Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
મહાકવિ પદ્મનાભ વિરચિત “કાન્હડદે પ્રબંધ'માં નિરૂપાયેલું સમાજ જીવનઃ એક અભ્યાસ*
મહેશચંદ્ર પંડયા*
ઇતિહાસ સંશોધકને, ઇતિહાસના અન્વેષણ દરમ્યાન અનેકવિધ સાધન સંચય કરી, તેનું સંકલન કરી, તે સાધનોનું સંદર્શન કરી, ચિંતન કરીને તેને આધારે સલેખન કરવાનું હોય છે. તે સાધનમાં વ્યાપક સાધન સાહિત્ય હોય છે. કહેવાય છે કે, સાહિત્ય પ્રજાજીવનનાં પ્રતિબિંબ ઝીલતું પણ છે. પરંતુ એ બધાં પ્રતિબિંબ બધી વખતે શ્રદ્ધેય અને તયપૂર્ણ નથી હોતાં. કયારેક તેમાં કલ્પના તત્વ જોર કરી જતું હોય છે. એટલે, સાહિત્યિક ગ્રંથમાંથી ઇતિહાસ શોધનાર અનવેષકે, સાહિત્યના ઇતિહાસના સાધન તરીકેની તે મર્યાદા લક્ષ્યમાં લેવી આવશ્યક બને છે. સાહિત્ય જે સમય દરમ્યાન રચાયું હોય, તે સમયના લોકજીવન પર તે પ્રકાશ પાડતું હોય છે. તેથી ઐતિહાસિક સાધને લેખાય નહિ તેવી સાહિત્યિક કૃતિઓ પણ તતકાલીન સમાજ જીવનને સમજવામાં અગત્યની બને છે. કેટલીક સાહિત્યિક કૃતિઓમાં તે તત્કાલીન સમાજ જીવનનાં પરિબળો કે ઘટનાઓ પ્રતિબિંબિત થતી હોય છે. તેથી તેની સાહિત્યિક કૃતિઓ ઇતિહાસ નિરૂપણના સાધન તરીકે ઉપયોગી નીવડે છે. તે દૃષ્ટિને નજર સમક્ષ રાખીને અહી મહાકવિ શ્રી પદ્મનાભ વિરચિત ‘કાન્હડદે પ્રબંધ'માં નિરૂપાયેલા સમાજ જીવનને અભ્યાસ રજુ કરવાનો ઉપક્રમ રાખ્યો છે. કાન્હડદે પ્રબંધ'ના રચયિતા મહાકવિ પદ્મનાભ વીસનગરા નાગર હતા. તેઓ નેધે છે કે,
“વિમલનગરઉ નાગર એક, પદ્મનાભ કવિ પુણ્ય વિવેક,
એહવું બિરદ આદરઈ અની, લહઈ બુદ્ધિ કવિજન રંજની'૪ કવિ પદ્મનાભ રાજસ્થાનના જાલોર રાજ્યના ચૌહાણ રાજ અખયરાજના રાજકવિ હતા. મુનિશ્રી જિનવિજયજી તેમને ભારતના પુરાતન પુણ્ય પ્રદેશના સાચા સંરક્ષક, ઉદાત્ત રાષ્ટ્રપ્રેમી, આદર્શ રાષ્ટ્રકવિ અને મધ્યકાલીન કવિઓમાં “મહાકવિ' પદના અધિકારી માને છે." તેમણે અખયરાજની પ્રેરણાથી અખયરાજ પૂર્વેની પાંચમી પેઢીએ થયેલા મહાપરાક્રમી રાજા કાનહડદેની વીરગાથા ઈ સ. ૧૪૫૬ માં આ મહાકાવ્યમાં વર્ણવી છે.
પ્રાચ્યવિદ્યા વિશારદ 3. ન્યૂલર, અપ્રસિદ્ધ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથની હસ્તપ્રતે શોધવા ઉત્તર ગુજરાત રાજસ્થાનના પ્રવાસે ગયા હતા. ત્યારે થરાદ(જિ. બનાસકાંઠા)ના જૈન જ્ઞાન ભંડાર તપાસતાં તેમને આ પ્રબંધ મળી આવ્યો હતો. તે પ્રબંધ સુરક્ષિત દાબડામાં, તાળા-ચીવાળા ટાળામાં
* તા. ૨૬, ૨૭ ડિસેમ્બર, ૧૯૯૨ દરમ્યાન વીસનગર મુકામે યોજાયેલા, સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ
પરિષદના ૧૦મા અધિવેશનમાં ૨જ કરેલો લઘુ શોધનિબંધ. * રીડર, ઇતિહાસ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
પરિવ
[સામીપ્ય : એપ્રિલ, '૯૭-સપ્ટે. ૧૯૯૭
For Private and Personal Use Only