપે દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું અપહરણ કરવા પ્રયત્ન કરેલો, પણ કૌરવોએ સાબને કેદ કર્યો. આખરે બલરામે દુર્યોધનને સમજાવ્યો ને દુર્યોધને પોતાની પુત્રી સાબને પરણાવી. યાદવકુમારે ઋષિઓની મજાક કરવા ગયા ત્યારે તેઓએ સાબને ગર્ભવતી સ્ત્રીને સ્વાંગ સજાવ્યો હતો. કાળુિં એટલે કૃષ્ણના પુત્ર. મુખ્ય કાર્ખિઓમાં પ્રદ્યુમ્ન, સુષેણ, ચારુદેણ અને સામ્બ ઉપરાંત કષભ આદિ અન્ય કાળુિં જણાવ્યા છે, તેમાં ઋષભ કોણ? શ્રીકૃષ્ણની આઠ મુખ્ય પત્નીના જે પુત્ર પુરાણોમાં ગણાવ્યા છે તેમાં “ઋષભ' નામનો સમાવેશ થતો નથી, ભાગવત પુરાણ (૧૦, ૬૧, ૭–૧૭)માં પણ નહિ. - શૌરિના અનુચરોમાં શ્રુતદેવ અને ઉદ્ધવ મુખ્ય હેવાનું જણાવ્યું છે, તેમાં મૃતદેવ કોણ હશે? ઉદ્ધવ વસુદેવના અનુજ દેવભાગના પુત્ર હતા. વૃષ્ણુિઓમાં એ નીતિશ ગણુતા. અંધક-વૃષ્ણુિઓના એ એક પ્રસિદ્ધ મંત્રી હતા. મથુરાથી કૃષ્ણ નંદયશોદાને તેમજ ગોપીઓને સાંત્વન આપવા ઉદ્ધવને વ્રજમાં મોકલ્યા હતા. મોસલ યુદ્ધની ઘટના પહેલાં તેઓ સ્વર્ગે સિધાવ્યા હતા. સાત્વતોમાં સુનંદ-નંદને મુખ્ય કહ્યા છે. એ કોણ હશે? કૃષ્ણને ‘અનન્ત–સખા” કથા છે, તેમાં સ્પષ્ટત: બલરામના સાથી એવુ અભિપ્રેત છે. સત્યા વગેરે ૧૬ હજાર સ્ત્રીઓ કૃષ્ણના સંદર્ભમાં જણાવી છે, તેમાં ખરી રીતે ૧૬ હજાર સ્ત્રીઓ તે નરકાસુરના કારાગારમાં મુક્ત કરેલી ને કૃષ્ણને વરેલી કન્યાઓ છે. કઈ જગાએ તેઓની સંખ્યા ૧૬,૧૦૦ હેવાનું જણાવ્યુ છે. આ પત્નીઓમાં નામ ક્યાંય ગણાવ્યાં નથી. તેઓમાં સત્યા મુખ્ય હેય એવું પ્લે. ૩૭ ની બીજી પંક્તિ પરથી લાગે, પરંતુ સત્યા એ ૧૬ હજાર સ્ત્રીઓ ઉપરાંતની મુખ્ય આઠ પત્નીઓમાંની એક હોય એ વધુ સંભવિત છે. એ આઠમાં સત્યા નાગ્નજિતી હતી, જે ગંધાર દેશના રાજા નગ્નજિતની પુત્રી હતી. પરંતુ એ આડમાં રુકિમણી પછી સત્યભામાં અગ્રિમ સ્થાન ધરાવે છે. એ વૃષિ કુલના સત્રાજિતની પુત્રી હતી. શ્રીકૃષ્ણ નરકાસુરને વધ કરવા સત્યભામા સાથે પ્રાજ્યોતિષપુર ગયા હતા ને ત્યાં કૃષ્ણને આ ૧૬ હજાર કન્યાઓ વરી હતી એ જોતાં અહીં જણાવેલી સત્યા તે સત્યા નાગ્નજિતી કરતાં સત્યભામાં સાત્રાજિતી હોય એ વધારે સંભવિત છે. પાંડવોના યાદવ સંબંધીઓમાં સહુથી મહત્ત્વનું સ્થાન ધરાવતા શ્રીકૃષ્ણ વાસુદેવની ખબર યુષિઠિર છેક છેવટમાં પૂછે છે, પરંતુ પૂછે છે ત્યારે એમની યશોગાથા વિગતે ગાય છે. વળી એ પહેલાં પણ કૃષ્ણને તથા કાળુિઓને નિર્દેશ કરે છે. પાંડવોના યાદવ સંબંધીઓ ] For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94