Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહિત્ય અને રાષ્ટ્રવાદ : ‘હિંદ અને બ્રિટાનિયા' (૧૮૮૫)માં વ્યક્ત થયેલી રાષ્ટ્રીય ભાવના*
જયકુમાર શુકલ *
ઇતિહાસકાર અને સાહિત્યકાર વચ્ચે એક મોટો તફાવત એ છે કે ઇતિહાસકાર તેણે પસંદ કરેલા વિષયવસ્તુનું નિરૂપણ ચોક્કસ સમય અને સ્થળના સંદર્ભમાં કરે છે, જ્યારે, સાહિત્યકાર આ મયદાથી પર રહીને તેની કથામાંથી સાર્વત્રિક સત્ય (Universal truth)ની ખેજ કરે છે. ઇતિહાસકાર તેને પ્રાપ્ત થયેલી સાધન-સામગ્રીને આધારે તેના પિતાના દષ્ટિકણ અનુસાર ઐતિહાસિક પ્રસંગોને સમજાવે છે, ત્યારે બીજી તરફ સાહિત્યકાર એક સર્જક હોઈ તે કાલ્પનિક પાત્ર દ્વારા વાચક સમક્ષ આદર્શો રજૂ કરે છે. ઉદાહરણ તરીકે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ તેમની મહાન કૃતિ “સરસ્વતીચંદ્ર'માં એક તરફ પ્રાચીન હિંદુ સંસ્કૃતિનાં મૂલ્યો અને આદર્શોને ઝીલ્યા તો બીજી તરફ તેમણે પ્રાચીન અને અર્વાચીન પાશ્ચાત્ય સંસ્કૃતિનાં મૂલ્યોને પણ વાચા આપી અને આ રીતે તેમણે આ બને સંસ્કૃતિઓનાં લક્ષણોને ૧૯ મા સૈકાના પરાધીન ભારતીય જીવન સાથે વણી લઈને સ્વદેશ પ્રેમ અને સમાજ સેવાનાં પરંપરાગત તને બિરદાવ્યાં, તેની સાથે સાથે તેમણે પત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિઓ વચ્ચે સેતુ બાંધવાનું પણ ભગીરથ પ્રયાસો કર્યા. ગોવર્ધનરામે ઐતિહાસિક સંશોધનની પદ્ધતિઓ અપનાવી હોત તે આ શક જ ન બનત. આ જ કારણથી તેમણે એક સર્જનશીલ કલાકૃતિ દ્વારા પરાધીન ભારતની તે સમસ્યાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો.
આ દષ્ટિએ જોઈએ તે ગોવર્ધનરામ ત્રિપાઠીના સમકાલીન ઇચછારામ સૂર્યરામ દેસાઈએ (૧૮૫૪-૧૯૧૨) પણ તેમની પાસે ઐતિહાસિક સામગ્રી હોવા છતાં તેમની કૃતિ તરીકે તેમણે નવલકથાનું સ્વરૂપ અપનાવ્યું. તેમણે જે ઐતિહાસિક સંશોધનની પદ્ધતિઓ અપનાવી હતી તે તેમને નક્કર હકીકતોને જ વફાદાર રહેવું પડત અને પિતાની કલ્પના શક્તિને લેશમાત્ર સ્થાન ન રહેવા પામત. પરંતુ તેમણે કલાકૃતિનું સ્વરૂપ અપનાવ્યું અને તે સમયે મુંબઈથી તેમના દ્વારા પ્રસિદ્ધ થતા
સ્વતંત્રતા” નામના અખબારમાં તેમણે “પહાડ પર ભરતખંડના હેતસ્વી” શીર્ષક હેઠળ ૧૮૭૯ માં શ્રેણીરૂપે પ્રગટ કરવા માંડી. ત્યાર બાદ ૧૮૮૫ માં એટલે કે હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાના વરસે જ તે “હિંદ અને બ્રિટાનિયાના શીર્ષક હેઠળ મુંબઈથી પ્રસિદ્ધ કરી. ગુજરાતી ભાષાની આ સૌ પ્રથમ રાજકીય નવલકથા હતી.
* Research Paper read at the National Seminar on “History and Literature :
Their Inter-Relationship in the field of Research" (9-11 Feb. 1991) at Sardar
Patel University, Vallabha Vidyanagar. + નિવૃત્ત અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ, એચ. કે. આર્ટસ કૈલેજ, અમદાવાદ
૮૪]
[ સામીયું : એપ્રિલ, '૯૪-સપ્ટે., ૧૯૯૭
For Private and Personal Use Only