Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ન્યાયાલયમાં તેની વિરુદ્ધ ચુકાદો આવતાં પોતાની માલિકીનું વન નિર્ધારિત કરેલી શરત પ્રમાણે તેણે શ્રેષ્ઠી સુદત્તને વેચવું પડયું. સુદરો ૧૮ કરોડના મૂલ્યના કાપણું સિક્કાઓ ગાડાંઓમાં ભરી લાવીને વનની ભૂમિ પર પથરાવી દીધા અને રાજકુમાર જેતનું વન હવે સુદત્તની માલિકીનું થઈ ગયું. એ પછી આ વન તેણે બુદ્ધને અપર્ણ કર્યું. સુદ ત્યાં બુદ્ધના માટે વિહાર બંધાવ્યું. આ વિહાર-નિર્માણના કાર્યમાં મદદ કરવા માટે બુદ્ધના શિષ્ય સારિપુત્ર પણ શ્રાવસ્તીમાં ગયા હતા. નાણાં પાથરવાની થોડી જમીન બાકી હતી ત્યાં રાજકુમાર જેતે સુદતને નાણાં પાથરતાં અટકાવ્યો અને એટલી જમીન પોતાની માલિકીની રાખીને જેતે ત્યાં બુદ્ધ માટે સુવર્ણ મંદિર બંધાવ્યું. સુતે ભૂમિ પર જે મુદ્રાઓ બિછાવી હતી તેનું મૂહય ૧૮ કરોડ હતું. સુદત્તે ત્યાં મંદિર, સંધારામ, કષ્ટાગાર, કુવા વગેરેના બાંધકામ પાછળ બીજા ૧૮ કરોડની મુદ્રાઓ વાપરી હતી, સુદાની આ મહામૂલી ભેટની પુણ્ય સ્મૃતિને જીવંત રાખવા માટે આનું નામ ‘તવનના વિહારને અનાથપિંડદુ આરામ રાખવામાં આવે તેવું બુદ્ધ સૂચવ્યું હતું. જેતવન વિહારની પ્રતિષ્ઠા ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી,
' આ પ્રસંગને કેન્દ્રમાં રાખીને ભરદૂત અને બધિગયાની વેદિકામાં તેમજ સાંચીના મહારપના ઉત્તરના તોરણદારની પૂર્વ બાજુના સ્તંભ પર સુંદર શિલ્પાંકન કરેલા છે.
ભરદ્દતના શિલ્પમાં આ પ્રસંગનું આલેખન આ રીતે કરવામાં આવ્યું છે.' બળદને ગાડાથી હટ કરીને ગાડામાં ભરેલા ચોરસ આકારના સિક્કા વનની ભૂમિ પર પાથરવામાં આવી રહ્યા છે. વેદિકા વડે આવૃત્ત એક બોધિવૃક્ષ જે બુદ્ધની ઉપસ્થિતિનું સૂચન કરે છે. તેની સામે ઊભો રહેલ અનાથપિંડદા પાત્રમાંથી પાણી રેડીને દાન સંકલ્પ કરે છે. બીજી બાજુએ વનના સૂચક એવા ત્રણ વૃક્ષની આસપાસ મુદ્રાઓ બિછાવવામાં આવી રહી છે. બે કૂટાગાર પણ આલેખ્યા છે જેમાંના ઉપરના કુટાણાર પર ‘નપટિ,૨ અને નીચેના કૂટાગાર પાસે ક્રોસવેન્યૂટિ એવું લખાણ કોતરેલું છે. આ દશ્યમાં ‘તવન અનાથવેરિ રેતિ દિપંથરેન દેતા* એવું લખાણ ઉત્કીર્ણ છે અર્થાત અનાથપિંડક કોટિ ધનને કય કરીને જેતવનનું દાન કરે છે.
સાંચીના મહાતૃપના ઉત્તરને તરણુદારના પૂર્વને સ્તંભના સન્મુખ ભાગે બીજા દશ્યમાં જેતવનનો પ્રસંગ આલેખવામાં આવ્યો છે.આ દશ્યમાં મુદ્દાઓથી ઢંકાયેલી ભૂમિ દર્શાવી છે. તેમજ ગટી, કેસઅફૂટી અને કટારિફૂટી નામનાં બુદ્ધનાં ત્રણ નિવાસ્થાને દર્શાવ્યાં છે. ગબ્ધફૂટી આગળ આસન દર્શાવ્યું છે જે બુદ્ધની ઉપસ્થિતિનું સુચક જણાય છે.
ભાધિગયાની વેદિકાના એક સ્તંભ ૫ર ૫ણ જેતવનદાનના પ્રસંગનું શિક્ષકને જોવા મળે છે.* આ દશ્યમાં ત્રણ પુરુષ આકૃતિઓ અને ત્રણ વૃક્ષોનું આલેખન કરવામાં આવ્યું છે. ઊભા રહેલ પુરુષે મુદ્રાઓ ભરેલુ પાત્ર ખભા પર ધારણ કર્યું છે. જમણા હાથ વડે પાત્ર પકડયું છે જ્યારે ડાબો હાથ કેડ પર લે છે. બીજા બે પુરુષે પગ પર ઉભડક બેસીને જમીન પર સિક્કાએ બિછાવી રહ્યા છે.
આમ ઉપયુક્ત ત્રણે સ્થળે શ્રાવસ્તીના જેતવનના દાનના પ્રસંગનું શિ૯પાંકન કરવામાં આવ્યું છે. આ ત્રણે શિ૯ષાંકનને સમય ઈ . બીજી સદીને મૂકવામાં આવે છે. આ ત્રણે શિપિનો તલનાત્મક અભ્યાસ કરતાં કેટલીક રસપ્રદ બાબતો નજરે પડે છે. ત્રણમાંથી બે સ્થળે ભરદ્રત અને સાંચીમાં બુદ્ધની ઉપસ્થિતિ પ્રતીકે દ્વારા દર્શાવી છે. મરહૂતમાં બોધિવૃક્ષ દ્વારા અને સાંચીમાં આસન દ્વારા શ્રાવસ્તીના જેતવન–દાનના પ્રસંગનાં શિલ્પાંકનો ]
[ ૨૯
For Private and Personal Use Only