Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશાપુરા, બ્રહ્મા, ગણુપતિ, કૃષ્ણ વગેરે દેવ-દેવીઓનાં વિશાળ અને ઉન્નત મંદિરો આવેલાં હતાં, જેમાં આઠે પહોર પૂજા થતી હતી. સોમનાથનું લિંગ ઝાલોરમાં સ્થપાયા પછી તેની ષોડશોપચાર વિધિથી પૂજા થતી હતી. મંદિરનાં નૃત્ય અને નાટકે, ભવાઈ વેશ વગેરે નટો કરતા હતા. ૨૩ દેવની પધરામણી મોટા ઉત્સવો સાથે થતી હતી. નગરમાં મોટાં જૈન મંદિરો પણ આવેલાં હતાં. પાનાભે મંદિરોમાં નૃત્ય નાટકે-ભવાઈ વેશ વગેરે ભજવાતાં હતાં તેની નેંધ કરી છે. તેથી જણાય છે કે, એ વિસ્તારમાં નૃત્ય-નાટક કરનાર, નતક વર્ગ પણ વસતો હશે. તે જ રીતે ગુજરાતમાં પણ નર્તન કરનાર વગ વસતો હતો. તેથી ખાસ ઉત્તર ગુજરાતનો પ્રદેશ “આનર્ત પ્રદેશ તરીકે ઓળખાય હશે. તે અંગેની નોંધ લેતાં “પુરાણોમાં ગુજરાત' નામના ગ્રંથમાં ઉમાશંકર જોશી જણાવે છે કે, “આજે પણ વીસનગર, વડનગર (આનર્તપુર), ઈડર વગેરે પ્રદેશમાં દોઢિયા તાલની વિશિષ્ટ નૃત્ય ભંગી સાચવતી સંગીત કુશળ, નટકલા-નિપૂણ નાયક જ્ઞાતિ વસે છે.૨૪ એ પ્રદેશ નત ન હોવાથી આનર્ત' કહેવાયા હશે. સભાગૃહ
પવનાબે ઝાલોરના સભાગૃહનું પણ વર્ણન કર્યું છે. એ સભાગૃહમાં સુખડના સુંદર ગેખ, મલયાધર લાકડાની જાળીઓ, નાજુક ખંભિકાઓ, મણિજડિત, સ્ફટીકમય ભૂમિતળ અને ગૃહની વચોવચ શણગારેલું સિંહાસન શોભતું હતું, જેમાં રાજા બિરાજત હતો. સભાગૃહની ભીત, ચાકળા, ચંદરવા, અને પુષ્પમાળાઓથી શણગારવામાં આવતી હતી. સભાગૃહની બેઠક વખતે પાંચવાજિંત્રો વગાડવામાં આવતાં હતાં. એ નતંકીઓ નૃત્ય કરતી હતી. રાજના શિર પર પંચવણું છત્ર ધરવામાં આવતું. તથા બને બાજુ ચામર ઢોળવામાં આવતાં. સભામાં અમાત્ય, પ્રધાન, સામંત, માંડલિક, અધિકારીઓ વગેરે બિરાજતા હતા.૨૫ ગની રચના :
‘કાન્હડદે પ્રબંધ'માં પદ્મનાભે, ઝાલોરગઢનું વર્ણન કરતાં જણાવ્યું છે કે, ગઢ ઉપર વિશાળ જળાશયો, ઊંડી ઝાલર વાવ, સાદાણવાવ, રાણીવાવ, ઝીબાલી કુંડ, ભોલઈ તળાવ, પાણીની અનેક પર અને અન્નક્ષેત્રોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી યુદ્ધ સમયે ખેરાક-પાણીની સુવિધા પૂરતા પ્રમાણમાં મળી રહે. તથા ધાર્મિક પર્વે સમયે નગરજને પવિત્ર સ્નાન કરી શકે. ગઢને અનેક ગગનચુંબી મુર, કોઠા, જુદા જુદા દરવાજા, અને ચેકીઓથી સજવામાં આવ્યો હતો. ગઢને અવસરપ્રસંગે શણગારવામાં આવતા ત્યારની તેની શોભા અદ્વિતીય ભાસતી. ગઢમાં ગીત-સંગીત-નૃત્ય આદિના સમારંભે પણ યોજવામાં આવતા. યુદ્ધ પ્રકિયા :
મધ્યયુગીન રાજસ્થાન અને ગુજરાતમાં યુદ્ધો સામાન્ય બાબત હતી. “કાન્હડદે પ્રબંધ'માં પણ તે સમયે થતાં યુદ્ધોની વિગતવાર માહિતી આપવામાં આવી છે. તેને બે વિભાગમાં વહેંચી શકાય. (1) રજપૂત ઢાઓ દ્વારા લડાતાં યુદ્ધો અને (૨) મુસલમાન સૈનિકે દ્વારા લડાતાં યુદ્ધો. ૨જપૂત દ્વાએ દારા લડાતાં યુદ્ધો:
મહાકવિ પદ્મનાભ જણાવે છે તે પ્રમાણે રજપૂત રાજાઓ યુદ્ધ શરૂ થાય તે પૂર્વે દુશ્મન છાવણીમાં દૂત મોકલી વિષ્ટિ કરતા હતા. તે કાર્ય સામતે અથવા પ્રધાનો મારફતે થતું હતું.
મહાકવિ પદ્મનાભ વિરચિત કાન્હડદે પ્રબંધમાં નિરૂપાયેલું સમાજજીવન...]
[ ૭૫
For Private and Personal Use Only