Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 77
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માત્ર રાજકીય સીમાઓ સંબંધી હતી. ચાલુક્યની રાજધાની અણહિલપુરમાં વસનારા લોક જેવી ભાષા બોલતા હતા, લગભગ એવી જ ભાષા ચાહમાનની રાજધાની અજમેરના લોકે પણ બોલતા હતા. ભિન્નતા માત્ર રાજકીય સીમાઓ સંબંધી હતી. સાંસ્કૃતિક, સાહિત્યિક અને સામાજિક દષ્ટિએ એ બનને પ્રદેશો વચ્ચે કોઈ સીમા ભેદ નહતો. બન્ને પ્રદેશ પરસ્પર એકરૂપે હતા.૫૫ આમ રાજસ્થાનની સમાજ વ્યવસ્થા અને ગુજરાતી સમાજ વ્યવસ્થામાં સામ્ય રહેલું હતું. ભાષા, પ્રદેશ, રીત રિવાજે, અને સંસ્કારિતાની દષ્ટિએ તે, મારવાડ, આનર્ત પ્રદેશ, ઈડર, મોડાસા, વડનગર અને વીસનગરની સંસ્કારિતા હજારો વર્ષો સુધી એક અને અવિભાજ્ય રહી હતી. તેથી એ સહિયારી ભાષા સંસ્કારિતા માટે ઉમાશંકર જોશીએ પ્રયોજેલો “માર ગુર્જર” શબ્દ યોગ્ય ગણવામાં આવે છે. ઈડર પ્રદેશને તે છેક હમણાં સુધી નાની મારવાડ તરીકે ઓળખવામાં આવતો. તેથી મહાકવિ પદ્મનાભે ગુજરાત રાજસ્થાનની એ સહિયારી ભાષામાં “કાન્હડદે પ્રબંધ'નું નિરૂપણ કર્યું છે અને તેમાં તકાલીન સમાજ જીવનનું ઝીણવટભર્યું વર્ણન કર્યું છે. સમાજ વ્યવસ્થા : મહાકવિ પદાનાભે રચેલા કાન્હડદે પ્રબંધ'માં ૧૧ મી સદીના ઉત્તરાર્ધના ગુજરાત રાજસ્થાનના સમાજ જીવનનું પ્રતિબિંબ ઝીલાયું છે. તેમાં જ્ઞાતિ વ્યવસ્થા, રીત-રીવાજો, પાપ અને પુણ્ય અંગેની માન્યતા, નગરરચના, ગઢની રચના, યુદ્ધ સમયની વ્યુહરચના વગેરે અંગે સુંદર માહિતી આપી છે. જ્ઞાતિ વ્યવસ્થા: મહાકવિ પવાનાભે જ્ઞાતિ વ્યવસ્થાની માહિતી કાન્હડદેની રાજધાની જાલોર નગરમાં વસતી જ્ઞાતિઓને ધ્યાનમાં રાખીને નિરૂપી છે. તેઓ જણાવે છે કે, જાલોરમાં અઢારે વણની વસતી હતી. ખાસ કરીને તેમણે બ્રાહ્મણે, રાજપૂત, વણિકો , કારીગરો વગેરે અંગેની વિગતવાર માહિતી આપી છે. બ્રાહ્મણો : તેઓ નોંધે છે કે, જે નગરોમાં બ્રાહ્મણોનું પ્રાધાન્ય હોય તેવાં નગરો “બ્રહ્મપુરી' તરીકે ઓળખાતા હતાં. તેમણે આ જ્ઞાતિનું વર્ણન ભિન્નમાલ જેવાં કેટલાંક નગરોને ધ્યાનમાં રાખીને કર્યું છે. તેમણે બ્રાહ્મણોની વિદત્તાના ભારે વખાણ કરતાં જણાવ્યું છે કે, બ્રાહ્મણને અંગ સહિત ચારે વેદે કંઠસ્થ હતા. એ ઉપરાંત તેઓ ૧૪ વિદ્યા, ૧૮ પુરાણ, આયુર્વેદ, ભરત નાટયમ , જ્યોતિષ, પિંગળ વગેરે શાસ્ત્રોના અભ્યાસુ હતા. તઉપરાંત, ગાયન, વાદન, અભિનયકલા વગેરે વિદ્યાનું પણ તેઓ પરિશીલન કરતા હતા. બ્રાહ્મણે જળાશયોમાં સ્નાન કરીને પાછા વળે ત્યારે તેમની સાથે રહેલા તેમના શિષ્યો વેદમંત્રોનો ઉષ કરતા કરતા તેમની સાથે ચાલતા હતા. તેથી જણાય છે કે તત્કાલીન સમાજના બ્રાહ્મણોનું જીવન પ્રાચીન કાલીન ઋષિ-મુનિઓના જીવન જેવું હતું. ૨જપૂતો : પદમનાભે છત્રીસ પ્રકારના રજપૂતનો ઉલ્લેખ કર્યો છે. તેમાં વાધેલા. સોલંકી, રાઠોડ, પરમાર, બારડ, દૂથ, દરિયક, ચાવડા, ડેડીઆ, જાદવ (યાદવ), દૂલ, નિકુંભ, ગોહિલ, ઝાલા, જેઠવા, તુંવર પડિહાર, વિહલ વગેરે મુખ્ય પ્રકારે ગણાવ્યા છે. ૮ તેમણે આ જ્ઞાતિની વીરતાની ભારોભાર પ્રસંશા કરી છે. તથા તેમના સદગુણોને પણ બિરદાવ્યા છે. તેઓ નોંધે છે કે, રજપૂત શરીર, ઉદાર, ર]. [ સામીપ્ય : એપ્રિલ, ”ા-સપ્ટે., ૧૯૯૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94