Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 76
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સચવાયેલું હતું તેમણે તેની નકલ કરાવી. સ્વ. નવલરામ લક્ષ્મીરામ પંડયા (શાળા પત્રના તંત્રી)ને તે મોકલી. નવલરામે તેને ઈ. સ. ૧૮૭૭-૭૮ દરમ્યાન “શાળા પત્ર'ના અંકમાં અક્ષરશ: પ્રસિદ્ધ કરી તે પરથી તથા અન્ય મળી આવેલી પ્રતિમાઓનું સંકલન કરીને ડાહ્યાભાઈ પીતામ્બરદાસ દેરાસરીએ, કડદે પ્રબંધ'ની વાચના તેયાર કરીને ઈ. સ. ૧૯૧૩ માં તેની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ કરી. ત્યાર બાદ કેટલાક સુધારા વધારા સાથે તેની બીજી આવૃત્તિ ૧૯૬૪માં પ્રસિદ્ધ કરી. ત્યારબાદ ડે. કે. બી. વ્યાસે મુનિ શ્રી જિનવિજયજીની પ્રેરણાથી ગુજરાત-રાજસ્થાનના ગ્રંથાલયોમાંથી એ પ્રબંધની ૧૧ પ્રતિ મેળવીને તેના પાઠનું સંકલન કરીને, એ પ્રબંધની વાચના નિર્ણિત કરી. તેને રાજસ્થાન પુરાતન ગ્રંથમાળાના ૧૧ મા મણકા તરીકે, આચાર્ય જિનવિજયજીના પુરોવચન સાથે ઈ. સ. ૧૯૫૩ માં પ્રસિદ્ધ કરવામાં આવી. ગુજરાતી સાહિત્યના પ્રથમ બૃહત્ વીરરસ કાવ્ય ગણાતા એ પ્રબંધનું ગુજરાતી સાહિત્યમાં અસાધારણ મહત્ત્વ છે. તેમાં કવિએ અરબી-ફારસી શબ્દોથી સમૃદ્ધ “ગુજર ભાખા”નો પરિચય સુલભ કરી આપે છે.૧૧ એ ઉપરાંત કવિએ એતિહાસિક આધારોનું સમર્થન લઈને તેમાં ઉચ્ચ દેશભિમાન, પ્રબળ ધર્માભિમાન, અને ઉન્નત રાષ્ટ્રપ્રેમનું નિરૂપણ કર્યું છે. ઈ. સ. ૧૪૫૬ માં રચાયેલા એ ગ્રંથમાંનો પ્રસંગ સોલંકી કાળના અંતરે છે. કણ વાઘેલાના પ્રધાન માધવ મહેતાએ અલ્લાઉદ્દીનને ગુજરાત પર આક્રમણ કરવા આમંત્રણ આપ્યું. અલાઉદ્દીનના સેનાપતિ ઉલુઘખાનને લશ્કર સાથે પિતાના પ્રદેશમાં થઈને પસાર થવા દેવાની જાલોરના થરવીર રાજા કાન્હડદેએ ના પાડી. તેથી ગુસ્સે થયેલા ઉલુઘખાનનુ લકર, મેવાડ અને બનાસકાંઠા પસાર કરીને, ગુજરાતના રાજસ્થાનની સરહદે આવેલા પ્રથમ લશ્કરી થાણું ગણાતા મોડાસે આવ્યું. મોડાસાના ઠાકર બત્તડે તેને પ્રથમ સામનો કર્યો. છેવટે બતવીરગતિને પામ્યા.'' તે આ ગે પદ્મનાભે નોંધ્યું છે કે, “ઊડી એહ થયું અંધારું, ગણિ ન સૂઝઈ ભાણ, ચાલી દળ મુહડાસઈ આવ્યાં, છમઢમિયાં નિસાણ, મારી મળેછ પડત દીઠ૬, બરડ વાણિયું સાનિ, જ્યજયકાર હઉ, સરગાપુરી બઈસી, ગયઉ વિમાની'૧૨ મોડાસાને બાળી, ઉજજડ કરી, લશ્કર કાનમ, ચરોતર, બાવન ખેડાર, દક્ષિણેત, દંડવ્ય થઈ અણહિલપુર પાટણ આવ્યું. પાટણને લૂંટી, બાળી, સેરઠ આવ્યું. સેરઠમાં મેઘલપુર, મહુઆ, ઊના, પાઠા. દીવ, સોમનાથ પાટણને ખેદાનમેદાન કરી જાલોર પહોંચ્યું. જાલોરના રાજા કાન્હડદેએ તેને વીરતાપૂર્વક સામનો કરી ઉલુઘખાનને યુદ્ધમાં હર્યો. છેવટે અલાઉદ્દીન ખલજીએ કાન્હડદેને પરાસ્ત કરવા જતે જાલોર આવવું પડયું. વગેરે અતિહાસિક વિગતોનું વર્ણન કાન્હડે પ્રબંધ'માં કરવામાં આવ્યું છે.૧૩ કવિ પાનાભે એ પ્રબંધમાં ગુજરાત અને રાજસ્થાનની તકાલીન સામાજિક પરિસ્થિતિનું ઝીણવટભર્યું વર્ણન કર્યું છે.૧૪ એ સામાજિક પરિસ્થિતિનું નિરૂપણ કવિના સમયનું એટહો કે ઈ. સ.ની ૧૫ મી સદીના ઉત્તરાર્ધના ગુજરાત અને રાજસ્થાનના સમાજ અંગેનું છે. આ અંગે કાન્હડદે પ્રબંધ'ની રાજસ્થાની આવૃત્તિમાં “પ્રાસ્તાવિકમાં પુરાતત્વવિદ જિનવિજયજી મુનિએ જણાવ્યું છે કે, “એ સમય દરમ્યાન રાજસ્થાની યા ગુજરાતી એવાં, ભાષાભેદ સૂચક નામોનું નિર્ધારણ થયું નહતું. એ સમયે રાજસ્થાન અને ગુજરાત પ્રદેશમાં ભાષા વિષયક ખાસ ભિન્નતા ન હતી બિનતા મહાકવિ પદ્મનાભ વિરચિત “કાન્હડદે પ્રબંધમાં નિરૂપાયેલું સમાજજીવન...] | [૭૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94