Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 90
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈચ્છારામ સૂર્યરામને જન્મ સુરતમાં થયો હતો અને તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ પણ સુરતની મિશન સ્કૂલમાં લીધું હતું. જો કે નબળી શારીરિક સ્થિતિને લીધે તેઓ મેટ્રિકની પરીક્ષા પસાર કરી શક્યા નહોતા. ૧૯મા સૈકાના ઉત્તરાર્ધથી સુરતમાં સામાજિક જાગૃતિ આવતી જતી હતી. તે સમયે દુર્ગારામ મહેતાજી, દિનમણિશંકર, દાદોબા પાડુરંગ અને કવિ નર્મદ જેવા પ્રખર સમાજ સુધારકે તેમની અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સામાજિક અનિષ્ટ સામે જેહાદ ઉપાડી રહ્યા હતા. રાજકીય દષ્ટિએ જોઈએ તે સુરત અમદાવાદની સરખામણીમાં ઘણું વધારે ઉદ્દામવાદીનગર હતું. ઈ. સ. ૧૮૪૪ માં સુરતે મીઠાના આકરા કરવેરાની બાબતમાં બ્રિટિશ સરકાર વિરુદ્ધ બંડ કર્યું હતું. તે જ પ્રમાણે ૧૮૦ માં જ્યારે બ્રિટિશ સરકારે ગુજરાત ઉપર આકરા આવકવેરો ઝીંકો ત્યારે સુરતના લોકેએ જબરદસ્ત હડતાલ પાડીને તેનો વળતો જવાબ આપ્યો હતો. પાછળથી જ્યારે હિંદ રાષ્ટ્રીય મહાસભામાં “મવાળ” અને “જહાલ” પક્ષે પડ્યા ત્યારે સુરતના રાજકીય નેતાઓ જહાલ પક્ષની પડખે ઊભા રહ્યા. આમ ઇચ્છારામ દેસાઈએ સુરતમાંથી ઉદ્દામવાદી સંસ્કાર સાહજિક રીતે જ મેળવ્યા હતા. “હિદ અને બ્રિટાનિયા”માં તેમની ઉદ્દામવાદી વિચારસરણી દષ્ટિગોચર થાય છે. આ નવલકથામાં ત્રણ મુખ્ય પાત્રો છે અને તેમને દેવી અથવા તે સ્ત્રી-શક્તિની ઉપમા આપી છે. આ પાત્ર “હિદ” “બ્રિટાનિયા” અને “સ્વતંત્રતા” છે અને ચોથું નાનું પાત્ર “દેશહિત' છે. આ “દેશહિતને હિંદ દેવીના સંતાન તરીકે દર્શાવવામાં આવ્યું છે. તેમની વચ્ચેના સંવાદો દ્વારા લેખક હિંદ અને ઇંગ્લેન્ડની સંસ્કૃતિઓની ખૂબીઓ વાચક સમક્ષ રજૂ કરે છે અને સંવાદ કાર જ તેઓ ઇંગ્લેન્ડ અને હિંદની સારી અને નરસી બાજુઓને અભિવ્યક્ત કરે છે. પરંતુ આ અંગે આપણે ખુદ લેખકની જ પ્રસ્તાવનાને ટાંકીશું તો તે, ૧૯મા સૈકાના રાજકીય અને સાંસ્કૃતિક સંજોગોને તેમજ લેખકના દષ્ટિબિંદુને સમજવામાં સહાયરૂપ થઈ પડશે. લેખકે તેમની પ્રસ્તાવનામાં નાંખ્યું છે: કેરકાર એ આ સૃષ્ટિનો સર્વમાન્ય નિયમ છે, અને તે જ નિયમાનુસાર મનુષ્ય જીદગીને . રાજકીય વિષયમાં હંમેશાં બનાવો બને છે. હિંદુસ્થાનનો ઇતિહાસ ફેરફારને અપૂર્વ નમૂનો છે,... ૧૮૭૬ થી ૧૮૮૦ સુધીના પાંચ વર્ષમાં આ દેશમાં મોટો રાજકીય ગડબડાટ ચાલુ થયો હતો, ને ૧૮૮૩ માં કાળાને ગોરાના મન ઘણું તપી ગયાં હતાં, ત્યારે બન્નેના ગુણ અવગુણ દર્શાવવા એવી મારી મનવૃત્તિ થઈ. તેને અનુસરીને આ તિહાસિક નિબંધ રચાય છે. કાળાગોરાના, દેશીપરદેશીના આર્ય અને અંગ્રેજના મનના ઊભરાઓ કોઈ પણ બારીક તડાતડીને સમયે બહાર જોશભેર ઊભરાઈ આવે છે, અને તેથી અસંતોષ ને અપ્રીતિ, વૈર ને ઠેષ વધવાનો ભય વારંવાર રહે છે. " બન્ને પક્ષ સામસામા એકબીજાનું ભૂંડું ઈચ્છી અતિ અઘટિત, અમર્યાદિત ભૂઠું બોલે છે. એ બને આ નિબંધ અપક્ષપાત ને નિર્મળ મને વાંચશે તો તેઓને કહેવું પડશે કે બંને પક્ષ સરખા દેષને પાત્ર છે. તથાપિ કહી કહી આ ગ્રંથમાં બ્રિટાનિયાનો પક્ષ પ્રસિદ્ધ ખેચેલે જણાશે તેનું કારણ સ્પષ્ટ છે. યોગની અનુકૂળતાઓ મોગલ-મરાઠાને પરાજય પમાડી જે રાજ્ય આજે સર્વોપરી પ્રચંડ તપે છે, અને દુનિયાની સર્વથી શ્રેષ્ઠ પ્રજા પર રાજ કરે છે, તો તે બનાવમાં ઈશ્વર આજ્ઞા વિશેષ હેવી જોઈયે એમ વિદ્વાનેને અનુસરી મારું માનવું છે, ને તે જ ખરું છે." સાહિત્ય અને રાષ્ટ્રવાદ: ‘હિંદ અને બ્રિટાનિયા' (૧૮૮૫)માં વ્યક્ત થયેલી રાષ્ટ્રીય ભાવના] [૮૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94