Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
કવિને ગમતું નથી, તેથી શિવ પોતે જ મહાકાવ્યના પાંચમા સર્ગમાં બ્રહ્મચારી સ્વરૂપે આવી પાવતીની પરીક્ષા કરે છે, અને અંતે દર્શન આપી કહે છે કે હે સુંદરી, આજથી હું તપથી ખરી. દાયેલો તારો દાસ છું.'
પ્રચાચવનતifજ તવામિ સાસ: ફ્રીજરત મિ: | (૬.૮૬) આનાથી પાર્વતીના પાત્ર તથા દામ્પત્યની સાચી કસોટી થાય છે, બંને પાત્રાનું તેમનું દેવી ગૌરવ મળે છે તે છતાં માનવહદયપ્રિય ભાવોની રોમાંચકતા પણ નિષ્પન્ન થાય છે. ,
લોકપકાર માટે પોતે પાર્વતીને જરૂર પરણશે એવું વચન પુરાણમાં શિવ મુનિઓને આપે છે. સ્પષ્ટ રીતે જ આનાથી શિવના પાર્વતી પ્રત્યેના નૈસર્ગિક આકર્ષણને વંસ થાય છે. પાર્વતીના તપનું ગૌરવ ખીલતું નથી અને દામ્પત્ય માટે જે કોડ ઉભયને થયા તે દબાઈ જાય છે. આથી કવિ આ તત્ત્વ છોડી દે છે. શિવ માત્ર પાવતીના તપથી પ્રેરાયેલી પોતાની હાંસથી પ્રસન્ન બનીને તેના થયા, એ કવિનો ભાવ છે.
પુરાણમાં એવો ઉલ્લેખ માત્ર છે કે રતિએ કામના મૃત્યુ પર બહુ વિલાપ કર્યો. આ એક વાક્યને ઉલલેખમાંથી નારીહૃદયની ઘેરી વ્યથાનું એક અતિ સુંદર ચિત્ર આપવાની તક કવિ ઝડપી લે છે અને આમાંથી ચોથા સંગને અમર “રતિવિલાપ' સર્જાય છે.
મસ્યપુરાણમાં શિવને દેવો સજજ કરે છે. શિવ પિતાનાં સંવ ભીષણ અલંકરણથી સુસજજ થાય છે ત્યારે પણ શિવ-પાર્વતી થકી તારકાસુરને પુત્ર જન્માવે એ વાતનો ઉલ્લેખ થાય છે. સ્પષ્ટ રીતે જ કાલિદાસની સૌંદર્યદ્રષ્ટિ અને ઔચિત્યભાવના ઉભયને આનાથી આઘાત લાગે તે સ્થિતિ હોવાને લીધે આ બંને તો કાલિદાસ વજય ગણે છે.
આ ઉપરાંત આખી કથાને અવનવું રૂપ આપવા માટે નીચેનાં વર્ણને અને પ્રસંગે કવિએ સ્વક૯૫નાથી ઉમેર્યા છે અને યોગ્ય રીતે કથામાં ગોઠવી દીધાં છે.
અકાલવસંતનું અને તે સમયે હાજર પાર્વતીનું વર્ણન, જે શિવના મનમાં જાગતા વિકાર તથા પાર્વતીની મનોવ્યથા જગાડવા માટે જરૂરી છે. આ વર્ણન સ્વાભાવિક રીતે જ સૃષ્ટિને શૃંગારકરસ બનાવી, તેમાંથી પણ શિવને પાર ઉતારે છે અને શિવનું ગૌરવ વધારે છે, વર્ણનકલાની અભૂતપૂર્વ સિદ્ધિ કાલિદાસ દાખવે છે.
मधु द्विरेफः कुसुमेकपात्रे पपौ प्रियां स्वामनुवर्तमानः ।
व शृगेण च स्पर्शनिमीलिताक्षी मृगीमकण्डूयत कृष्णसारः ॥ (३.३६) એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
બીજ' છે તપશ્ચર્યામય શિવનું વર્ણન, જે શુગારભાવ વિરુદ્ધ નિવિકારતાનું અદ્ભુત વાતાવરણ સર્જી એક વખત કામને પણ મુગ્ધ બનાવી દે છે. શાંત રસને ૨સ તરીકેનું ગૌરવ અપાવનાર આ વર્ણન સંસ્કૃતમાં અતિ ઉત્કૃષ્ટ ગણ્ય છે (કુમારસંભવ, તૃતીય સર્ગ).
તપામય પાવતી અને બ્રહ્મચારી શિવને સંવાદ, જે સમગ્ર હિન્દુ દામ્પત્યભાવના, નારીની નિષ્ઠા, સંયમ, તપસ્વિતા આદિને પ્રગટ કરે છે. પુરાણોમાં જીવનવિષયક વિચારો જરૂર આવે છે. પરત આ જીવનમાંથી જડેલ ચિંતન અને આના જ પરિપાકરૂપે આખા મહાકાવ્યમાં પથરાયેલી
[ સામીપ્ય: એપ્રિલ, ૯-, ૧૯૯૩
For Private and Personal Use Only