Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવનાથના મેરલીધર મંદિરની ભીતમાં સારંગદેવ વાઘેલાના સમયનો શિલાલેખ સિમેન્ટમાં ચણાયેલો છે. વિ. સં. ૧૩૫૪ કાત્તિક સુદિ ૧ ને રવિવારે (ઈ. સ. ૧૨૯૮) રચાયેલી આ પ્રશસ્તિ શ્યામશિલામાં કોતરાયેલી છે. ૧૭ - સત્રાપાડા ગામની દક્ષિણે આવેલા જીર્ણ થયેલા સૂર્યમંદિરમાં વિ. સં. ૧૭૫૭(ઈ. સ. ૧૩૦૧)ને શિલાલેખ છે. તેમાં વયજલદેવ બુટાએ આ સૂર્યમંદિર કરાવ્યું હોવાની નોંધ છે.૧૮
માંગરોળના બંદરરોડના નાકા ઉપર આવેલી જુમ્મા મસ્જિદની બહાર પડેલા ચાર સ્તંભ પૈકીના એક સ્તભ ઉપર લેખ કોતરેલો છે. કશું જ ના આ શિલાલેખની શરૂઆતમાં ૪ ઇંચના વ્યાસનું ચક્ર છે. જે સૂર્યના પ્રતીક રૂપ હોવાનું જણાય છે. લેખની શરૂઆત વિ. સં. ૧૩૫[૩]ના રીત્ર માસની શુકલ પક્ષ ની સપ્તમી અને રવિવાર(ઈ. સ. ૧૨૯૭)ની તિથિથી થાય છે. ૧૮ અ અભિલેખમાંનું હેતુવિષયક લખાણ નષ્ટ થયું છે, પરંતુ અંકિત ચક તથા તિથિ પરથી આ લેખ સૂર્યમંદિર વિષયક હોવાનું અનુમાન થઈ શકે.૧૮ આ ઉપરાંત પ્રભાસ પાટણ ભાસ્કરક્ષેત્ર તરીકે ઓળખાતું હતુ તેવો પૌરાણિક ઉલેખ પણ મળે છે. - થાન પાસે આવેલ કંડેલ ટેકરી ઉપરના પ્રાચીન સૂર્ય મંદિરમાં વિ. સં. ૧૯૩૨, વૈશાખ સુદિ ૯ સોમવાર(ઈ. સ. ૧૭૭૬)નો શિલાલેખ છે. જેમાં બૂટડ લાખાના પુત્ર સિંહે સૂર્યમંદિર બંધાવ્યું હોવાને નિર્દેશ કરાયો છે. ૨૦
ધામલેજ ગામની પશ્ચિમે વિબગયા નામે પ્રચલિત કુંડમાં પીપળા નીચે વિ. સં. ૧૪૩૭, અષાઢ વદિ ૬ ને શનિવાર(ઈ. સ. ૧૩૮૦)ને શિલાલેખ જીર્ણ હાલતમાં પડેલો છે. લેખમાં જણાવ્યું છે કે જ્યારે દેશ પ્લેથી અતિ પીડિત થયો, ત્યારે તેનું રક્ષગુ કરવા પ્રભાસના વાજા રાજા ભરમના સચિવ કર્મસિંહે મૂલગયા(વામલેજ)ના કુંડ તથા સૂર્યમંદિર મરાવ્યા હતા. ૨૧
ખોરાસાના સૂર્ય મંદિરમાંથી પ્રાપ્ત શિલાલેખ હાલ ચાર વાડના નાગનાથ મહાદેવના મંદિરમાં છે. વિ. સં. ૧૪૪૫, ફાગણ સુદિ ૫ ને સોમવાર(ઈ. સ. ૧૩૮૯)ના આ લેખને આરંભ સૂર્યદેવની સ્તુતિથી થાય છે, તથા તેમાં વર્ણવ્યું છે કે માણા રાજસિંહના ચાર પુત્રો પૈકીના મલે તેના પુરોગામીએ બંધાવેલા સૂર્યમંદિરને સમરાવ્યું હતું.૨૨
ખંભાતની વડવાની વાવમાં બે પ્રશસ્તિ લેખો અંકિત થયેલા છે. વિ. સં. ૧૫૩૮, ભાદરવા સુદિ ૫ ને સોમવાર(ઈ. સ. ૧૪૮૨)ના આ લેખમાં વિજલના પુત્ર સોહડે થંભપુર તીર્થમાં શંકર, સૂર્ય, દેવી, લક્ષ્મીપતિ તથા ગણપતિના ૧૪૪ દેવાલયોને જીર્ણોદ્ધાર કર્યો હોવાનો ઉલ્લેખ છે.૨૩
મૂળીના માંડવરાયના સૂર્યમંદિરમાં વિ. સં. ૧૬૮૫(ઈ. સ. ૧૬૨૯)ના શિલાલેખની શરૂઆતમાં દેવ-દેવીઓની સ્તુતિ કરવામાં આવી છે, ત્યારબાદ શાહજહાંના પરમાર રાજા રામજીના વિજયકાલ દરમ્યાન નંદુઆણું જ્ઞાતિના ભગવતીદાસ અને અમુલાના પુત્ર ગોપાલે આ પ્રાસાદ કરાવ્યો હોવાની નોંધ છે. ૨૪ સારસંક્ષેપ :
ઉપયુક્ત સૂર્યમંદિર વિષયક અભિલેખોમાંથી વિવિધ વિશેષતાઓ પ્રાપ્ત થઈ છે. અભિલેખોના સ્થાન વિશે વિચારતાં કેટલાક જે તે મંદિરમાં હાલ વિદ્યમાન છે, તે કેટલાક મ્યુઝિયમમાં અથવા નવા મંદિરોમાં રક્ષિત કરેલા છે. આ સૂર્યમંદિરને દાન માતા-પિતાના શ્રેયાથે કે સ્વપુણ્યાર્થે અથવા યશની વૃદ્ધિ અર્થે અપાયેલાં છે. તેમ છતાં આ અભિલેખે દ્વારા રાજ્યનો વિસ્તાર, તેની સીમા, રાજાની વંશાવળી, તેને રાજકીય વિસ્તાર, વહીવટી પરિવારની વિગતો તથા અન્ય સાંસ્કૃતિક
ગુજરાતના અભિલેખોમાં સૂર્યમંદિરના નિદેશે
[૪૯
For Private and Personal Use Only