Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એનાં વર્ષ તથા એના માસ સૌર છે. એના વર્ષમાં ૫૯૯-૬૦૦ ઉમેરવાથી ઈ. સ.નું વર્ષ અને ૬૫૬-૫૭ ઉમેરવાથી વિ. સં. આવે છે. આ સંવતને આરંભ ઈ. સ. ૧૩૪૪ના મે માસની ૧૫ મીએ (વિ. સં. ૧૪૦૧, જે. સુદિ ૨) સૂર્ય મૃગશિર નક્ષત્રમાં હતો ત્યારે થયેલ હોવાનું માલુમ પડે છે. ૧૫ એનાં વર્ષ સૂર્ય મૃગનક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે અર્થાત ૫મી, ૬ ઠ્ઠી કે ૭મી જૂને શરૂ થાય છે. તેથી એને “મૃગ-સાલ' કહે છે.
આ સંવતનાં વર્ષ અંકેથી નહીં પણ અરબી શબ્દોનાં મરાઠી રૂપાંતો દ્વારા દર્શાવાય છે, જેમ કે ૧=અહદ (અહદે), ૨=ાસના (ઈસને), ૩ સલાહ (સલીસ), ૪=અરબા, પખસ્સા (ખમ્માસ), ૬ સિરા (સિત્ત), કસબા (સિમ્બા), ૮ = સમાનિઆ (સમ્માન), ૯ = તસઆ (તિસ્સા), ૧૦ = અશર, ૧૧ = અહ૬ અશર, ૧૨ = અસ્ના (ઈસને) અશર, ૧૩ = સલાહ (સલાસ) અશર, ૧૪= અરબા અશર, ૧૫ = ખખ્ખા (ખમ્મસ) અશર, ૨૦ = અશરીનું, ૩૦ = સલાસીન (સલાસીન), ૪૦ = અરબઈન, ૫૦ = ખમ્મીન, ૬૦ = નિત્તીન (સિદૌન), ૭૦ = સખીન (સૌ), ૮૦ = સમાનીનું (સમ્માનીન), ૯૦ = તિસઈન (તિસૌન), ૧૦૦ = માયા (મયા), ૨૦૦ = માઅતીન (માતન), ૩૮૦ = સલાસ માયા (
સિલાસ મયા), ૪૦૦ = અરબા માયા, ૧૦૦૦ = અલફ (અલફ), ૧૦,૦૦૦ = અશઅલફં. * ઉપરોક્ત આંકડાઓ શબ્દમાં લખવા માટે પ્રથમ શબ્દ એકમ, બીજે દશક, ત્રીજે શતક અને ચોથ હજાર બતાવે છે. દા. ત. ૧૩૧૭ માટે “સલાસે અએ સલાસ માયા વ અલફ” લ
શાદૂર સનની ઉત્પત્તિ વિશે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. પરંતુ સુલતાન મુહમ્મદ તુઘલકે (ઈ. સ. ૧૩૨૫-૧૩૫૧) દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ખસેડી ત્યારે રવિ અને ખરીફ એ બંને ફસલે નિયત મહિનાઓમાં વસૂલ કરવા માટે એણે દખણમાં હિજરી સનનું આ સૌર રૂપાંતર પ્રચલિત કર્યું હોય એવું એના પ્રચલિત થયાના વર્ષ ઈ. સ. ૧૩૪૪, ૧૫ મે (વિ. સં. ૧૪૦૧, જ્ય. શુદિ ૨) ૧ મુહરમ, હિ. સં. ૭૪૫ પરથી સૂચિત થાય છે.૧૩
આ સંવત દખણના મરાઠી ભાષી પ્રદેશમાં પ્રચલિત હતો. હાલ એ કવચિત મરાઠી પંચાંગોમાં જે દેખા દે છે. મરાઠી પંચાંગમાં વૈશાખ કૃષ્ણ ૧૩ (અમાંત-પૂર્ણિમાંત જેઠ કૃષ્ણ ૧૩) શુક્રવારને “મૃગાક” લખ્યું છે અને સાથે ફસલી સન ૧૩૨૮ અબ સન ૧૩૧૯ સૂન સન “તિસા અશર સહલાસે મયા વ અલફ' લખ્યું છે. (તિસા = ૯, અશર = ૧૦, સહવાસે ગયા = ૩૦૦, વ = અને, અલફ = ૧૦૦૦ તેથી ૧૩૧૯ થાય).૧૪
ભરૂચના મખદુમપુરમાં આવેલ સૈયદ શરફદીન મશહદી નામના સંતપુરુષના રજા પર શુદૂરસન ૧માં એ પૂણ થયો તેવો લેખ છે. ૧૫ આ સંવતના ઉલેખે મધ્યકાલ દરમ્યાન ઘણાં જૂજ પ્રમાણમાં મળે છે. કલિયુગ સંવત
જયોતિષના ગ્રંથોમાં તથા પંચાંગોમાં કલિયુગ સંવતનાં વર્ષ આપવામાં આવે છે. ૧૬ એને આરંભ ઈ. પૂ. ૩૧૦૨ માં થયો મનાય છે. પરંતુ આ સંવતના ઉલેખ ઈ. સ.ની આરંભિક સદીઓથી થયા છે. કલિયુગ સંવત અને શક સંવતના વર્ષ વચ્ચે ૩૧૭૮ વર્ષ તફાવત છે. આથી ક. સ.ના વર્ષમાંથી પહેલા નવ દસ મહિના દરમ્યાન ૩૧૦૧ અને છેલ્લા બે ત્રણ મહિના દરમ્યાન ૩૧૦૦ બાદ કરવાથી ઈ. સ.નું વર્ષ આવે છે. દા. ત. શક વર્ષ ૧૮૯૪ (ૌત્રાદિ વિ. સં. ૨૦૨૯) માં કલિયુગ સંવતનું વર્ષ ૨૦૭૩ હોવાનું મનાય છે, જ્યારે ઈ. સ. ૧૯૭૨-૭૩ આવે છે. ૧૦
[ સામીપ્ય : એપ્રિલ, '૯૩–સપ્ટે, ૧૯૯૩
૬૦]
For Private and Personal Use Only