Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनया देवसामग्या मुनिदानवभीमथा । दुःसाध्यः शंकरो देवः किं न वेसि जगत्प्रभो ॥ . सस्य देवस्य बेत्थ त्व' कारणं तु यदव्ययम् । प्रायः प्रसादः कोपोऽपि सर्वो हि महतां महान् ।। પણ અંતે એ વાત સ્વીકારી. તપમાં નડતર થતાં શિવે કામને બાળી નાંખ્યો.तदन्तिकस्थे मदने व्यस्फारयत धूर्जटिः । तन्नेत्रविस्फुलिंगेन कोशतां नाकवासिनाम् ।। गमितो भस्मसात्तर्ण कन्दर्पः कामिदपकः । स तु त भस्मसात् कृत्वा हरनेत्रोभवोऽनलः ॥ રતિને ધણી વ્યથા થઈ. તે શિવના શરણે ગઈ. શિવે તેને તેના પ્રિયના પુનર્જીવન માટે વરદાન આપ્યું. પાર્વતીએ શિવને તપથી જીતવાનો નિર્ણય કર્યો; મુનિઓએ પાર્વતીની પરીક્ષા કરી પાર્વતીને આશિષ આપી. શિવને વિનવ્યા. પાવતી-શિવાં લગ્ન થયાં, ત્યારબાદ ધણું સમયે કુમાર જા. તેમણે દેશનું નેતૃત્વ લધું અને તારકાસુરને યુદ્ધમાં નાશ કર્યો. કથાની આ બાહ્ય રૂપરેખા “કુમારસંભવની કથા સાથે આશ્ચર્યકારક સમાનતા ધરાવે છે. સમાનતાઓની નોંધ આ પ્રમાણે કરી શકાય ? (૧) બંનેમાં તારકને મારવાને ઉપાય બતાવવા દેવો બ્રહ્માજી સમક્ષ હાજર થાય છે. (૨) વિશ્વમાં અશાંતિ ફેલાઈ જવાનાં કારણે બંનેમાં સમાન છે. () તારકને વરદાન બ્રહ્માએ આપ્યું છે, છતાં તારકને મારવાનો ઉપાય, એટલે કે દેવોને માટે તારણોપાય બ્રહ્માજી જ બતાવે છે. (૪) શિવ અને પાર્વતીના સન્તાનનો જન્મ એટલે કે કુમારનો જન્મ બંનેમાં ઉપાય તરીકે બતાવ્યો છે. શિવના ધ્યાનમાં વિક્ષેપ પાડવાને. શિવને તપોભંગ કરવાનો આદેશ કામદેવને ઇન્દ્ર આપે છે. (૬) બંનેમાં શિવ કામદેવને બાળીને ભસ્મ કરી દે છે અને આની પાછળ રતિવિલાપ નિર્દેશાય છે. (૭) શિવને તપથી જીતવાનો પાર્વતીને નિર્ણય બનેમાં પાવતીને છે. (૮) બંનેમાં શિવ-પાર્વતીના વિવાહ અને કુમારને આગામી જન્મ નિર્દેશાય છે. (૯) બંનેમાં વિવાહત્સવ વર્ણવ્યો છે. અને અનેક વ્યવધાનોથી યુક્ત છે. પોતાના કાવ્યનું એક વ્યવસ્થિત, સુવિકસિત અસામાન અને ચિંતનસભર અને મહાકાવ્યોચિત પૂર્ણ ગૌરવથી યુક્ત વસ્તુ કવિને જન્માવવું છે. તેની પાસે કવિની કાવ્યદ્રષ્ટિ અને મહાકવિની આદષ્ટિ છે. આથી જ “મસ્યપુરાણની કથાને તે વ્યવસ્થિત કરે છે, કાવ્યોચિત બનાવે છે, બિનજરૂરી પાત્રો તેમજ પ્રસંગનું વ્યવધાન દૂર કરે છે. પુરાણુવિશિષ્ટ અશક્યતાઓ દૂર કરે છે, લાંબા વર્ણને વજર્ય ગણે છે, કલ્યાણમય શુંગારભાવનાને દૃષ્ટિમાં રાખી પાત્રો ઘડે છે. શિવ અને પાર્વતીનું ગૌરવ ઝાંખુ ન પડે તે ધ્યાનમાં રાખી સુધારા વધારા કરે છે, મૂળ કથામાં તેણે કરેલા ફેરફારો નીચે પ્રમાણે છે. તારકાસુરના જન્મથી માંડીને તેની સામે ફરિયાદ લઈને દેવો બ્રહ્મા પાસે જાય છે, તે પહેલાં જ કવિ પૂર્ણ યુવાવસ્થામાં ખીલી ઉઠેલ દેવી પાર્વતીનું પ્રથમ સગમાં વર્ણન કરે છે, અને કથાસૂત્રને જાળવી રાખવા માટે જ પાર્વતી પાછળથી જન્મી એવું પુરાતત્ત્વ દૂર કરે છે. [ સામીપ્ય : એપ્રિલ, 'રૂ-સપ્ટે. ૧૯૯૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94