Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદ શહેરનું એક સ્થળ નામઃશેખા મુંજાલની પોળ
ઝેડ. એ. દેસાઈ
ગુજરાતનાં સ્થળનામોનાં સંશોધન તરફ ત્રણેક દાયકાએ પૂવે વડોદરાના પ્રાચ્ય સંશોધન સંસ્થાના નિયામક, જે. જે. સાંડેસરા તેમજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડાના પુરાતત્ત્વ વિભાગના વડા ૨. ના. મહેતાના પ્રયાસોથી અસ્તિત્વમાં આવેલ ગુજરાત સ્થળનામ સંસદના ઉપક્રમે ખંભાત, પાટણ વગેરે શહેરોનાં સ્થળના પર અપાયેલાં વ્યાખ્યાને પુસ્તકાકારે પણ પ્રકાશિત થયાં હતાં. પણ તત્પશ્ચાત તે સંસદ કે બીજી કઈ સંસ્થા દ્વારા આ દિશામાં વધુ કાર્ય થયું હોવાનું જાણમાં નથી. પાંચેક વર્ષ પહેલાં ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના વડા રસેશ જમીનદાર તથા મહેમાન ટેરેસર ૨. ના. મહેતાની દોરવણી હેઠળ બહુધા યુનિવ ગ્રાન્ટસ કમિશનના પ્રોજેકટ તરીકે અમદાવાદ શહેરના ઇતિહાસ પર એક દળદાર પુસ્તક તયાર થયું હતુ જે અપ્રકાશિત છે.
અખિલ ભારતીય સ્થળનામ પરિષદ, અખિલ ભારતીય અભિલેખ પરિષદની જેમ ગુજરાતના સ્થળનામમાં રસ ધરાવનાર વિદ્વાને કે અભિલેખવિદોને આકર્ષ્યા નથી તેનું મુખ્ય કારણ મારા નમ્ર મતે ગુજરાતના મોટા ભાગના ઇતિહાસકારોની અંગ્રેજી ભાષાની એક પ્રકારે ફરજિયાત રીતે કરાવવામાં આવેલી ઉપેક્ષા ગણાવી શકાય. કારણ જે કાંઈ હોય, પરંતુ એ નિર્વિવાદ હકીકત છે કે ગુજરાતના પ્રતિષ્ઠિત ઇતિહાસકારો બે ચાર ગણ્યા ગાંઠયા અપવાદને બાદ કરતાં ભારતીય કક્ષાની પ્રતિહાસ પરિષદ જેવી આવી ઇતિહાસનાં વિવિધ પાસાંઓના સંશોધનને પ્રોત્સાહન આપતી સંસ્થાઓના અધિવેશનમાં ભાગ લઈ ન શકતા હોવાથી પણ આ વિષય પર સંશોધન કરવાનો તેમને અવસર પ્રાપ્ત થતું નથી, તેટલું જ નહિ પણ તેના લઈને ગુજરાત બહાર તેમનું નામ સાવ અપરિચિત રહ્યું છે. વળી ગુજરાતના ઇતિહાસવિદોના ઐતિહાસિક સંશોધનનું ક્ષેત્ર ગુજરાતી ભાષા માધ્યમ અને ગુજરાત સુધી મર્યાદિત રહ્યું હોવાથી તેમને લેખે ગુજરાતી ભાષામાં ગુજરાતને લગતા વિષયો પર પ્રસિદ્ધ થતા હોઈ, તેમનું સંશોધન કાર્ય ગમે તેટલી ઉત્કૃષ્ટ કોટિનું હોય, ગુજરાત બહાર સાવ અણુપિછાયું રહ્યું છે. ખુદ અભિલેખોના સંશોધન ક્ષેત્રમાં-હરિપ્રસાદભાઈ શાસ્ત્રી તથા તેમના બે એક સહકાર્યકરો અને સહાધ્યાપકોનું આ ક્ષેત્રમાં અતિ મહત્ત્વનું અનુદાન લેખામાં લઈએ તે ૫ણુ-ગુજરાત ભારતના બીજા પ્રદેશ વિશેષ કરીને દક્ષિણ ભારત કરતા સાવ પાછળ રહી ગયેલ છે. ગુજરાત રાજય પુરાતત્વ ખાતા કે બીજી કોઈ સંશોધન સંસ્થા તરફથી ગુજરાતના અભિખાનું સર્વેક્ષણ કે સંકલન કે પ્રકાશનને કઈ વ્યવસ્થિત પ્રયાસ હજી સુધી હાથ ધરવામાં આવ્યો નથી તે ગુજરાતની ઇતિહાસ તરફ ઉદાસીનતાનું ઘાતક છે. આમ પણ ગુજરાતની વિવા સંસ્થાઓએ ગુજરાતના પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસના અયન કે સંશોધન તરફની શૈક્ષણિક પિલીસીના પરિણામ સ્વરૂપ ગુજરાતના સિદ્ધહરત ઇતિહાસકારે અર્વાચીન યુગ અને તે પણ વિશેષ કરીને ઓગણીસમી–વીસમી સદી, ગાંધી યુગ તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામકાળ કે આઝાદી પશ્ચાતના ઇતિહાસ આલેખનમાં રત છે. * નિવૃત્ત નિદેશક (અભિલેખ), ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, નાગપુર
અમદાવાદ શહેરનું એક સ્થળનામ : શેખા મુંજાલની પિળ]
૫૧
For Private and Personal Use Only