Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 85
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. આ પ્રતિકારી મત સર્વ પ્રથમ રજુ કરવાનું માન રામચંદ્ર અને ગુણચંદ્રને ફાળે જાય છે. આ મત વિસ્તારથી સ્થાપવાનું કાર્ય જગન્નાથે પાછળથી કર્યું છે. ત્યારબાદ વાલટાલંકારના લેખક વાલ્મટ,૧૦ નરેન્દ્રપ્રભ૧ અને કાવ્યાનુશાસનના લેખક વાડ્મટ ૨ ભરત અને હેમચંદ્રને અનુસરી યુદ્ધવીર, દાનવીર અને ધર્મવીર એ ત્રણ પ્રકારેને સ્વીકારે છે. , તે પછી અલરાજ૧૩ અને સિંહભપાલ૧૪ એ બંને આલંકારિકે વળી પાછા ધનંજયને અનુસરી ધર્મવીર પ્રકારને બદલે દયાવીર પ્રકારને સ્વીકારે છે. એ બા વિશ્વનાથે ભારત અને ધનંજય બનના મતોને સમન્વય કરી વીર રસના ચાર પ્રકારો સ્વીકાર્યો છે. યુદ્ધવીર, દાનવીર અને ધર્મવીર એ ભરતે ગણવેલા ત્રણ પ્રકારે સાથ બને જયે ગણાવે દયાવીર પ્રકાર પણ વિશ્વનાથે સ્વીકાર્યો છે. આમ વિશ્વનાથે સમન્વયકારી નવીન મત રજૂ વિશ્વનાથ પછી અમૃતાનંદ, અજિતસેન ૧૭ વિજયવણી૧૮ અને ભાન ૮ ધનંજય ગણવેલા વીર રસના ત્રણ પ્રકારે સ્વીકાર્યા છે. એટલે કે તેઓ ભારતના ધર્મવીર પ્રકારને સ્વીકારતા નથી જ. એ પછી ગોસ્વામી ભક્તિ એ એક જ રસને માને છે. ભારતના વીર રસને તે વીરભક્તિ રસ કહે છે. વિશ્વનાથને અનુસરી આ વીરભક્તિ રસને ચાર પ્રકારને ગણાવે છે.૨૦ એટલે વીરભક્તિ રસના યુદ્ધ, દાન, દયા અને ધર્મ એ ચાર પ્રકારે તે વર્ણવે છે. . ત્યારબાદ ગંગાનંદ અને પદ્મસુંદર૩ ધનંજયના મતને જ અનુસરી વીર રસના યુદ્ધ, દાન અને દયા એ ત્રણ પ્રકારો સ્વીકારે છે. ૨૫ ગોસ્વામીની જેમ મધુસૂદન સરસ્વતી ભક્તિને જ એકમાત્ર રસ માને છે. તેથી તેમણે વીર રસના સ્થાયી ભાવ ઉતસાહના ત્રણ પ્રકાર (૧) દત્સાહ (૨) કાનોત્સાહ અને (૩) ધર્મોત્સાહ ગણાવ્યા છે.૨૩ ભક્તિમાં યુદ્ધ તો હોય જ નહીં. માટે યુદ્ધોત્સાહ પ્રકાર માન્ય નથી. મધુસૂદને કહેલા ઉત્સાહ ત્રણ પ્રકાર અને તેનાં ઉદાહરણે પરથી તેઓ વીર રસના ત્રણ પ્રકાર માનતા હેવાનું અનુમાન કરી શકાય. આમ યુદ્ધવીરને ન સ્વીકારનારા આલંકારિક મધુસૂદન એકલા જ અપવાદરૂપ છે. છેલ્લે, જગન્નાથે વીર રસના પ્રકારોની બાબતમાં વિશ્વનાથના મતને અનુસરી ચાર પ્રકારો માન્યા છે. એટલું જ નહીં, એ પછી રામચંદ્ર ગુણચંદ્રને અનુસરી, તેમનાથી એક ડગલું આગળ વધી વીર રસના શૃંગાર રસની જેમ ઘણા પ્રકારો થઈ શકે એવો અવનવીન મત૨૫ વિસ્તારપૂર્વક રજૂ કર્યો છે. જગન્નાથ કહે છે કે પ્રાચીનોએ ગણવેલા ચાર પ્રકારે ઉપરાંત સત્યવીર એ પાંચમો પ્રકાર ગણો પડે. તેને જે ધર્મવીર પ્રકારમાં સમાવે તે દયાવીર અને દાનવીર એ બે પ્રકારોને ધર્મવીર પ્રકારમાં સમાવવાને અનિષ્ટ પ્રસંગ આવશે. એ ઉપરાંત છઠ્ઠો પાંડિત્યવીર પ્રકાર પણ ગણાવી શકાય. આ પાંડિત્યવીરને જે યુદ્ધવીરમાં સમાવો તો ક્ષમાવીર એ સાતમાં પ્રકારને એની જેમ સમાવી નહી શકાય. વળી બલવીર એ આઠમો પ્રકાર પણ માનવો પડે. હવે જે બલવીર પ્રકારમાં ગર્વ એ ભાવને ધ્વનિ હોય છે એમ કહી તેને રસ ના માને તે યુદ્ધવીરમાં પણ આવા ભાવ વનિઓ બતાવી શકાય કે જે અનિષ્ટ છે. વળી દયાવીરમાં ઉત્સાહ હોય છે એ માનતા હેવાથી બલવીરમાં પણ ઉત્સાહ જ માનવો પડશે. આમ વિસ્તૃત છણાવટ કરી જગન્નાથ એવા નિષ્કર્ષ પર પહોચે છે કે [સામીપ્ય : એપ્રિલ, ૯૩-સટે, ૧૯૯૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94