Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 66
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાલુક્ય રાજા પુલકેશી ૨ જાના ઐહેળે શિલાલેખમાં ભારત યુદ્ધનુ વષ ૩૭૩૫ અને શક સંવતનું વર્ષ ૫૫૬ જણાવ્યું છે.૧૮ આ બે વર્ષ વચ્ચે ૩૧૭૯ વર્ષને તફાવત છે. આમ એમાં ભારત યુદ્ધ કલિયુગના આરંભે થયું હોવાનું મનાય છે. અર્થાત કલિયુગ સંવત અને ભારતયુદ્ધ સંવત અહીં એક જ મનાયા છે. ભારત યુદ્ધ સમાપ્ત થતાં તરત જ યુધિષ્ઠિરને રાજ્યાભિષેક થયો ગણુય છે. આથી તેને “યુધિષ્ઠિર સંવત' પણ કહે છે. આ સંવતનો આરંભ “સૂર્યસિદ્ધાંત' પ્રમાણે ૧૭–૧૮ ફેબ, ઈ. પૂ. ૩૧૦૨, ગુરુવારની મધરાતે થયેલ છે તો કેટલાકના મતે ૧૮ ફેબ્ર. શુક્રવારના સૂર્યોદયથી આ સંવતને આરંભ થયો હોવાનું મનાય છે. આ સંવતના વર્ષ રૌત્રાદિ અને મેષાદિ બને છે. ખગોળના ગ્રંથોમાં અને પંચાંગોમાં આ સંવતને પ્રયોગ થયેલો જોવા મળે છે. પંચાંગોમાં ગત, વર્તમાન અને બંને પ્રકારનાં વર્ષો પ્રજાતાં, ૫૮ આ સંવતને પ્રયોગ અભિલેખોમાં કવચિત જોવા મળે છે. ગોવાના કદમ્બ રાજાઓના ઈ. સ. ૧૧૬૭ થી ઈ. સ. ૧૨૪૭ સુધીના કેટલાક અભિલેખોમાં કલિયુગ સંવત આપેલ છે. ૨૦ મુઘલકાલ દરમ્યાન ઉપલબ્ધ પેટલાદની વાવના શિલાલેખમાં કલિયુગ સંવતને પ્રવેગ થયેલે છે. એમાં “નંદકાદિયુગે ૪૭૯૮ મિત્તે કલિગતે શ્રી વિક્રમાકે પ્રભોરબ્દ પંચશરાદ્રિભૂ ૧૫૫ પરિમિતે...” આ લેખમાં કલિયુગ સંવતનું વર્ષ ૪૭૯૯ વિક્રમ સંવતના ૧૭૫૫ વર્ષ સાથે આપેલું છે.' આર્મેનિયન સંવત ગુજરાતમાં આમેનિયન ખ્રિસ્તીઓ મુઘલકાલમાં વસતા હતા. ૨૨ અમદાવાદ, સુરત વગેરે સ્થળોએ એમની કબર આવેલી છે. લોર્ડ સ્ટીફનના સમયને (આર્મેનિયન) સંવત ૧૦૭૭ (ઈ. સ. ૧૬૨૮૨૯)ને એક કબર શિલાલેખ અમદાવાદમાં કાંકરિયા તળાવ પાસે મળેલા છે.૨૩ આ સંવતને પ્રસાર કરનાર આર્મેનિયન લોકોનો પ્રદેશ આર્મેનિયા કાળા સમુદ્રની દક્ષિણે તેમ જ ઈરાનની ઉત્તર પશ્ચિમે આવેલ છે. આર્મેનિયન લોકોનો સંવત “આર્મેનિયન સંવત' તરીકે ઓળખાય છે. ૨૪ આ સંવતનો આરંભ ૧૧ મી જુલાઈ, ઈ. સ. ૫૫૨ થી થયેલું મનાય છે. વ્યવહારમાં આમેંનિયન લોકોએ ઈજિપ્તના જુના સંવતનાં અનિશ્ચિત વર્ષોનો પ્રયોગ કર્યો, પરંતુ ધાર્મિક રીતે તો જુલિયન કેલેન્ડરનાં વર્ષો મુજબ તેઓ ગણતરી કરતા. એ અનુસાર દર ચોથું વર્ષ ક૬૬ દિવસનું હોય છે, આથી તહેવારો બધી જ ઋતુઓમાં અને વ્યવહારમાં એક જ વખતે આવે છે. આમેં. નિયન લોકો યુરોપિયન સાથેનાં વ્યવહારમાં આર્મેનિયન સંવત અને જલિયન કૅલેન્ડરનાં વર્ષોનો પ્રયોગ કરતા.૨૫ આ સંવતના મહિના તેમજ દિવસ જુદી રીતે ગણાતા, પરંતુ અહીં પ્રયોજાયેલી મિતિઓ તે ઈ. સ.ના મહિનાં અને તારીખ પ્રમાણે ગણુતી. ઈ. સ. અને આ સંવત વચ્ચેનો તફાવત ૫૫ર ને રહે છે એટલે કે આ સંવતને વર્ષમાં ૫પર ઉમેરવાથી ઈ. સ.નો આંકડો મેળવી શકાય છે.૨૬ યઝદગાસન ઈરાનથી ભારત આવેલા પારસીઓમાં યઝદગદસન પ્રચલિત છે. તેને જરથોસ્તી સન” “પારસી. સન” પણ કહે છે. હાલના પારસીઓ જે યઝદગદ્દસનને પ્રયોગ કરે છે તે રાજ યઝદગદ ૩ જા ગાદીએ બેઠા (ઈ. સ. ૬૩૨, ૧૬ જૂન) ત્યારથી શરૂ થયો. ૨૭ ઈરાનના અને ભારતના પારસીઓ આ યઝદગદસનને પ્રયોગ કરે છે. યઝદગ ૩ ની હત્યા મધ્યકાલીન ગુજરાતમાં પ્રયોજાયેલા કેટલાક સંવત ] [ ૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94