Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 79
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજન પ્રબંધ: પદ્મનાભે કાન્હડદેના ભોજનનું રસિક વર્ણન કર્યું છે. તેને આધારે તત્કાલીન સુખ-સંપન્ન સમાજમાં પ્રચલિત ભોજન પ્રણાલિની માહિતી મળે છે. તેમના જણાવ્યા પ્રમાણે ભજનમાં સુંવાળી સેવ, ગો લાડુ, મોટી-પાતળી રોટલી, તળેલા પાપડ, કડક ખાજાં, વડી નાખેલાં શાક, કપૂર વાસિત કુર (ભાત), પંચધાર લાપસી, કંસાર, ચોસલાં પડે તેવું દહીં, વગેરે અઢાર પ્રકારની વાનગીઓ કાન્હડદેને નિત્ય ભોજનમાં પીરસવામાં આવતી. જમી રહ્યા પછી તાંબૂલવાહક, કપૂર મિશ્રિત, પાનબીડાંને મુખવાસ થતું. તે પછી હાથ પર સુગંધિત દ્રવ્યને લેપ કરવામાં આવતો.૧૨ પાનાભે ભજન પ્રબંધના કરેલા વનને આધારે જણાય છે કે સુખ-સંપન્ન સમાજ, સુખેથી જીવન જીવતો હતે. વિવિધ પ્રકારની વાનગીઓ આરોગતા હો અને સરસ ભોજનનું સુખ માણુ હતે. અંત્યેષ્ટિ ક્રિયા : પદ્મનાભ, કાન્હડદે પ્રબંધ'માં રાજકુટુંબ અને ઉચ્ચ વર્ગના લોકોની અંતકાળે થતી ક્રિયા વિધિની માહિતી આપતાં જણાવે છે કે રાજકુટુંબોમાં અને ઊંચા વર્ગોમાં અંતકાળે દાન આપવાની પ્રથા હતી. તેઓ નોંધે છે કે કાન્હડદેએ કેસરિયાં કરતાં પ ઘડાશાળાના તમામ ઘોડાઓનું રાજપુરોહિતોને દાન કર્યું હતું. આમ મૃત્યુ પૂર્વે કરવામાં આવતા દાનનો મહિમા હતો. રાજાને મૃત્યુ પછી, શબવાહિની રાજપૂતે ઉપાઠતા હતા, રજપૂત યોદ્ધાઓ કેસરિયાં કરે તે પૂર્વે તેમની રાણીઓ જૌહર કરતી હતી અથવા પતિનું મસ્તક ખોળામાં લઈને સતી થતી હતી વગેરે માહિતી આપી છે. પાપ-પુણ્ય અંગેની માન્યતા : કાન્હડદે પ્રબંધ'માં પાપ-પુણ્ય અંગેની માન્યતાઓનું પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તેને આધારે તત્કાલીન સમાજમાં પ્રચલિત જીવન મૂલ્યોને પરિચય પ્રાપ્ત થાય છે. ખોટી સાક્ષી પૂરવી, બેટા આળ ચઢાવવાં, સ્તનપય શિશુ ઝૂંટવી લેવાં, ગોચર ખેડવું, મિલકતનો હક ડૂબાડવો, મધ પાડવું, ખેડેલાં ખેતરોમાં વાટ પાડવી, મા-બાપની આજ્ઞાનું ઉલંધન કરવું, શાસ્ત્રોની આજ્ઞાને ભંગ કરવો, એકાદશી જેવાં વ્રતો તેડવાં, બ્રાહ્મણને દાન ન આપવું, ઘાસની ગંજી સળગાવવી, સરોવર પાળ પદવી, પીંપળ કાપો, મૂતિને પગ લગાડવો, મીઠું, લાખ કે તલનો વેપાર કર, યુદ્ધમાંથી ભાગી જવું, સ્વામી દ્રોહ કર, વચન ભંગ કરવો, લાંચ લેવી, વગેરે બાબતોને તત્કાલીન સમાજમાં પાપ ગણવામાં આવતું અને તેવાં પાપ કરનારને ઈશ્વર અનેક યાતનાઓ આપે છે તેમ માનવામાં આવતુ. જ્યારે પુણ્યશાળી લોકોને અનેક પ્રકારનાં સુખે, અઢળક સંપત્તિ, નિરોગી શરીર, કુલવંતી પની વગેરે પ્રાપ્ત થતાં એમ મનાતુ'. આ ઉપરાંત મંત્ર અને જાપથી તથા યજ્ઞ-યાગથી માગ્યા મેહ વરસતા હોવાની માન્યતા પણ પ્રચલિત હતી. નગરરચના : કાન્હડદે પ્રબંધ'માં ઝાલોરની નગરરચનાની સુંદર માહિતી આપતાં પદ્મનાભ જાવે છે કે, એ નગરને સરખ્ય પ્રવેશ દ્વાર, માળ અને અટારીઓથી શોભતાં સપ્તકાશી ધવલહે. મોટાં ચૌટાં, અનેક ચોક પહોળા રસ્તા, બારે, ચૂનાથી ધોળેલાં હાટ, ધેરી છાયાવાળાં વૃક્ષો, વગેરેથી નગર શોભતું હતું. નગરની શેભા વધારતાં ધાર્મિક સ્થળોનું વર્ણન કરતાં તેઓ જણાવે છે કે, ઝાલેરમાં 9૪] [સામીપ્ય : એપ્રિલ, '૯૭-સપ્ટે., ૧૯૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94