Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વફાદાર, ચારિત્રશીલ, યુદ્ધ કુશળ અને સગ્રામ સમથ હતા. તેા કેટલીક વાર કાયર, રજપૂત પણુ મળી આવતા. સામાન્ય રીતે તે ધમ પાલક, હારીને શરણે જવા કરતાં, કેસરિયાં કરીને વીરગતિને સ્વીકારવાનું પસંદ કરતા હતા. પદ્મનાભે કરેલા વનને આધારે જણાય છે કે, મધ્યકાલીન ગુજરાત અને રાજસ્થાનના શૂરવીર રજપૂત યાદ્ધાએ ખુમારીથી પેાતાનું જીવન જીવતા હતા. યુદ્ધ વખતે વફાદારી એ તેમને નોંધપાત્ર ગુણુ હતા.૧૯
વૈશ્યા :
કાન્હડદે પ્રબંધ'માં પદ્મનાભ નગરામાં વસતા વૈશ્યા અને વેપારીઓનુ` સુંદર વર્ણીન કરતાં નોંધે છે કે વેપારીએ સમથ અને દેશદાઝવાળા હતા. તેઓ વાણિયા તરીકે ઓળખાતા હતા. તેમના વેપાર દેશ-વિદેશમાં ચાલતા હતા. ખાસ કરીને વિશા, દશા, શ્રાવક, માહેશ્વરી (મેસરી), ફડિયા, દોશી, ઝવેરી, ગાંધી વગેરે અટકા ધરાવતા વૈષ્ણવાની તેમણે નાં કરી છે. નગરાના મધ્યમાં વેપારી આનું મુખ્ય મથક ‘માંડવી' આવેલુ` હતુ`. વેપારીએ રાજને વફાદાર રહેતા હતા. ઝાલારગઢમાં અલ્લાઉદ્દીનના લશ્કર સામે લડતાં લડતાં, કાન્હડદેના લશ્કર માટેની ખાદ્ય સામગ્રી અને અન્ય સામગ્રી ખૂટી પડી ત્યારે, ફડિયા, દેશી, ઘી તેલના વેપારીઓ, લાકડાના વેપારીઓ, ગાળના વેપારીએ વગેરેએ કાન્હડદેને હિંમત આપતાં જણાવ્યુ` હતુ` કે તેઓ વર્ષાં સુધી સર–સામાન અને યુદ્ઘકીય સામગ્રી પૂરાં પાડશે. તેથી કાન્હડદેએ યુદ્ધ બ`ધ કરવુ' નહિ.૨૦ આથી જણાય છે કે તે સમયે ઝાલેર નગરમાં દેશદાઝવાળા વેપારીઓ વસતા હતા.
કારીગર વગ :
પદ્મનાભે જુદા જુદા ધધા કરનારા કારીગર વર્ગની પણ માહિતી આપી છે. તે જણાવે છે કે ઝાલેરનગરમાં ના, કરૂંસારા, ઘડયા ધાટ વેચનારા, લેાહટિયા (ધાતુકામ કરનારા), હથિયારાના વેપારી, ઘેાડાના સેાદાગર વગેરે વસતા હતા. તેમની સાથે બ્રાંચી, મેાચી, દરજી, સુથાર, છીપા, માળી, ખાખર, ચાડ, તમાળી (લશ્કરની સાથે ચાલનારા), કાવડિયા (કાવડ લઈ ચાલનારા), ભાઠી (ભઠ્ઠી લઈને (ચાલનારા), ખમાર (રૈાટલીમાં ખમીર મેળવનારા), ભઠિયારા (મુરિલમ રસઈઆ), લુહાર, બાટધડા (કુંભાર), સલાટ, ચુનારા, વેરા, કાગળકૂટા (કાગદી), જૂનારા (રેશ્મી વસ્ત્ર વણુનારા), આળગણા, કરકટિયા, ભાથાધર (ભરાજ), ફરસીધર (ફરસી લઈ ચાલનારા), સપરાણા વગેરે કારીગર વના લાકા પણૢ વસતા હતા. તેઓ પોતાતાના કારીગરીના વ્યવસાયમાં વ્યસ્ત રહેતા હતા. પરિણામે નગરજનાને જરૂરી ચીજ વસ્તુ પૂરતા પ્રમાણમાં મળી રહેતી હતી.૨૧
રીતરિવાજો :
પદ્મનાભે કાન્હડદે પ્રબંધ'ના ત્રીજા ખંડમાં તત્કાલીન સમાજમાં પ્રચલિત લગ્નપ્રથા, બાજન પ્રભુધ, અત્યેષ્ટિ ક્રિયા, પાપ-પુણ્ય અંગેની માન્યતા વગેરે રીતરિવાજોની વિગતવાર માહિતી આપી છે.
લગ્નપ્રથા :
તેમણે આ મહાકાવ્યમાં લગ્નવિધિ અંગેના ઉલ્લેખ કરતાં જણાવ્યુ` છે કે, લગ્નના પ્રારંભમાં આપ્તજને માગું લઈને જતા હતા. તેને સ્વીકાર થયા પછી લગ્નની વિધિના જુદા જુદા તબક્કા મેયરામાં ખેસવુડ, પાણિમ્રહણ કરાવવુ વગેરે રિવાજોની માહિતી આપી છે. તેથી જણાય વખતની લગ્નવિધિ વર્તમાન સમયની લગ્નવિધિ સાથે સામ્ય ધરાવતી હતી.
છે કે તે
મહાકવિ પદ્મનાભ વિરચિત ‘કાન્હડદે પ્રબંધ'માં નિરૂપાયેલુ સમાજજીવન...]
For Private and Personal Use Only
[ ૭૩